સક્કરબાગમાં વિદેશી પક્ષીની સંખ્યા વધે તે માટે કરાઈ વ્યવસ્થા, વિદેશી પક્ષીના ઈંડાનો કૃત્રિમ રીતે શરુ કર્યો ઉછેર

તમે એ વાતથી તો વાકેફ હશો જ કે પ્રાણીઓ માટે પણ એક્સચેન્જ પ્રોગ્રામ થાય છે. આ પ્રોગ્રામ અંતર્ગત સાસણના સિંહ સહિત અન્ય પ્રાણીઓ અને પક્ષીઓ અન્ય રાજ્ય કે દેશમાં મોકલવામાં આવે છે. આ જ રીતે વિદેશની ખાસ પ્રજાતિના પ્રાણી અને પક્ષીઓને ભારત લાવવામાં આવે છે.

image source

આવા જ એક્સચેન્જ પ્રોગ્રામ અંતર્ગ સૌરાષ્ટ્રના જૂનાગઢ ખાતે આવેલા સક્કરબાગ ઝૂમાં દેશના વિવિધ રાજ્યોના અને વિદેશના વિવિધ પ્રજાતિના પ્રાણી અને પક્ષીઓ રાખવામાં આવ્યા છે અને જેને નિહાળી લોકો આનંદ માણતા જોવા મળે છે.

image source

સક્કરબાગ ઝૂમાં વિવિધ પ્રજાતિના 600થી વધુ પક્ષીઓ રાખવામાં આવ્યા છે. જો કે સક્કરબાગ ઝૂમાં જે વિદેશી પક્ષીઓ છે તે ઈંડા તો આપે છે પણ તેનો ઉછેર કરતા નથી. જેથી આ પ્રજાતિના પક્ષીઓની સંખ્યા વધતી નથી. આ સમસ્યાને દૂર કરવા માટે સક્કરબાગ ખાતે બ્રિડીંગ સેન્ટરમાં ઈંડાનો કૃત્રિમ રીતે ઉછેર થાય તેવી વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે.

image source

કૃત્રિમ રીતે ઈંડાનો ઉછેર કરવા માટે સક્કરબાગમાં ઈન્ક્યુબેટર બનાવવામાં આવ્યું છે. આ મશીનમાં ઈંડા મુકી દેવામાં આવે છે અને ઈંડાને જરૂરી હોય તેટલું ટેમ્પરેચર મળતું રહે છે. આ કારણે જે કુદરતી રીતે ઈંડામાં બચ્ચા વિકસિત થાય છે તેમ આમાં પણ થાય છે અને સમયસર બચ્ચાં ઈંડામાંથી બહાર આવે છે.

આ અંગે ઝૂમાં ફરજ બજાવતા ડો કડીવારનું કહેવું છે કે વિદેશી પક્ષી જેવા કે સિલ્વર ફિઝન્ટ, ગોલ્ડ ફિઝન્ટ, લેડીયામ ફિઝન્ટ, રેડ ફાઉન્ડ અને ગીધ ઈંડા તો આપે છે પરંતુ તેના ઉછેર માટે જરૂરી સમય સુધી તેના પર બેસતા નથી. આ કારણે ઈંડામાંથી બચ્ચા જન્મ લેતા ન હતા. તેથી આ કૃત્રિમ બ્રિડીંગ સેન્ટર શરુ કરવામાં આવ્યું છે.

image source

હાલ સક્કરબાગ ઝૂમાં 30 ફિઝન્ટ, 35 રેડ ફાઉન્ડ અને 50 ગીધ છે. તેમના જણાવ્યાનુસાર ફિઝન્ટ પક્ષી વર્ષ દરમિયાન 10 જેટલાક ઈંડા આપે છે અને તેના ઈંડામાંથી 28 દિવસે બચ્ચું નીકળે છે. જ્યારે ગીધ વર્ષમાં 1 જ ઈંડુ આપે છે અને તેમાંથી બચ્ચું 52 દિવસે બહાર આવે છે. જોકે હવે સક્કરબાગ ખાતે આ કૃત્રિમ રીતે બચ્ચાને શેકવાની વ્યવસ્થા થવાથી આ પ્રજાતિના પક્ષીઓની સંખ્યા ઉત્તરોત્તર વધતી રહેશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત