લો બોલો, આ દેશનો રાજા દર વર્ષે કરે છે લગ્ન, અને…બીજી આ અજાણી વાતો જાણીને તમને પણ થશે આશ્વર્ય…

આફ્રિકન દેશનો આ રાજા દર વર્ષે કરે છે પોતાના લગ્ન, ભવ્ય રીતે જીવે છે જિંદગી.

image source

પહેલાના જમાનામાં રાજાઓનું ઘણું વર્ચસ્વ હતું. રાજાનું ધાર્યું જ એની પ્રજાએ કરવું પડતું હતું. પણ ઘણા વર્ષો પહેલા જ આખી દુનિયામાંથી રાજાશાહી વ્યવસ્થાને ખતમ કરી દેવામાં આવી છે. પણ આજે પણ આફ્રિકામાં એક એવો દેશ છે જ્યાં સંપૂર્ણ રીતે રાજશાહી સત્તા લાગુ પડેલી છે. અને આ દેશનું નામ છે સ્વાજીલેન્ડ, પણ વર્ષ 2018માં દેશની આઝાદીના 50 વર્ષ પુરા થવાની ખુશીમાં અહીંયાના રાજાએ દેશનું નામ બદલીને “ધ કિંગડમ ઓફ ઇસ્વાતિની” રાખી દીધું છે.

image source

ઇસ્વાતિની દેશની કુલ વસ્તી લગભગ 13 લાખ જેટલી છે, પણ આ દેશના 63 ટકા લોકો હજી પણ ગરીબી રેખા નીચે જીવન જીવી રહ્યા છે. પણ સ્વાઝીલેન્ડના રાજા મસ્વાતિ તૃતીય એકદમ વૈભવશાળી જીવન જીવે છે અને એટલું જ નહિ એમની સંપત્તિમાં પણ દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે.

image source

મસ્વાતિ તૃતીયની ગણતરી દુનિયાના સૌથી વધુ ધનિક રાજાઓમાં કરવામાં આવે છે. એમની પાસે 14 અરબથી પણ વધુ સંપત્તિ છે. એટલું જ નહીં મસ્વાતિ તૃતીય 19 રોલ્સ રોયસ, 20 મર્શિડીઝ અને 12 બીએમડબ્લ્યુ અને બીજી ઘણી બધી લક્સરી ગાડીઓના મલિક છે.

image source

આ દેશમાં દર વર્ષે ઓગસ્ટ-સપ્ટેમ્બર મહિનામાં મહારાણીની માતાના શાહી ગામ લુદજીજીનીમાં “ઉમહલાંગા સેરેમની” ફેસ્ટિવલ હોય છે, જેમાં 10 હજારથી વધુ કુંવારી છોકરીઓ અને બાળકીઓ સામેલ થાય છે. આ ફેસ્ટિવલમાં રાજાની સામે આ કુંવારી છોકરીઓ ડાન્સ કરે છે. અમને મળેલા એક રિપોર્ટ અનુસાર,આ જ છોકરીઓમાંથી રાજા પોતાના માટે નવી રાણી પસંદ કરે છે. આશ્ચર્યજનક વાત તો એ છે કે છોકરીઓ કપડાં વગર જ રાજા અને બધી જ પ્રજા સામે નૃત્ય કરે છે.

image source

ઇસ્વાતિનીના રાજા મસ્વાતિ તૃતીયએ વર્ષ 1986ના એપ્રિલ મહિનામાં સત્તા સંભાળી હતી. એ સમયે એમની ઉંમર ફક્ત 18 વર્ષની હતી. એ સમયે એ દુનિયાના સૌથી યુવા શાસક હતા. રાજા મસ્વાતિ તૃતીય અત્યાર સુધી 15 લગ્ન કરી ચુક્યા છે. અને એ લગ્નથી એમને 23 બાળકો છે. જોકે શાહી દરજ્જો ફક્ત એમની પહેલી બે પત્નીઓને જ મળેલો છે.

image source

વર્ષ 2015માં ભારત આફ્રિકા શિખર સંમેલનમાં ભાગ લેવા માટે રાજા મસ્વાતિ તૃતીય ભારત પણ આવી ચુક્યા છે. રાજા મસ્વાતિ તૃતીય પોતાની સાથે 15 પત્નીઓ, બાળકો અને 100 જેટલા નોકરોને લઈને આવ્યા હતા. એમનવ દિલ્હીના એક ફાઈવ સ્ટાર હોટલમાં ઉતારો આપ્યો હતો, જેમાં એમના માટે 200 રૂમ બુક કરવામાં આવ્યા હતા

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત