આ રાજ્યે પેટ્રોલ-ડીઝલના ભાવમાં કર્યો કુલ રૂપિયા 7નો ઘટાડો, આ વિશે કોમેન્ટમાં તમે અમને જણાવો કે શું ગુજરાતમાં પણ પેટ્રોલના ભાવ ઘટશે?

મેઘાલય સરકારે પેટ્રોલ – ડીઝલના ભાવમાં કર્યો મોટો ઘટાડો

મેઘાલય સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં રુ.-5-5 નો ઘટાડો કરીને જનતાને મોટી રાહત આપી છે. મેઘાલયના મુખ્યમંત્રી કોનરાડ કે.સંગમાએ જણાવ્યું કે રાજ્ય સરકારે પેટ્રોલ અને ડીઝલ પરના વેટમાં 5 રુપિયાનો ઘટાડો કરવાનો નિર્ણય કર્યો છે.

image source

શિલોંગ:

દેશમાં ઇંધણના ભાવમાં ભારેખમ વધારા વચ્ચે મેઘાલયથી રાહતના સમાચાર મળી રહ્યા છે. અહીંની રાજ્ય સરકારે અગાઉ ભાવમાં બે રૂપિયા પ્રતિ લીટર ઘટાડો કર્યો હતો. મંગળવારે પેટ્રોલના ભાવમાં 5.40 રૂપિયા અને ડીઝલના ભાવમાં 5.10 રૂપિયા ઘટાડો કરવામાં આવ્યો છે. જિલ્લાઓમાં સ્થાનિક કર પ્રમાણે કિંમતોમાં થોડો ફેરફાર થઈ શકે છે. મુખ્યમંત્રી કોનરાડ કોંગકલ સંગમાએ આ જાહેરાત કરી.

image source

મેઘાલય સરકારે અત્યાર સુધીમાં બે તબક્કામાં કુલ બળતણ ભાવ સાત રૂપિયામાં ઘટાડ્યા છે. આનાથી રાજ્યના લોકોને મોટી રાહત મળશે. રાજ્યના વ્યાપારી વાહનોના માલિકો અને ડ્રાઇવરો મોંઘા બળતણ સામે આંદોલન કરી રહ્યા છે. હવે ભાવ ઘટાડતા આંદોલનનો અંત આવી શકે છે. મુખ્યમંત્રી સંગમાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર બળતણ પરના ટેક્સથી કમાય છે. ભાવ ઘટાડવાથી સરકારમાં આર્થિક અવરોધો આવશે, પરંતુ જનતાને રાહત મળશે.

image source

5 રુપિયાના ઘટાડા બાદ રાજ્યના લોકોને કેટલામાં પેટ્રોલ-ડીઝલ મળશે

મેઘાલયમાં 5 રુપિયાના ઘટાડા પહેલા પ્રતિ લીટર પેટ્રોલનો ભાવ રુપિયા 91.26 અને ડીઝલનો ભાવ રુ. 86.23 હતો. પરંતુ હવે પ્રતિ લીટર પેટ્રોલનો ભાવ રુપિયા 85.86 અને ડીઝલનો ભાવ રુ.79.13 રહેશે. મેઘાલય સરકારે બે તબકકામાં અત્યાર સુધીમાં સાત રૂપિયા સુધીનો ભાવ ઘટાડો કર્યો છે. રાજયમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા સામે ચાલતા આંદોલન પછી સરકાર ઝુકી છે હવે કદાચ આંદોલન ખત્મ થઈ શકે છે.

image source

મુખ્યમંત્રી સાંગ્માએ કહ્યું કે સ્થાનિક ટેકસ ઘટાડાતા રાજય સરકારની આવકને ફટકો પડશે. પરંતુ લોકોને રાહત મળશે. આ પૂર્વે ગત સપ્તાહે ભાવમાં બે રૂપિયાનો ઘટાડો કરાયો હતો. મુખ્યપ્રધાને કહ્યું કે પેટ્રોલ અને ડીઝલ પર રુપિયા 2 ના વળતરના રાજ્ય સરકારના ગત અઠવાડિયાના નિર્ણય પછી પેટ્રોલના ભાવનો કુલ ઘટાડો રુપિયા 7.4 તથા ડીઝલના ભાવનો કુલ ઘટાડો રુપિયા 7.1 રહેશે.

image source

મેઘાલયમાં શા માટે પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટ્યા

રાજ્ય સરકારે પેટ્રોલ અને ડીઝલ પરના વેટને 31.62 ટકાથી ઘટાડીને 20 ટકા કર્યો હોવાથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. પ્રતિ લીટર પરના ડીઝલ પરના વેટને 22.95 ટકાથી ઘટાડીને 12 ટકા કરી દેવાયો છે. મુખ્યપ્રધાને જણાવ્યું નવા ભાવ પેટ્રોલ અને ડીઝલની સ્પર્ધાત્મક કિંમતોને સુનિશ્ચિત કરશે, આસામ સરકાર પણ ગત અઠવાડિયે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 5 રુપિયાનો ઘટાડો જાહેર કરી ચૂકી છે.

image source

પેટ્રોલ-ડીઝલના ભાવ આકાશી ઉંચાઈને આંબી રહ્યા છે ત્યારે કેન્દ્રનાં પૂર્વ પેટ્રોલીયમ સચીવ ેસ.સી.મિશ્રાએ એમ કહ્યું છે કે સરકાર ધારે તો ઈંધણમાં 12 થી 14 રૂપિયા સુધીની મોટી રાહત આપી શકે છે.તેઓએ કહ્યું કે આવકના નવા સ્ત્રોત ઉભા કરવા કેન્દ્ર સરકારે ગત માર્ચ અને મે મહિનામાં બે તબકકે પેટ્રોલમાં રૂા.12 તથા ડીઝલમાં રૂા.14 નો ટેકસ વધાર્યો હતો. હવે આર્થિક પરિસ્થિતિમાં સુધારો છે.

image source

સરકારની ટેકસ વસુલાત વેચવા લાગી છે. આ સંજોગોમાં આમ આદમીને રાહત આપવા માટે સરકારે વધારાનો રૂા.12 થી 14 નો વધારાનો ટેકસ પાછો ખેંચી લેવો જોઈએ.તેઓના કથન પ્રમારે મોટી આવક ઉભી કરવા ઈંધણ પર ટેકસ ઝીંકવાનો રસ્તો સૌથી સરળ છે. કેન્દ્ર અને રાજય સરકાર એમ બન્ને સરકારોને લાગુ પડે છે. ગત માર્ચમાં ક્રુડમાં કડાકો સર્જાયો ત્યારે ટેકસ વધારો અપેક્ષીત હતો. પરંતુ હવે પરિસ્થિતિ સામાન્ય થવા લાગી છે ત્યારે સરકારે વધારાનો ટેકસ પાછો ખેંચવો જોઈએ એટલે આમ આદમીને રાહત મળી શકે.

image source

તેઓએ કહ્યું કે પેટ્રોલ-ડીઝલના પેટ્રોલીયમ રીફાઈનરીઓના ભાવ માત્ર 30-31 જેટલા જ છે. કેન્દ્ર સરકાર પેટ્રોલમાં 33 રૂપિયા તથા ડીઝલમાં 32 રૂપિયાનો ટેકસ વસુલે છે. આ સિવાય પ્રતિ લીટર રૂા.2.50 થી 3.50 નું ડીઝલ કમીશન લાગે છે. વધારામાં રાજય સરકાર 20 થી 25 ટકા જેટલો વેટ ઉઘરાવે છે એટલે રૂા.30 ના પડતર ભાવનાં પેટ્રોલ-ડીઝલ રૂા.90 માં લોકોને મળે છે.

કેરોસીન તથા રાંધણ ગેસ પર ભુતકાળમાં કોઈ ટેકસ ન હતો. રાંધણ ગેસનું ઉત્પાદન પર્યાપ્ત નથી ત્યારે સરકારે ભાવ નિયંત્રણ લાગુ પાડવા જોઈએ બાકી તેને જીએસટીના દાયરામાં લાવવામાં આવે તેવી શક્યતા નથી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!