આ 3 રીતે રોકી શકાય છે કોરોનાની વધતી સ્પિડને, જાણો આ વિશે એમ્સ ડાયરેક્ટર ગુલેરિયાએ શું કહ્યું…

એમ્સ ડાયરેક્ટર ગુલેરિયાએ જણાવી કોરોનાની વધતી સ્પીડને રોકવાની આ 3 રીત!જાણો વિગત, કોરોનાની સ્પીડને કાબુમાં લેવા એમ્સના ડાયરેક્ટર રણદીપ ગુલેરિયાએ 3 ખાસ સૂચનો કર્યા છે. રસીકરણની સ્પીડ વધારવી જોઈએ અને ભીડ પર કાબૂ મેળવવો જોઈએ

દેશભરમાં 24 કલાકમાં 2 લાખથી વધારે કેસ આવ્યા છે. તેવામાં કોરોનાની સ્પીડને કેવી રીતે કાબુમાં લઈ શકાય તેને લઈને એમ્સના ડાયરેક્ટર રણદીપ ગુલેરિયાએ 3 ખાસ સૂચનો કર્યા છે. તેમણે કહ્યું કે સરકારે કેન્ટોનમેન્ટ ઝોન બનાવવા પર ખાસ વાતનું ધ્યાન આપવું જોઈએ. આ ઉપરાંત રસીકરણની સ્પીડ વધારવી જોઈએ અને ભીડ પર કાબૂ મેળવવો જોઈએ.

image source

આપણે વધારે એલર્ટ રહેવાની જરુર હતી – ગુલેરિયા

એક ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં ડો. ગુલેરિયાએ જણાવ્યુ તે આપણે વધારે એલર્ટ રહેવાની જરુર હતી. તેમના જણાવ્યાનુસાર અમને ખબર હતી કે દુનિયાભરમાં કોરોનાના અનેક વેરિએન્ટ આવી રહ્યા છે. તેમણે કહ્યું કે આપણે 3-4 વસ્તુઓનું ધ્યાન રાખવાની જરુર છે. વાયરસના સંક્રમણને ફેલતો અટકાવવા માટે આપણે વધારે અસરગ્રસ્ત વિસ્તારોમાં કેન્ટોનમેન્ટ ઝોન બનાવવાની જરુર છે. આ કડક નિયમ લાગૂ થવા જોઈએ. તેવા વિસ્તારમાં વધારેમાં વધારે ટેસ્ટ થવા જોઈએ. બીજી વસ્તુએ છે કે આપણે ભીડ પર પ્રતિબંધ લગાવવો જોઈએ. ત્રીજુ સૌથી વધારે રસીકરણની સ્પીડ વધારવી જોઈએ.

રેમડેસિવિર ઈન્જેક્શન વધારે અસરદાર નથી

image source

હાલ દેશમાં રેમડેસિવિર ઈન્જેક્શનને લઈને હોબાળો થઈ રહ્યો છે. અનેક શહેરોમાં આની કાળાબજારી થઈ રહ્યાના સમાચાર છે. ડો. ગુલેરિયાનું કહેવું છે કે આ ઈન્જેક્શન લોકોને ફક્ત હોસ્પિટલ જતા રોકી શકશે. પરંતુ આનાથી મોતના દરમાં કોઈ ઘટાડો નહીં આવે. તેમણે કહ્યું રેમેડેસિવીર એક એન્ટી વાયરલ દવા છે. જેનાથી ઈબોલા માટે બનાવવામાં આવ્યા હતા. શરુઆતના દિવસોમાં આ ઈન્જેકેશનથી ચીનમાં કોરોનાના દર્દીમાં કોઈ અસર જોવા નહોંતી મળી. પછીથી જોવા મળ્યું કે થોડી ઘણી અસર થાય છે. આ સમયે અમારી પાસે કોઈ સારી અને અસરદાર એન્ટીવાયરલ ડ્રગ નથી. સાથે અમારી પાસે કોરોનાની કોઈ સારવાર નથી.

કોરોનાનો કહેર

ગત 24 કલાકમાં દેશમાં 2,61,500 નવા મામલા સામે આવ્યા. સાથે 1501 લોકોના મોત થયા છે. મહારાષ્ટ્ર, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, દિલ્હીની સાથે દક્ષિણમાં કર્ણાટક અને કેરળ સુધી મોટી સંખ્યામાં નવા મામલા સામે આવી રહ્યા છે. તેવામાં લોકોને ઘણી સાવધાની રાખવાની જરુર છે.

image source

બીજી લહેર વધારે લાંબી હોઈ શકે છે

શોધમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ફ્લૂની પહેલી લહેર ટુંકા ગાળાની જોવા મળી. પરંતુ આ બાદ લહેર અપેક્ષાથી વધારે લાંબી હોઈ શકે છે. જો કે કોઈ સમયાવધિ અંગે હાલ જણાવવામાં આવ્યું નથી. રિપોર્ટમાં વર્ષ 1857, 1889,1918, 1968, 1977 ના ફ્લૂ અથવા ફ્લૂ જેવી મહામારીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!