કેરળમાં ગર્ભવતી હાથણીને ફટાકડા ખવડાવીને મારી નાખવાના મામલે એક આરોપીની ધરપકડ, થશે કડક કાર્યવાહી
કેરળના વનમંત્રીના રાજુએ પલક્કડમાં ગર્ભવતી હાથણીની હત્યા બાબતે તપાસ કરવા માટે ત્રણ ટીમની નિયુક્તિ કરવામાં આવી છે. પોલીસ પણ આ બાબતે પોતાની તપાસ કરી રહી છે. તેમણે કહ્યું છે કે, આ બાબતમાં સખ્ત કાર્યવાહી કરવામાં આવશે.
જેથી આવી ઘટના ફરીથી ક્યારેય થાય નહી. ગર્ભવતી હાથણીના મૃત્યુની બાબતમાં એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જયારે અન્ય કેટલીક વ્યક્તિઓને આ મામલાને સંબંધિત પુછપરછ ચાલી રહી છે.

કેરળના વનમંત્રી કે. રાજુ ગર્ભવતી હાથણીના મામલા વિષે જાણકારી આપતા જણાવે છે કે કેરળના પલક્કડમાં ગર્ભવતી હાથણીના મૃત્યુના બાબતમાં એક આરોપીને ધરપકડ કરી લેવામાં આવી છે. આની પહેલા ગર્ભવતી હાથણીના મૃત્યુના બાબતમાં ત્રણ શંકાસ્પદ વ્યક્તિઓની પુછપરછ કરવામાં આવી રહી છે.
શું છે પૂરી ઘટના ?
આ ઘટનાએ આખા દેશને હચમચાવીને રાખી દીધો છે. કેરળના સાઈલેન્ટ વેલી નેશનલ પાર્કમાં એક ગર્ભવતી હાથણીને કેટલાક લોકોએ ફટાકડાથી ભરેલ અનાનાસ ખવડાવી દીધું હતું. હાથણીએ આ અનાનાસને ખાવાનું શરુ કરતા જ તેમાં એક વિસ્ફોટ થયો અને હાથણીનું મુખ ખુબ જ ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થઈ ગયું હતું. એક અઠવાડિયા પછી ૨૭ મે, ૨૦૨૦ના પલક્કડની વેલ્લીયાર નદીમાં હાથણીનું મૃત્યુ થઈ ગઈ હતી. હાથણીના મૃત્યુ થઈ ગયા પછી જયારે પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું ત્યારે પોસ્ટમોર્ટમ રીપોર્ટમાં ખબર પડે છે કે, આ હાથણી ગર્ભવતી હતી.
ગર્ભવતી હાથણીના મૃત્યુનો મામલો સામે આવતા જ લોકોમાં રોષ ફેલાઈ ગયો છે. ફક્ત કેરળમાંથી જ નહી આખા દેશમાંથી અવાજ ઉઠી રહી છે કે, ગર્ભવતી હાથણીના ગુનેગારોને સખ્ત સજા આપવામાં આપવામાં આવે એવી માંગ કરવામાં આવી રહી છે. કેરળ સરકારએ તપાસ માટે વન વિભાગની તપાસ કરવા માટે ખાસ તપાસ ટીમને સંગઠિત કરવામાં આવી છે. આ બાબત સામે આવ્યા પછી કેરળના વન વિભાગએ ટ્વીટ કરીને કહ્યું છે કે, કેટલાક શંકાસ્પદ વ્યક્તિઓની પુછપરછ કરવામાં આવી રહી છે.
કેરળના મખ્યમંત્રીએ કહ્યું છે કે, કોઈ પણ પરિસ્થિતિમાં આરોપીઓને સજા થશે.

હાલમાં આખા દેશમાં આ ઘટનાની નિંદા કરવામાં આવી રહી છે અને લોકોના ગુસ્સાની વચ્ચે કેરળના મુખ્યમંત્રી પી. વિજયનએ બુધવારના રોજ કહ્યું હતું કે, કોઝિકોડથી વન્યજીવ અપરાધ તપાસ ડલને આ બાબતની શોધખોળની જવાબદારી આપવામાં આવી છે. તેમને આ વિશ્વાસ અપાવ્યો છે કે આરોપીઓને કોઇપણ પરિસ્થિતિમાં સજા કરવામાં આવશે.
ડૂબવાથી થઈ મૃત્યુ.!

જો કે, આ બાબતમાં હાથણીના પોસ્ટમોર્ટમની પ્રાથમિક રીપોર્ટ મુજબ, નદીમાં ડૂબવાથી અને વધારે પાણી શરીરમાં જવાના કારણે હાથણીના ફેફસાએ કામ કરવાનું બંધ કરી દીધું હતું. પોસ્ટમોર્ટમ રીપોર્ટમાં આ વાતની પુષ્ટિ કરવામાં આવી છે કે, મુખમાં વિસ્ફોટ થવાના કારણે હાથણીનું મુખ ક્ષતિગ્રસ્ત થઈ ગયું હતું. અત્યંત અસહનીય દર્દ થવાના કારણે આ હાથણી કઈપણ ખાવાપીવા માટે સમર્થ રહી નહી. શરીરમાં અત્યંત વધારે નબળાઈ આવી જવાના કારણે હાથણી નદીમાં ચાલી જાય છે અને ત્યાં નદીમાં જ ડૂબી જવાથી હાથણી અને તેના ગર્ભસ્થ શિશુની મૃત્યુ થઈ જાય છે.
Source : jagran
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત