કોરોનાની બીજી લહેર ઘાતક, હવે ડરવું જરૂરી છે: આ 5 રાજ્યોમાં જતા પહેલા વિચારી લેજો સો વાર, જ્યાં ધડાધડ વધી રહ્યા છે કોરોનાના કેસ

શું કોરોનાની બીજી લહેર સામે લડવા માટે તૈયાર છે ભારત? 5 રાજ્યોમાં 2-3 ગણી નહીં પરંતુ ચાર ગણી ઝડપી કોરોનાની લહેર!

ફેબ્રુઆરીથી ભારતમાં કોરોનાની બીજી લહેરની થઈ છે શરૂઆત

રિપોર્ટમાં કહેવાયું છે કે ફેબ્રુઆરીના મધ્યથી રોજ નવા કેસમાં વધારો થતાં ભારતમાં સંક્રમણની બીજી લહેરની શરૂઆત થઈ છે. પહેલી લહેર અને બીજી લહેરની વચ્ચે 151 દિવસનું અંતર રહ્યું છે જ્યારે અન્ય દેશોમાં આ અંતર ઓછું હતું.

image source

દેશમાં 5 રાજ્યોમાં મહામારીની પહેલી લહેર પાર થઈ ચૂકી છે. બીજી લહેર ચાર ગણી સ્પીડે વધી રહી છે. દેશમાં 5 રાજ્યોમાં મહામારીની પહેલી લહેર પાર થઈ ચૂકી છે

દેશમાં 5 રાજ્યોમાં મહામારીની પહેલી લહેર પાર થઈ ચૂકી છે. મહારાષ્ટ્ર, છત્તીસગઢ, પંજાબ, ગુજરાત અને મધ્ય પ્રદેશમાં સ્થિતિ એવી છે કે જ્યાં પહેલી લહેર ઘણી દૂર રહી ગઈ છે. આંકડાઓ પર ધ્યાન આપીએ તો બીજી લહેરના આંકડા ચાર ગણાથી વધારે છે. આ રાજ્યોમાં ગત વર્ષે પહેલી લહેર દરમિયાન એક દિવસમાં 10થી 20 હજાર સુધી કેસ આવ્યા હતા. પરંતુ આ આંકડા 40થી 50 હજાર સુધી પહોંચી ગયા છે.

વધારે તપાસ કરવા માટે રાજ્યોને નિર્દેશ આપવામાં આવ્યા

image source

સંક્રમણનો ફેલાવો રોકવા માટે વધારેમાં વધારે તપાસ કરવા માટે રાજ્યોને નિર્દેશ આપવામાં આવ્યા છે. તેમ છતાં કોવિડ 19ના તપાસના આંકડામાં ફેરફાર નથી થયો.ગત 21 દિવસોમાં સંક્રમણના દર 2થી વધીને 11 ટકા પાર થઈ ચૂક્યા છે. પરંતુ દરેક દિવસે તપાસની સ્થિતિ લગભગ 10થી 11 લાખની વચ્ચે છે. ગત એક દિવસમાં ફક્ત 8 લાખ સેમ્પલની તપાસ થઈ રહી છે. જેમાં 11. 58 ટકાથી વધારે સંક્રમિત મળ્યા છે. કુલ સક્રિય મામલામાં આ રાજ્યોમાં 75. 88 ટકા ભાગીદારી છે. કોરોનાથી થનારા મોતના મામલાને લઈને વાત કરીએ તો 8 રાજ્યોમાં નવા મોતનું યોગદાન 84.52 ટકા છે.

26માં દિવસે નવા કેસમાં વધારાનો દર 5.89 ટકા

image source

સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યાનુંસાર એક દિવસની સૌથી વધારે વૃદ્ધિ બાદ દેશના કુલ સંક્રમિતોની સંખ્યા 1, 25, 89, 067 પર પહોંચી ગઈ અને અત્યાર સુધી 1, 65, 101 લોકોના જીવ ગયા છે. 1, 16, 82, 136 દર્દી સાજા થઈ ચૂક્યા છે. સતત 26માં દિવસે નવા મામલામાં વધારાને કારણે સંક્રમિત દર્દીઓની સંખ્યા 7, 41, 830 થઈ ગઈ જે કુલ સંક્રમણના 5.89 ટકા છે. જ્યારે રિકવરી દર હજું નીચે જઈને 92. 80 ટકા પર પહોંચી ગયો છે. આ દરમિયાન 52847 દર્દીઓને સ્વસ્થ્ય જાહેર કરવામા આવ્યા છે. આ પહેલા 12 ફેબ્રુઆરીએ દેશનમાં સૌથી ઓછા સક્રિય દર્દીઓની સંખ્યા 1, 35, 926 હતી. જે કુલ સંક્રમણના 1.25 ટકા હતા.

image source

આ સમય ટેસ્ટને વધારવાનો છે

આઈસીએમઆરના મુખ્ય સંક્રમણના રોગ વિશેષજ્ઞ ડો. સમીરન પાંડાનું કહેવું છે કે આ સમય ટેસ્ટને વધારવાનો છે. ગત વર્ષની સરખામણીએ કેસ વધારે સ્પીડથી વધી રહ્યા છે. ગત વર્ષની સરખામણીએ તપાસ વધારવી જોઈએ. દર રોજ 20 લાખ લોકો સુધી પહોંચવા પર સ્ત્રોતને શોધી શકાય છે. 5 રાજ્યોમાં બીજી લહેરમાં આવી ચૂક્યા છે. જ્યારે 6 રાજ્યો આ સ્થિતિમાં આવવાની તૈયારીમાં છે.

એક દિવસમાં 22 લાખથી વધારે સેમ્પલની તપાસ થઈ શકે છે

image source

આઈસીએમઆર અનુસાર હાલ દેશમાં 2442 લેબમાં કોરોનાનો ટેસ્ટ થઈ રહ્યો છે. એક દિવસમાં 22 લાખથી વધારે સેમ્પલની તપાસ થઈ શકે છે. પરંતુ રાજ્યમાં 50 ટકા ક્ષમતાનો ઉપયોગ નથી થઈ રહ્યો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *