WhatsApp ગ્રૂપ દ્વારા પણ થઈ શકે છે લૂંટ, જલદી જાણી લો નહિં તો ખાતુ થઇ જશે ખાલીખમ

એક સાથે ઘણા બધા લોકોને જાણ કરવા માટે વ્હોટ્સએપ ગૃપ સારો વિકલ્પ છે. પરંતુ શું તમે એ જાણો છો કે આ ગૃપના માધ્યમથી પણ છેતરપીંડી થઈ શકે છે. હવે જો કે વ્હોટ્સએપ દ્વારા પણ પેમેન્ટ થાય છે એટલે ગ્રૂપમાં કોઈને જોડવા કે કોઈ તમને પૂછ્યા વિના તેના ગ્રૂપમાં એડ કરે તો સાવધાન રહેવું. ગૃહ મંત્રાલયએ પણ આ બાબતે લોકોને માહિતી આપી છે કે તમે પણ આ નવી છેતરપીંડીનો શિકાર થઈ શકો છો.

ગૃહ મંત્રાલયના ટ્વિટર હેન્ડલ પર સાઇબર દોસ્ત પર આ બાબતે માહિતી આપવામાં આવી હતી. સાઇબર દોસ્ત લોકોમાં સાઇબર ક્રાઈમ સંબંધિત જાગૃતિ ફેલાવે છે અને તે અંતર્ગત વ્હોટ્સએપ ગ્રૂપ બાબતે ટ્વિટ કરવામાં આવી હતી જેમાં કહેવાયું હતું કે વોટ્સએપ પર વધુને વધુ સાવચેત રહેવું અને કોઈપણ અજાણ્યા વ્યક્તિ દ્વારા તમને વહાટ્સએપ ગ્રૂપમાં એડ કરવામાં આવે તો તેને પરવાનગી ન આપો. તેમાં અજાણ્યા લોકો તેમના ગ્રૂપમાં તમને એડ ન કરી શકે તે રીત પણ જણાવવામાં આવી હતી.

આ રીતે રહો સુરક્ષિત

આ માટે તમારે વહાટ્સએપના સેટિંગમાં જવું ત્યાં અકાઉન્ટ, પ્રાઇવસી અને ગ્રૂપ લખેલ હશે. અહીં ગ્રૂપ પર સિલેક્ટ કરી માઇ કન્ટેન્ટ પસંદ કરવું. આ કરશો એટલે તમારા કોન્ટેકટ લિસ્ટમાં જે લોકો હશે તે જ તમને ગ્રૂપમાં એડ કરી શકશે અને તમે છેતરપીંડીથી બચી શકશો. જો તમને કોઈ અજાણ્યો વ્યક્તિ તમનર ગ્રૂપમાં એડ કરવા ઈચ્છે તો તેને તમારી પરવાનગી લેવી પડશે એટલે જો તમે ત્યાં ના કહી દો તો એ વ્યક્તિ એડ નહિ કરી શકે.

ફિશિંગનો શિકાર ન બનો

ડિજિટલ ફ્રોડમાં આજકાલ અનેક નવી નવી રીતો સામે આવે રહી છે જેમાં વહાટ્સએપ ગ્રૂપ દ્વારા લૂંટ કરવી પણ શામેલ છે. આવા ગ્રૂપ દ્વારા ફિશિંગ કરવામાં આવે છે અને લોકોની માહિતી ચોરી અકાઉન્ટમાંથી પૈસા ઉપાડી લેવાય છે. ફિશિંગમાં લોકોના પાસવર્ડ, બેંક ડિટેલ અને અન્ય પર્સનલ ડેટા ચોરી થવાનો ભય છે. સોશ્યલ મીડિયા દ્વારા દર વર્ષે ફ્રોડની સંખ્યા વધતી જાય છે જેમાં વહાટ્સએપ પણ એક સોશ્યલ મીડિયા છે.

પોર્નોગ્રાફીક કન્ટેન્ટથી સાવધાન

લોકોને ફસાવવા માટે વહાટ્સએપ ગ્રૂપમાં અશ્લીલ કન્ટેન્ટ મોકલવામાં આવે છે અને તે ગ્રૂપમાં જોડવાની લાલચ આપવામાં આવે છે. કૂતરા જેવી માનસિકતા ધરાવતા લોકો આવા ગ્રૂપમાં જોઈન પણ થઈ જાય છે. ત્યારબાદ તેઓને અમુક વેબસાઈટની લિંક આપવામાં આવે છે જ્યાં છેતરપીંડીની આખી પથારી ગોઠવેલી હોય છે. આ સાઇટ પર જતાં જ તમારી બધી માહિતી લીક થઈ જાય છે. આ કામ વ્હોટ્સએપ ગ્રૂપ દ્વારા કરવામાં આવે છે પણ છેલ્લે વહાટ્સએપ ગ્રૂપનો કોઈ રોલ નથી દેખાતો.

આના પર રોક લગાવવા માટે વહાટ્સએપ લોકોને ગ્રૂપમાં ન જોડાવવા માટે નથી કહી શકતું કારણ કે તેનાથી યુઝર ટ્રસ્ટ ખરાબ થાય છે. કંપની એમ પણ કહે છે કે વહાટ્સએપએ આવા કોમ્યુનિકેશન અને ગ્રૂપ સાથે કોઈ લેવા દેવા નથી કારણ કે ત્યાં એન્ડ ટુ એન્ડ ઇનક્રિપશન છે એટલે તેનો કોઈ રોલ નથી. ત્યારે તમારી સુરક્ષા તમારા હાથમાં જ છે વહાટ્સએપના હાથમાં નથી.

સાવધાન રહો, સુરક્ષિત રહો

સિક્યુરિટી એકસપર્ટના માનવા મુજબ આવી સ્થિતિમાં ફ્રોડથી બચવા માટે એક જ રસ્તો છે અને તે છે સાવધાન રહેવું અને દરેક એક્ટીવીટીને ઓળખવી. પૂછ્યા વિના કોઈ તમને ગ્રૂપમાં એડ કરે અથવા પૂછ્યા વિના ઇનવાઈટ કરે તો સચેત રહો. પહેલા તેની વિશ્વસનીયતા ચકાસો અને બાદમાં જ આગળનું પગલું ભરો.

આ રીતે કરવામાં આવે છે લૂંટ

વ્હોટ્સએપ દ્વારા કરવામાં આવતી વિવિધ પ્રકારની છેતરપીંડીમાં ગ્રૂપ સ્કેમ, ઓટીપી સ્કેમ, ડેટિંગ સ્કેમ, ગોલ્ડ સ્કેમ, લોટરી સ્કેમ અને સ્પેમ સ્કેમનો સમાવેશ થાય છે. વ્હોટ્સએપ ગ્રૂપ સ્કેમ કરવામાં માટે ગુનાહિત માનસિકતા ધરાવતા તત્વો ગ્રૂપ લિંક કે ક્યુઆર કોડ દ્વારા જોઈન કરે છે પછી તેમાં ફ્રોડ મેસેજ, સ્પેમ લિંક, ઓફર, સરકારી લાભ, રોકડ નાણાં ટ્રાન્સફર જેવા દાવાઓ કરે છે.

ફ્રોડ કરનારા પોતાને બેંક અધિકારી, આધાર સેન્ટરના પ્રતિનિધિ, પેટીએમ એજન્સી, અમેઝોન ડિલિવરી ફ્રેન્ચાઇઝી, જીએસટી કેન્દ્રના માણસ તરીકે ઓળખ આપે છે. તેની વાતોમાં આવીને લોકો લિંક પર ક્લિક કરે છે ને પોતાની માહિતી આપી દે છે. અનેક લોકો જલ્દી જલ્દી પેમેન્ટ પણ કરી દે છે અને છેતરપીંડીનો શિકાર થઈ જાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *