ઓગળી રહી છે હિમનદીઓ, દુનિયાના આ સૌથી ઠંડા પ્રદેશોના તાપમાનમાં પણ થઇ રહ્યો છે બદલાવ

હાલ આપણે વાતાવરણ ધીમે ધીમે ભારે ગરમ થઇ રહ્યું છે અને સવારે 10 વાગ્યાનો તડકો પણ બપોરના ત્રણ વાગ્યા જેવો આકરો થવા લાગ્યો છે. ત્યારે આ તાપમાન ફક્ત આપણા પૂરતું જ ગરમ નથી થઇ રહ્યું પણ દુનિયાના સૌથી ઠંડા પ્રદેશો પૈકી એક એવા આર્કટિક મહાસાગર અને ગ્રીનલેન્ડના અમુક ભાગોમાં આવનારા દિવસોમાં ગરમી વધવાની વાત સામે આવી છે.

image source

તમને થશે કે આ પ્રદેશો તો ઠંડા પ્રદેશો છે ત્યાં વળી ગરમી વધવાની વાત કેવી ? તો જણાવી દઈએ કે આર્કટિક હીટવેવના કારણે સાઇબિરિયાથી લઈને ગ્રીનલેન્ડ સુધી આખા વિસ્તારમાં ગરમીનો પારો ઊંચે ચડી રહ્યો છે. શોધકર્તાઓએ કરેલા સંશોધન મુજબ આગામી દિવસોમાં ખાસ કરીને આર્કટિક વિસ્તારમાં ગરમીની લહેરો આવી શકે છે.

ઉલ્લેખનીય છે કે આર્કટિક જેવા ઠંડા વિસ્તારમાં આ પહેલા વાતાવરણમાં આવો બદલાવ પહેલા ક્યારેય જોવા નથી મળ્યો. વળી, આર્કટિક વિસ્તારમાં વાતાવરણમાં ફેરફારની સીધી અસર રશિયામાં જોવા મળી જ્યાં આ વર્ષે શિયાળામાં પણ ભારે ગરમી અનુભવાઈ હતી.

image source

અમેરિકાની યુએસ નેશનલ ઓશનીક એન્ડ એટમોસ્ફેરિક એડમિનિસ્ટ્રેશન (NOAA) ના નકશામાં સ્પષ્ટ જોઈ શકાય છે કે આખા આર્કટિક વિસ્તારના વાતાવરણમાં 5 ડિગ્રીનો વધારો જોવા મળી રહ્યો છે અને તેની અસર સાઇબીરીયા તથા રશિયાના વિસ્તારોમાં પડી રહી છે.

રશિયાના હવામાન વિભાગના વૈજ્ઞાનિકો દ્વારા બહાર પડાયેલા આ નકશામાં તમે એ પણ જોઈ શકો છો કે વર્ષના શરૂઆતના ચાર મહિનાઓમાં જેટલી ગરમી પડી હતી તેટલી ગરમી વર્ષ 1981 થી લઈને વર્ષ 2010 સુધી એકદમ પડી જ નથી. આર્કટિક હીટવેવના કારણે નકશામાં સાઈબેરિયાને પણ ઘેરા લાલ રંગથી નિર્દેશિત કરવામાં આવ્યું છે જે ત્યાંના તાપમાનમાં પણ વધારો થયો હોવાનું દર્શાવે છે.

image source

રશિયાના હવામાન વિભાગના રોશ હાઈડ્રોમેટ દ્વારા આ વાતને સમર્થન અપાતા જણાવાયું છે કે મુજબ ઉત્તરી સમુદ્રી માર્ગ પર સ્થિત આર્કટિકના કિનારાઓ અને તેની આસપાસના વિસ્તારોમાં 5 ડિગ્રી જેટલું તાપમાન વધ્યું છે. અને તેના કારણે કારા સાગર અને તેની આજુબાજુનો વિસ્તાર સૌથી વધુ પ્રભાવિત છે.

એટલું જ નહિ સાઈબેરિયાની સાથે સાથે ગીડાન, યમાલ અને તેમીર જેવા વિસ્તારોમાં પણ તાપમાન સામાન્યથી 16 ડિગ્રી જેટલું વધ્યું છે અને તેના કારણે અનેક હિમનદીઓના બરફ પણ ઓગળવા લાગ્યા છે. વૈજ્ઞાનિકોના મત મુજબ ક્લાઈમેટ ચેન્જ થવાના કારણે આર્કટિક વિસ્તાર બે ગણી વધુ ઝડપથી ગરમ થઇ રહ્યો છે.

source : amarujala

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત