આ પ્રકારના જૂઠાણાથી પુરુષો પાર્ટનરને કરતા હોય છે ખુશ, જાણી લો તમે પણ

મહિલાઓને માટે કહેવાય છે કે તેઓ પુરુષોથી ઘણાં જૂઠાણાં બોલે છે. પરંતુ આવું જ પુરુષો પણ કરે છે. પુરુષો મહિલાઓની સરખામણીએ વધારે ખોટું બોલે છે. મહિલાઓની પુરુષો પર શક કરવાની આદત જ પુરુષોને ખોટું બોલવા પ્રેરે છે. જ્યારે તેમને ચોખ્ખો અને સ્પષ્ટ જવાબ મળતો નથી ત્યારે તેઓ પોતાના પાર્ટનરને ખુશ કરવા અને સંતોષવાને માટે ખોટું બોલતા હોય તેવું જોવા મળે છે. ક્યારેક નાની વાતોમાં બોલાતા જૂઠાણા પાર્ટનરને ખુશ કરે છે અને સાથે જ તમારા સંબંધોને વધારે રોમેન્ટિક બનાવે છે. ક્યારેક જૂઠાણાં સંબંધોને મધુર બનાવે છે તો ક્યારેક સંબંધોને તોડે પણ છે. અહીં તમે પાર્ટનરને ખુશ કરવાને માટે ખોટું બોલો છો તો તેની ખોટી અસર પણ થઇ શકે છે. પ્રેમ દેખાડવા માટેની આ પણ એક રીત છે. અહીં પુરુષો પોતાની ભૂલોને છુપાવવાને માટે ખોટું બોલતા રહે છે. તેનો કોઇપણ રૂપમાં સ્વીકાર કરી શકાતો નથી. પુરુષો આ 5 જૂઠ્ઠાણાં રોજ અને છાશવારે બોલતા રહે છે. આજે અહીં આવા જ કેટલાક રોજેરોજ બોલાતા જૂઠ્ઠાણાંની વાત કરવામાં આવી છે.

હું તેને ઘૂરતો નથી

image soucre

રસ્તામાં ફરનારા અને સાથે જ રેસ્ટોરાંમાં જ્યારે કોઇ સારી છોકરી દેખાય કે તરત જ પુરુષોની નજર તેની પર અટકી જાય છે. તેઓ એ વાતનો સ્વીકાર કરતા નથી તેઓ તેને જોતાં હતા. હકીકત તો એ છે કે તેમની નજર આ મહિલા પરથી હટતી જ નથી. તમે જ્યારે તેમને પૂછો છો ત્યારે તેઓ ઘસીને ના પાડે છે કે તેઓ તેમને જોતા ન હતા.

મેં સિગરેટ પીવાનું છોડી દીધું છે

image soucre

સફાઇ કરતી સમયે તમને તમારા પતિની બેગ કે બોયફ્રેન્ડના ખિસ્સામાંથી સિગરેટના ખાલી પેકેટ મળે છે અને તમે તેમને પૂછો છો તો તેઓ જણાવે છે તેઓ તો સિગરેટ પીતા જ નથી. પોતાના ખિસ્સા કે બેગમાં તે ખોખું હોવા છતાં તેઓ ફરી જાય છે. તમને તેમના કપડાંમાંથી સિગરેટની વાસ આવે છે અને સાથે જ તમે તેમને પૂછો છો તો તેઓ જણાવે છે કે આખું પેકેટ નહીં પણ તેઓએ તો એક જ સિગરેટ સવારે પીધી હતી. આ રીતે તેઓ પત્નીને ખુશ કરવા ખોટું બોલતા રહે છે.

હું તારા સિવાય અન્ય કોઇના વિશે વિચારતો નથી

image soucre

આ વાતે દરેક પુરુષો ખોટું બોલે છે. અહીં તેઓ અન્ય કોઇની સાથે ઇન્ટીમેટ થતા નથી પરંતુ તેમની ફેન્ટસીમાં આવું કંઇક તો રહ્યા જ કરે છે. મોડલ્સ અને હીરોઇનોને લઇને દરેક પુરુષોમાં વધતા ઓછા અંશે ફેન્ટસી જોવા મળે છે. જ્યારે તેમને આ માટે પૂછવામાં આવે છે ત્યારે તેઓ ખોટું બોલતા જોવા મળે છે.

હું તારા વિના એક દિવસથી પણ વધારે રહી શકતો નથી

image soucre

તમે લગ્નેત્તર પુરુષોના મોઢેથી તમને ખુશ કરવાને માટે આ શબ્દો અવારનવાર સાંભળ્યા હશે. પુરુષો પિયર જતી સમયે પત્નીને આ શબ્દો અવશ્ય કહેતા જોવા મળે છે. વાત કંઇક અલગ હોય છે પણ પત્નીને ખુશ કરવા માટે આ શબ્દો સરળતાથી કહેવાતા હોય છે. પત્ની થોડા દિવસોને માટે ઘરથી દૂર જતી હોય તો તમે તમારી બેચલર્સ લાઇફને જીવી શકો છો. અહીં તમારો આનંદ ઘણો વધી જાય છે.

હું સૂતો નથી, વિચારું છું

image soucre

જ્યારે પણ પતિને કે બોયફ્રેન્ડને વિશે તમે સાંજે સૂતા પકડો છો ત્યારે તેઓ તમને કહે છે કે હું તો જાગું છું, બસ થોડું વિચારું છું. આ સમયે ખરેખર તો પત્નીઓ તેમની સુંદર ઊંઘમાં ખલેલ પાડતી હોય છે. સરળતાથી ખોટું બોલીને પત્નીઓને ખુશ કરી દેવી એ પતિઓની આદત અને વાક્છટા હોય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *