Site icon News Gujarat

અર્ચના પુરન સિંહે સુમોના ચક્રવર્તીને લઈને કર્યો મોટો ખુલાસો, કપિલ શર્મા શોનું સસ્પેન્સ થયું ખતમ

લોકપ્રિય કોમેડી શો ધ કપિલ શર્મા ટીવી પર કમબેક માટે તૈયાર છે. અભિનેત્રી સુમોના ચક્રવર્તી લાંબા સમય સુધી આ શોનો ભાગ રહી છે. ધ કપિલ શર્મા શોથી એમને ઘર ઘરમાં ઓળખ મળી છે. પણ હાલમાં જ રિલીઝ થયેલા નવા ટીઝરમાં સુમોના ગાયબ હતી. પ્રોમોમાં એમના ના દેખાવાથી ઘણા બધા અંદાજ લગાવવામાં આવી રહ્યા હતા. કહેવામાં આવી રહ્યું હતું કે એમને શો છોડી દીધો છે. એ દરમિયાન સુમોના ચક્રવર્તીના ફેન્સ માટે એક સારી ખબર છે. એક ઇન્ટરવ્યૂમાં અર્ચના પુરન સિંહે શોને લઈને મોટો ખુલાસો કર્યો છે.

image soucre

અર્ચનાએ કહ્યું કે સુમોના ચક્રવર્તી આ વખતે નવા સીઝનમાં ભુરીના રોલમાં નહીં દેખાય. આ વખતે એમનો રોલ એકદમ અલગ હશે. જેમને લાગી રહ્યું છે કે સુમોના શોનો ભાગ નથી. તો તમે બહુ જલ્દી ચોકી જવાના છો. એમને કહ્યું કે પહેલા દિવસે શૂટિંગનો અનુભવ શાનદાર હતો. આખી ટીમ ઉત્સાહમાં સમયથી પહેલા પહોંચી ગઈ. હું સવારે 7 વાગ્યાથી સેટ પર પહોંચી ગઈ હતી અને સાંજે ઘરે પરત ફરી.

અર્ચના પુરને કહ્યું કે શોમાં આ વખતે કપિલનો પરિવાર મતો દેખાશે. આ વખતે શોમાં સુદેશ લહેરી, કૃષ્ણા અભિષેક, કિકુ શારદા, ભારતી સિંહ અને ચંદન પ્રભાકર દેખાશે.

કપિલ શર્માના શોની નવી સીઝનમાં અજય દેવગન, નોરા ફતેહી અને શરદ કેલકર મહેમાન બનીને પહોંચ્યા. તમને જણાવી દઈએ કે હિટ શો કોમેડી નાઈટ્સ વિથ કપિલની પત્નીના રોલ પછી સુમોના એક બહુ મોટું નામ બની ગઈ છે. કપિલ શર્માની સાથે એમની ઓનસ્ક્રીન મજાક દર્શકોને ખૂબ જ પસંદ આવતો હતો. એમને ધ કપિલ શર્મા શોમાં સાથે કામ કરવાનું ચાલુ રાખ્યું

‘ધ કપિલ શર્મા શો’ની વાત કરીએ તો, અક્ષય કુમાર તેની અપકમિંગ ફિલ્મ ‘બેલ બોટમ’ની ટીમ સાથે પહેલો મહેમાન બનવાનો છે. બાદમાં અજય દેવગણ, નોરા ફતેહી અને સોનાક્ષી સિન્હા ‘ભુજઃ ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયા’ને પ્રમોટ કરવા માટે આવશે. જેનું શૂટિંગ થઈ ગયું છે.

કપિલ શર્માએ હાલમાં જ સોશિયલ મીડિયા પર નવા સેટની તસવીરો શેર કરી હતી. જેમાં સેટનું સંપૂર્ણ મેકઓવર જોવા મળ્યું હતું. તસવીરોમાં સેટ પર એટીએમ, 10 સ્ટાર ઢાબા અને એક ચિલ પેલેસ પણ જોઈ શકાય છે. નવી લાઈટિંગની સાથે સોફા સેટ પણ નવો મૂકવામાં આવ્યો છે.

Exit mobile version