જોઇ લો આ તસવીરો, જે લકવાગ્રસ્ત યુવતીએ દોરી છે તેના પગથી..

લકવાગ્રસ્ત આ યુવતિની ચિત્રકારી પર તમે સો ટકા થઈ જશો ફિદા – જુઓ તેની અદ્ભુત ચિત્રકલા

85 % લકવાગ્રસ્ત યુવતિએ પોતાના પગથી દોરી છે અદ્ભુત તસ્વીરો – એક વાર તો તમારે જોવી જ જોઈએ તેની સુંદર કલાકૃતિને – તેના જુસ્સાને તમે પણ બીરદાવશો

image source

આખા જગમાં એક બિલિયન જેટલા લોકો વિવિધ રીતે વિકલાંગતા ભોગવી રહ્યા છે, પણ તેઓ આ શબ્દનું પ્રતિનિધિત્વ જરા પણ નથી કરતા પણ ફાતેમા હમામી નસરાબદી એક એવી વિકલાંગ યુવતિ છે કે જેણીનું પોતાનું શરીર 85 ટકા લકવાગ્રસ્ત છે અને તેમ છતાં તેણી પોતાના માત્ર એક પગ દ્વારા અદ્ભુત ચિત્રકૃતિઓ દોરી જાણે છે.

આ 31 વર્ષિય પ્રેરણાત્મક ઇરાનિયન યુવતિ પોતાની અપંગતા છતાં અદ્ભુત કૃત્યો કરવાને સક્ષમ છે અને તેણી આમ કરીને દર્શાવી રહી છે કે કોઈ પણ બિમારી કે કોઈ પણ સ્થિતિ તમારા જીવનને સંપૂર્ણ રીતે જીવવા પર મર્યાદા નથી બાંધી શકતી અને તમે તમારા સ્વપ્ન સાકાર કરી શકો છો. તો ચાલો જોઈએ તેની સુંદર ચિત્રકૃતિઓ.

image source

તેણી ફૂટબોલની ડાયહાર્ડ ફેન છે, ફાતેમાએ વિશ્વ વિખ્યાત ફૂટબોલ પ્લેયર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોની સુંદર તસ્વીર દોરી છે અને તેની આ કૃતિએ ઘણા લોકોનું ધ્યાન તેના તરફ ખેંચ્યું હતું. ફાતેમાને લીઓનેલ મેસિ, ઇરાનિયન સ્ટાર અલી દાએઈ ઉપરાંત તેણે વિશ્વની ઘણી બધી જાણીતી હસ્તીઓની તસ્વીરો દોરી છે. આ ઉપરાંત તેણીએ પ્રાણીઓની પણ કેટલીક સુંદર તસ્વીરો દોરી છે. તેની આ આવડતના કારણે આજે તેણીના ઇન્સ્ટાગ્રામ પેજ પર 96 હજાર ફોલોઅર્સ છે.

image source

ફાતેમાં માને છે કે તેણીને પોર્ટ્રેઇટ્સ દોરવા ખૂબ પસંદ છે. ઘણીવાર તે પોતાના પોર્ટ્રેઇટ્સ માત્ર કલર પેન્સીલથી જ દોરવાનું પસંદ કરે છે, ફાતેમાએ પોર્ટ્રેચરની કળામાં પોતાની જાતને વર્ષોની મહેનતથી પાવરધી બનાવી છે. તેણીને તેના માટે બે શિક્ષકોએ પણ મદદ કરી છે. તેણી એક વાર્તાલાપમાં જણાવે છે, ‘મને ચહેરા દોરવા ખૂબ પસંદ છે, જ્યારે મારે પોર્ટ્રેઇટ દોરવું હોય છે ત્યારે હું કર્વ સાથે શરૂઆત કરું છું. અને શરૂઆતમાં માણસના ચહેરાને રાઉન્ડ શેઇપ આપું છું. આ ફેસ પેઇન્ટીંગનો એક નીયમ છે. ’

image source

ફાતેમાં પોતાની પેઇઅન્ટીંગની ટેક્નિક પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કરતી રહે છે અને બીજા લોકોને પણ પોતાની અદ્ભુત કળા, ધીરજ અને સમર્પિતતાથી પ્રભાવિત કરતી રહે છે અને પ્રેરણા આપતી રહે છે. તેણીનું સ્મિત પણ ખૂબ મોહક છે. તેણી પોતાની મુશ્કેલીઓ વિષે જણાવતા કહે છે, ‘મારા માટે સૌથી મોટો પડકાર છે મારી 85 ટકા ડીસએબિલિટી અને તેના કારણે મને પેઇન્ટીંગ કરવામં ખૂબ મુશ્કેલી પડે છે. હું માત્ર મારા એક પગથી જ કામ કરી શકું છું.’

image source

ફાતેમાંનો જન્મ જોડિયા બાળક તરીકે થયો હતો. તેણીને જન્મ વખતે ઓક્સિજનની કમી પડી હતી, અને તેના કારણે તેણીની આ સ્થિતિ થઈ છે. પોતાના જીવનમાં ઉભેલા અગણિત અવરોધોને પાર કરતાં તેણીએ મોટા મોટા સ્વપ્નો જોવાનું શીખ્યું છે અને તેને વાસ્તવિકતામાં ફેરવા અપાર પરિશ્રમ કર્યો છે. ફાતિમા ઇરાનીયન આર્ટનો એક તેજસ્વી તારલો ગણાય છે અને તેણીના કામનું પ્રદર્શન સમગ્ર તેહરાનમાં કરવામાં આવે છે. ફાતેમા ચિત્રો દોરવાની સાથે સાથે લખે પણ છે અને તેણીના ત્રણ પુસ્તકો પણ પબ્લીશ થઈ ચુક્યા છે.

image source

તેણી પોતાની ચિત્રકારી પ્રત્યેની લગન વિષે જણાવે છે, ‘હું ખૂબ નાની હતી ત્યારથી જ મને પેઇન્ટીંગ તેમજ ડ્રોઈંગમાં ખૂબ રસ હતો અને અહીં સુધી પોહંચવા માટે મારે ખૂબ મહેનત કરવી પડી છે ! હું ખૂબ ખુશ છું અને આભારી છું કે મારા પ્રયાસો ફળ્યા છે અને હવે હું ખુશ છું કે હું હતાશ ન થઈ.’

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત