આ 7 રાશિને માટે મુશ્કેલ રહેશે એપ્રિલ મહિનો, જાણી લો કેવું રહેશે તમારું ભવિષ્ય

એપ્રિલ મહિનાની શરૂઆત વૃશ્વિક લગનમાં થઈ રહી છે અને સાથે જ આ દિવસે ચંદ્ર તુલા રાશિમાં રહેનારો છે. સૂર્ય, શુક્ર અને ગુરુ શનિની અને રાહુ મંગળની યુતિ છે. મહિનાની શરૂઆતમાં બૃહસ્પતિનું રાશિ પરિવર્તન થશે. ગ્રહોની સ્થિતિ આખા મહિનાનું રાશિ ચક્ર સ્પષ્ટ થાય છે. જ્યોતિષીઓએ મેષ, મિથુન, કર્ક, સિંહ, કન્યા, વૃશ્વિક અને મીન રાશિના જાતકોની હેલ્થને લઈને સતર્ક રહેવા કહ્યું છે. તો જાણો એપ્રિલ મહિનામાં કઈ રાશિને લાભ થશે અને કઈ રાશિએ સચેત રહેવાની જરૂર છે.

મેષ

એપ્રિલ મહિનામાં કાર્યક્ષેત્રમાં ઉતાર ચઢાવ જોવા મળી શકે છે. રાહુ અને મંગળની ઉપસ્થિતિ દસમા ભાવને ખરાબ રીતે પ્રભાવિત કરી રહી છે. તેનાથી તમે નોકરીના મામલે મુશ્કેલી અનુભવો તે શક્ય છે. કાર્યક્ષેત્રમાં કોઈની સાથે વાદ વિવાદ થઈ શકે છે. આ સમયે તમે તેનાથી દૂર રહેવાનો પ્રયાસ કરો. પ્રેમ અને વિવાહના સંબધમાં સમય અનુકૂળ રહેશે.

વૃષભ

એપ્રિલ મહિનો તમારા માટે ખાસ રહી શકે છે. આ મહિને આર્થિક રીતે તમારા માટે ઉન્નતિદાયક સમય રહેશે. તમે એકથી વધારે જગ્યાએથી ધન પ્રાપ્તિ કરી શકો છો. તેનાથી આર્થિક મજબૂતી વધશે. સ્વાસ્થ્યમાં સુધારો આવી શકે છે. કરિયરમાં પરિવર્તનનો ખ્યાલ આવી શકે છે. ધન અને ધર્મના કાર્યોમાં વ્યસ્તતા વધશે.

મિથુન

તમારા ખર્ચમાં અપ્રત્યાશિત રીતે વધારો થશે જે તમારી આર્થિક મુશ્કેલીઓને વધારશે. અન્ય તરફ તમારા સ્વાસ્થ્યને પણ ખરાબ અસર થઈ શકે છે. તમે તમારા સ્વાસ્થ્યને પ્રતિ બેદરકારી વર્તવાથી બચો તે યોગ્ય છે અને સાથે જ બીમાર પડવાના કારણે હેરાનગતિના યોગ છે. સંબંધો અને પરિવારની સ્થિતિમાં સુધારો થશે.

કર્ક

આ મહિનો તમારા માટે ચઢાવ ઉતાર વાળો હોઈ શકે છે. આવક જાવક સમાન બની રહેશે. સાતમા ભાવમાં શનિ અને ગુરુની યુતિના યોગ બિઝનેસ માટે સારો રહેશે અને સાથે તમારા કામમાં વધારે મદદ કરશે. તમે સારી પ્રગતિ કરી શકશો. સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. મહત્વના કામમાં વિલંબ આવી શકે છે.

સિંહ

એપ્રિલ મહિનો તમારા માટે મુશ્કેલીભર્યો રહી શકે છે. કેમકે રાહુ અને મંગળની ઉપસ્થિતિ દસમા ભાવને પ્રભાવિત કરી શકે છે. તમે નોકરીના કેસમાં થોડી મુશ્કેલી અનુભવો તે શક્ય છે. કાર્યક્ષેત્રમાં કોઈની સાથે વિવાદ થવાના યોગ છે. તમે તેનાથી બચો તે જરૂરી છે. સ્વાસ્થ્ય અને મનની સમસ્યાઓમાં સુધારો થશે. વાહન ચલાવવામાં અને વાદ વિવાદમાં સાવધાની રાખો.

