કોરોના ના કેસ વધતા આ રાજ્યમાં 16 ઓગસ્ટ સુધી લંબાયું લોકડાઉન

કોરોના વાયરસ ને રોકવા માટે દેશમાં શરૂઆતના સમયમાં લોકડાઉન ના અલગ અલગ તબક્કા લાગુ કરવામાં આવ્યા. પરંતુ આર્થિક ગતિવિધિઓને વેગ આપવા માટે જૂન માસથી દેશમાં અનલોક પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. 1 ઓગસ્ટથી દેશમાં અનલોક 3 લાગુ થશે. પરંતુ હજુ પણ દેશના એવા કેટલાક રાજ્યો છે લોકડાઉનને જ ફોલો કરે છે. આમ કરવાનું કારણ છે અહીં સતત વધતા કોરોનાના કેસ.

image source

મહારાષ્ટ્ર પશ્ચિમ બંગાળ સહિત અનેક રાજયોએ કોરોના ના પગલે વધારવાની જાહેરાત કરી છે તેમાં બિહારનો પણ સમાવેશ થાય છે. બિહારમાં નીતીશ કુમારની સરકારે 16 ઓગસ્ટ સુધી લોકડાઉન લંબાવ્યુ છે. આ લોકડાઉન માં કેટલીક છૂટછાટ પણ આપવામાં આવી છે. પરંતુ કેટલીક ગતિવિધિઓ પર સંપૂર્ણપણે રોક છે.

image source

લોકડાઉન દરમ્યાન સામાજિક કાર્યક્રમો, રાજનૈતિક સભા, રમત ગમત કે મનોરંજન સાથે જોડાયેલા કાર્યક્રમો, શૈક્ષણિક કે ધાર્મિક કાર્ય ઉપર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. મહત્વપૂર્ણ છે કે મહારાષ્ટ્ર અને પશ્ચિમ બંગાળમાં પણ લોકડાઉન વધારવાની જાહેરાત કરવામાં આવી છે. મહારાષ્ટ્ર સરકારે તો લોકડાઉન ને 31 ઓગસ્ટ સુધી લંબાવી દીધું છે. મહારાષ્ટ્રમાં 4 લાખથી વધારે કેસ નોંધાયા છે જ્યારે 14 હજારથી વધુ લોકોના મોત થયા છે.

image source

જો કે મહારાષ્ટ્રમાં 5 ઓગસ્ટ થી શોપિંગ કોમ્પ્લેક્ષ ખોલવાની પરવાનગી આપવામાં આવી છે. પરંતુ થિયેટર, ફુડ કોર્ટ અને મોલના અન્ય શો રૂમ બંધ રાખવામાં આવશે. આ સાથે જ બાઈકમાં માત્ર બે જ લોકો અને કારમાં ત્રણ લોકો જ બેસી શકશે. શોપિંગ કોમ્પ્લેક્ષ પણ રાત્રે સાત વાગ્યા સુધી જ ખુલ્લા રહેશે ત્યાર બાદ કર્ફ્યુ યથાવત્ રહેશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત