ઓનલાઇન ફ્રોડ થાય તો તરત જ કરી લો આ નંબર પર કોલ, બચી જશે તમારી કમાણી, આજે જ મોબાઇલમાં આ નંબર કરી લો સેવ

તમારા બેંક એકાઉન્ટમાંથી ઉપડી જાય પૈસા તો આ નંબર પર કરો કૉલ, તરત જ આવી જશે પરત

આપણે જે તેજી સાથે ઇન્ટરનેટ અપનાવ્યું છે તે જ ઝડપે, દેશમાં પણ ઑનલાઇન ફ્રોડના કેસોમાં વધારો થયો છે. સાયબર અપરાધી અવારનવાર કોઇને તો તેનો શિકાર બનાવતા રહે છે. તેઓ તમામ પ્રકારની જાળ પાથરીને તે લોકોને ફસાવે છે, જેઓ ઇન્ટરનેટની દુનિયા વિશે ઓછુ જાણે છે. લોકોને આકર્ષક ઑફર આપીને સાયબર ઠગ તેમની જાળમાં ફસાવે છે અને લોકોના ખાતામાંથી પૈસા ઉપાડે છે. જો કે, આને રોકવા માટે વહીવટીતંત્રે અનેક પગલા પણ ભર્યા છે. વહીવટ સતત લોકોને સજાગ કરે છે.

image source

ગૃહ મંત્રાલય અને દિલ્હી પોલીસના સાયબર સેલે મળીને આવા ઠગ સાથે વ્યવહાર કરવા માટે એક હેલ્પલાઇન નંબર શરૂ કર્યો છે. ભારતમાં જેટલી ઝડપથી બેન્કિંગ સેવાઓ ઓનલાઇન થઇ રહી છે તેનાથી વધારે ઝડપથી ફ્રોડ થઇ રહ્યાં છે પરંતુ હવે એક નંબર પર ફોન કરવાથી તમારી કમાણી બચાવી શકો છો. ફિશિંગ, હેકિંગ અને ઑનલાઇન ફ્રોડ જેવા કેસ ‘સાયબર ક્રાઇમ’ હેઠળ આવે છે. ગૃહ મંત્રાલય અને દિલ્હી પોલીસની સાયબર સેલ ટીમે 155260 નંબર જારી કર્યો છે. જો તમારી સાથે ઑનલાઇન ફ્રોડ કરવામાં આવે છે, તો આ નંબર પર કૉલ કરો અને તરત જ તેમને જાણ કરો.

રોજ બને છે છેતરપિંડીના કિસ્સા

image source

રોજબરોજ કોઇને કોઇ સાથે ફ્રોડ થતુ રહે છે પરંતુ જાણકારીના અભાવને કારણે લોકો સમય અને યોગ્ય જગ્યા પર પોતાની સાથે થયેલા ફ્રોડની ફરિયાદ નથી કરી શકતા. ઓનલાઇન ફ્રોડને રોકવા માટે હોમ મિનિસ્ટ્રી અને દિલ્હી પોલીસની સાઇબર સેલની ટીમે હાથ મિલાવ્યો છે.

સાયબર ઠગ પર કરાશે સકંજો

સાયબર સેલના ડીસીપી અન્યેશ રાય અનુસાર, કૉલ કર્યાના સાતથી આઠ મિનિટ બાદ તે રકમ જે આઈડીથી બીજા ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી હશે. હેલ્પલાઇનથી તે બેંક અથવા તે સાઇટ્સને મેસેજ પહોંચશે. આ પછી, રકમ હોલ્ડ થઇ જશે.

દિલ્હીમાં લેવાયુ યોગ્ય પગલુ

image source

હોમ મિનિસ્ટ્રી અને દિલ્હી પોલીસની સાયબર સેલે 155260 હેલ્પલાઇન નંબર શરૂ કરી દીધો છે. જો તમે કોઇ પણ પ્રકારના ઓનલાઇન ફ્રોડના શિકાર થાઓ છો તો તરત જ આ હેલ્પલાઇન નંબર પર ફોન કરો. 7 થી 8 મિનીટની અંદર તમારા ખાતામાંથી ઉપડેલા પૈસા જે ખાતામાં ટ્રાંસફર થયા હશે તે રકમ હોલ્ડ પર જતી રહેશે. ઓનલાઇન ફ્રોડની ઘટનાઓને રોકવા માટે ગૃહમંત્રાલયે સાઇબર પોર્ટલ https://cybercrime.gov.in/ અને દિલ્હી પોલીસની સાઇબર સેલે 155260 પાયલટ પ્રોજેક્ટ ગયા નવેમ્બરમાં શરૂઆત કરી હતી પરંતુ હવે તેને સંપૂર્ણ રીતે લોન્ચ કરી દેવામાં આવી છે.

image source

હાલ પૂરતી આ સેવા દિલ્હીમાં છે બાદમાં સમગ્ર ભારતમાં શરૂ થઇ જશે. 55 બેન્ક્સ, ઇ વોલેટ્સ, ઇ કોમર્સ સાઇટ્સ, પેમેન્ટ ગેટવેઝ તેમજ અન્ય સંસ્થાઓ સાથે મળીને આ એક ઇન્ટરકનેક્ટ પ્લેટફોર્મ છે. જેનુ નામ સિટિઝન ફાઇનાન્સિયલ સાઇબર ફ્રોડ રિપોર્ટીંગ સિસ્ટમ છે. આ પ્લેટફોર્મ દ્વારા ખુબ ઓછા સમયમાં ઓનલાઇન ફ્રોડના શિકાર થયેલા લોકોને બચાવી શકાશે. આ હેલ્પલાઇનના માધ્યમથી અત્યાર સુધી 21 લોકોના 3 લાખથી વધુ રૂપિયા બચાવ્યા છે.

image source

આ હેલ્પલાઇન નંબરની 10 લાઇન છે, જેનાથી આ નંબર કોઇને બિઝી ન આવે. જો તમે હેલ્પલાઇન નંબર 155260 પર કોલ કરો છો તો તમારુ નામ, નંબર અને ઘટનાની ટાઇમિંગ પૂછવામાં આવશે. બેઝિક ડિટેઇલ્સ લઇને સંબંધિત પોર્ટલ અને ઇ કોમર્સના ડેશબોર્ડ પર મોકલી દેવામાં આવશે. ફ્રોડના 2 થી 3 કલાક સૌથી મહત્વના હોય છે. જલ્દી બની શકે તેટલુ ફરિયાદ નોંધાવી દેવી જોઇએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત