આરોગ્ય સેતુ એપ દ્વારા ઘરે બેઠા બેઠા જ કરાવી શકશો તમારા ટેસ્ટ અને આપી શકશો દવાના ઓર્ડર

હવે સરકારક તરફથી ઘરે બેઠા બેઠા મળશે વિડિયો કોલિંગ દ્વારા ડોક્ટરની સલાહ

image source

આરોગ્ય સેતુ એપ દ્વારા ઘરે બેઠા બેઠા જ કરાવી શકશો તમારા ટેસ્ટ અને આપી શકશો દવાના ઓર્ડર

ભારત સરકારક દ્વારા કોરોના સંક્રમિતો પર નજર રાખવા તેમજ કોરોના વાયરસ બાબતે લોકોને જાણકારી આપવા હેતુથી આરોગ્ય સેતુ એપ બનાવવામાં આવી છે જેને ખાનગી કંપનીઓના કર્મચારીઓ માટે ડાઉનલોડ કરવી ફરજીયાત બનાવવામાં આવ્યા બાદ હવે કેન્દ્ર સરકાર તેમાં અનેક નવા ફીચર્સ ઉમેરી રહી છે.

અને માટે જ હવે આરોગ્ય સેતુ એપ દ્વારા તમે ડોક્ટર સાથે વિડિયો કોલિંગ કરીને સલાહ મેળવી શકશો. માત્ર તેટલું જ નહીં પણ તે દ્વારા તમે ઘરે બેઠા જ તમારા હેલ્થ ટેસ્ટ પણ કરાવી શકશો અને સાથે સાથે ઘરે બેઠા બેઠા દવાઓ પણ મેળવી શકશો.

ચાલો જાણીએ આરોગ્ય સેતુના નવા ફીચર્સ વિષે

image source

– ઘરે બેઠા બેઠા ફોન કે વિડિયો કોલિંગની મદદથી ડોક્ટરની સલાહ મળશે

– ઘરે બેઠા જ હેલ્થ ટેસ્ટનું બુકિંગ પણ કરાવી શકશો.

– દવાઓના ઓર્ડર પણ તમે ઘરે બેઠા આપી શકશો.

– 200 ઉપરાંત ડોક્ટર્સે આરોગ્ય સેતુને સાથ આપવા માટે નોંધણી કરાવી છે.

– હજુ વધારે ડોક્ટરો જોડાવાની તૈયારી

આ રીતે કામ કરે છે આરોગ્ય સેતુ એપ

image source

આરોગ્ય સેતુ એપ એક ટ્રેકિંગ એપ છે. તે એપમાં GPS સીસ્ટમ અને બ્લૂટુથ દ્વારા કોરોના વાયરસના સંક્રમણ સાથે જોડાયેલા મામલાઓની જાણકારી મેળવી શકાય છે.

આ એપ એન્ડ્રોઇડ અને આઈફોન બન્ને માટે બનાવવામાં આવી છે. એપ યુઝરના ફોનનું બ્લૂટૂથ, લોકેશન અને મોબાઈલ નંબરનો ઉપયોગ કરીને એ ટ્રેક કરવમાં આવે છે કે તે કોઈ COVID-19 પોઝિટિવ વ્યક્તિના સંપર્કમાં આવ્યો છે કે નહીં. આ એપમાં કોરોનાના હેલ્પ સેંટર અને સેલ્ફ અસેસમેન્ટ ટેસ્ટ જેવા ઓપ્શન પણ હાજર છે.

આ ઉપરાંત તેમાં એક ચેટબોક્ષ પણ સમાવિષ્ઠ છે જે કોરોના વાયરસ પરના તમારા પ્રશ્નોના જવાબ આપે છે અને એ નક્કી કરે છે કે તમારામાં કોઈ સંક્રમણના લક્ષણ છે કે નહીં. આ ઉપરાંત તેમાં ભારતના દરેક રાજ્યનો હેલ્પલાઇન નંબર પણ આપવામાં આવ્યો છે.

image source

ઘણા બધા જિલ્લાઓ દ્વારા પોતાને ત્યાં આરોગ્ય સેતુ એપ ફરજિયાત બનાવવામાં આવી છે. નોઈડાએ આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવાનું સુચન કર્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે જલદી જ એપ દ્વારા ઈ-પાસની પણ સેવા શરૂ કરવામાં આવશે. લોકડાઉન દરમિયાન બહાર નીકળવા માટે ઇ પાસનો ઉપયોગ કરી શકાય છે.

તમારે ક્યાંય બહાર જતાં પહેલાં આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવી જ પડશે, આ ઉપરાંત એરોપ્લેન કે પછી રેલ્વેની મુસાફરી માટે પણ તમારે આ એપ્લીકેશન ડાઉનલોડ કરોવાની રહેશે. તમને જણાવી દઈએ કે અત્યાર સુધીમા આરોગ્ય સેતુ એપ કોરોડો લોકો દ્વારા ડાઉનલોડ કરવામાં આવી છે. નીતિ આયોગના સીઈઓ અમિતાભ કાંતે તે વિષે જણાવ્યું હતું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત