વિશ્વના આ ખતરનાક પ્રાણીને ન તો તમે ક્યાંય જોયા હશે ન તો તેના વિશે શાંભળ્યું હશે

વિશ્વભરમાં તમામ પ્રકારના જીવો છે, જે આપણામાંના મોટાભાગના લોકોએ જોયા નહીં હોય. તેઓ પૃથ્વીના સૌથી અનોખા પ્રાણીઓ તરીકે ગણવામાં આવે છે. જ્યારે તમે તેમને પ્રથમ વખત જોશો, ત્યારે તમે માનશો નહીં કે આ બધા જીવો પૃથ્વી પર રહે છે અથવા કોઈ અન્ય ગ્રહ પર જીવે છે. તેમાના ઘણા જીવ તો એવા છે કે જેને જોઈને ભલાભલા લોકોને ડર લાગી જાય. કારણ કે તેમની રચના એટલી વિચિત્ર છે કે તેમને જોતા જ ચિતરી ચઢી જાય. તો અમે તમને એવા જીવો વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેના વિશે તમે ક્યારેય સાંભળ્યું નહીં હોય અને ક્યારેય જોયા પણ નહીં હોય.

image source

નેકેડ મોલ રેટ

નેકેડ મોલ રેટ નામનું આ વિચિત્ર પ્રાણી પૂર્વ આફ્રિકામાં જોવા મળે છે. આ એક વિશેષ પ્રકારનો ઉંદર હોય છે. પરંતુ તેની ત્વચા સામાન્ય ઉંદરની જેમ હોતી નથી. તેને નજીકથી જોતાં, તમે લાગ છે કે જાણે કોઈએ તેની ત્વચા ઉતારી લીધી હોય. નેકેડ મોલ ઉંદરની વિશેષતા એ છે કે તેના શરીર પર વાળ નથી હોતા. પરંતુ તેની શરીરની ત્વચા વૃદ્ધ વ્યક્તિની જેમ હોય છે.

image source

સાંગા એંટીલોપ

સાંગા એંટીલોપ નામનું આ પ્રાણી હરણ જેવુ લાગે છે, પરંતુ તે હરણ નથી. આ વિશિષ્ટ પ્રાણીની લાંબી નાક હોય છે, જે જોવામાં ખૂબ જ કદરૂપી લાગે છે. આ નાક આ પ્રાણીને અન્ય પ્રાણીઓથી અલગ બનાવે છે. આ પ્રકારના પ્રાણી રશિયા અને કઝાકિસ્તાનમાં જોવા મળે છે.

image source

પિંક ફેયરી આર્મા

ડિલોપિંક ફેરી આર્મા નામનું આ પ્રાણી ઉંદરની જેમ દેખાય છે. જ્યારે તમે તેના શરીરના ઉપરના ભાગને જોશો, ત્યારે તેમને લાગ છે કે તેના પર એક સ્તર અલગથી લગાવવામાં આવ્યુ છે. આ પ્રાણી ખોદવામાં નિષ્ણાત છે. તે જમીનને એટલી ઝડપથી ખોદી કાઢે છે કે લાગે છે કે તે પાણીમાં તરી રહ્યું છે.

image source

લેમ્પ્રે માછલી

લેમ્પ્રે નામની આ માછલી આર્કટિક મહાસાગરમાં જોવા મળે છે. જેને જોઈને કોઈને પણ ડર લાગી શકે છે. એવું માનવામાં આવે છે કે એકવાર આ માછલી તેના પોઇન્ટેડ દાંત અને લાંબી જીભ સાથે શિકારને પકડે છે, તો તેનું છટકી જવું લગભગ અશક્ય છે. આ માછલી તેનો શિકાર નથી ખાતી પણ તેના દાંત વડે કરડે છે. તે ઘણા દિવસો સુધી આમ કરવાનું ચાલુ રાખે છે, ત્યારબાદ શિકરનું મોત થાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!