કન્યા

એપ્રિલ મહિનામાં થોડી મુશ્કેલી આવી શકે છે. શક્ય છે ભાગ્યનો સાથ તમને ન મળે. મહિનાના પૂર્વાધમાં થોડો નબળો યોગ રહેશે. માટે મહત્વના અને મોટા નિર્ણયો છે તેને આ મહિને ટાળો એ યોગ્ય છે. તેનાથી તમને કોઈ સમસ્યા આવશે નહીં. સ્થાન પરિવર્તનના યોગ છે. પરિવાર અને વૈવાહિક જીવનને લઈને ચિંતા રહી શકે છે.

તુલા

આ મહિનો તમારી રાશિ માટે મુશ્કેલી વધારનારો રહેશે. વ્યાવહારિક હોવું તમને લાભ આપી શકે છે. પારિવારિક જીવનમાં અનેક મુશ્કેલીઓ આવશે. સ્વાસ્થ્યની સમસ્યાઓ પ્રતિ જાગરૂક રહેવાનું જરૂરી છે. કંઈક નવું અને સારું કામ શરૂ થઈ શકે છે. આ સમયે વાણી અને સ્વભાવનું ધ્યાન રાખો.

વૃશ્વિક

આ મહિને વ્યાપારને પ્રભાવિત કરનારો રહી શકે છે. પ્રેમ સંબંધી સમસ્યામાં તમે ફાયદામાં રહેશે. પ્રેમ વિવાહની વાત આગળ વધી શકે છે. લગ્ન કરનારા લોકો જીવનસાથીના સ્વાસ્થ્ય પર ધ્યાન આપી શકશે. ભાઈ બહેન તમારા જીવનમાં આગળ વધવામાં સહયોગ કરશે. કરિયરમાં નવી શરૂઆત ને પરિવર્તન આવી શકે છે. દુર્ઘટનાઓ અને સ્વાસ્થ્યની સમસ્યાથી બચો તે જરૂરી છે.

ધન

એપ્રિલ મહિનો આ રાશિ માટે મુશ્કેલ રહેશે. તમારે વિચારીને ચાલવાની જરૂર છે. નોકરી કરનારા લોકોએ સાવધાની રાખવાની જરૂર છે. પોતાના લોકો કે જેની પર તમે ભરોસો કરો છો તે તમારા વિરુદ્ધમાં ષડયંત્ર રચી શકે છે. આનું પરિણામ તમારે નોકરીમાં ચૂકવવું પડી શકે છે. કરિયરમાં ઈચ્છિત સફળતાના યોગ છે. સ્થાન પરિવર્તન માટે તૈયાર રહો. પોતાની યોજનાને ગોપનીય રાખો.

મકર

તમારો ખર્ચ વધશે તેમાં કોઈ બેમત નથી. તમે થોડી ચેલેન્જ પણ મેળવશો. આ મહિને તમારા બાળકોની ચિંતા વધારે રહેશે અને જરૂરી છે કે કેમકે તેમની સંગતિ અને સ્વાસ્થ્ય બંને બગડી શકે છે. માનસિક ચિંતા સમાપ્ત થઈ શકે છે. કરિયરમાં સફળતા મળી શકે છે. રોકાયેલા કામ પૂરા થશે.

કુંભ

પારિવારિક જીવન આ મહિને ઉતાર ચઢાવથી ભરેલું રહેશે કેમકે દસમા ભાવમાં કેતુ અને ચોથા ભાવમાં રાહુ અને મંગળની યુતિ પારિવારિક મોર્ચે તમને વ્યસ્ત રાખશે. માતા પિતાના સ્વાસ્થ્યને લઈને ચિંતા વધી શકે છે. કામનું ટેન્શન પણ આ મહિને વધારે રહેશે. પ્રોપર્ટીમાં રોકાણ પણ ફાયદો કરાવી શકે છે.

મીન

આ મહિને યાત્રા પહેલા સાવધાની રાખી લો તે જરૂરી છે. યાત્રા સમયે કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. સામાન ખોવાઈ જવાની તકલીફ પણ આવી શકે છે.આ મહિને માનસિક તણાવ વધી શકે છે. નવા કપડા અને મોંઘી ચીજો પર ખર્ચ થઈ શકે છે. ધન અને સ્વાસ્થ્યની સમસ્યાઓ વધશે. કોઈ વૃદ્ધ વ્યક્તિની મદદ લાભદાયી રહેશે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