સુરતના કાર્વિંગ આર્ટીસ્ટે ખાસ રીતે ઉજવ્યો યોગ દિવસ, પીપળાના પાન પર કોતર્યા સૂર્ય નમસ્કાર

આજે વિશ્વ યોગ દિવસની ઉજવણી દેશભરમાં થઈ રહી છે પરંતુ આ વર્ષે કોરોનાના કારણે યોગ દિવસ પણ લોકો ઘરમાં જ મનાવી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીની શરુઆત 21 જૂન 2015ના રોજ થઈ હતી.

image source

ત્યારબાદથી દર વર્ષે આ દિવસની ઉજવણી આંતરરાષ્ટ્રીય સ્તરે પણ થાય છે. આ સિવાય ભારતમાં પણ દરેક રાજ્યમાં લોકો યોગ દિવસે અલગ અલગ કાર્યક્રમો કરી આ દિવસનો સંદેશ આપે છે. જો કે આ વર્ષે લોકો કોરોનાના કારણે સામાજિક સ્તરે એકત્ર થઈ શકે તેમ નથી તેથી તેઓ પોતાની રીતે આ દિવસની ઉજવણી કરી રહ્યા છે.

કોરોનાના કારણે આ વર્ષે યોગ દિવસની થીમ ઘરમાં રહીને યોગ કરવાની છે. આ દિવસની ઉજવણી ગુજરાતમાં પણ ખાસ રીતે થઈ રહી છે. રાજ્યના સુરત શહેરના એક કલાકારે તેની કલાના માધ્યમથી યોગ દિવસનો ખાસ સંદેશ આપ્યો છે.

image source

સુરતના આ કલાકાર છે ડિંપલભાઈ જરીવાલા. તેઓ કાર્વિંગ આર્ટીસ્ટ છે. તેમણે ઘરમાં જ રહીને પોતાની કલા થકી યોગના મહત્વને ખાસ રીતે ઉજાગર કર્યું છે. ડિંપલભાઈએ કાર્વિંગ આર્ટની મદદથી પીપળાના પાન પર સૂર્યનમસ્કારના દરેક સ્ટેપને આબેહૂબ કોતર્યાં છે.

image source

ડિંપલભાઈ સુરતના રામપુરા મેઈન રોડ પર રહે છે. આ વર્ષે કોરોનાના કારણે લોકોને ઘરમાં જ યોગ કરી આ દિવસની ઉજવણી કરવા અનુરોધ કરવામાં આવ્યો છે તેથી તેમણે પણ નક્કી કર્યું કે યોગ દિવસને અનોખી રીતે ઉજવીએ. આ કામ માટે તેમણે પીપળાનું પાન પસંદ કર્યું અને આ પાનમાં કાર્વિંગ કરીને સૂર્ય નમસ્કારના 12 સ્ટેપ તૈયાર કર્યા છે. 12 સ્ટેપને પીપળાના પાનમાં કોતરતા થોડી જ કલાકો થઈ અને ત્યારબાદ તૈયાર થયા સરસ મજાના કાર્વિંગ સૂર્યનમસ્કાર. તેમણે જણાવ્યાનુસાર આ એક પાન પર એક સ્ટેપ કરતાં 20થી 25 મિનિટનો સમય લાગે છે.

image source

પીપળાનું જ પાન પસંદ કરવાનું કારણ જણાવતાં ડિંપલભઆઈએ કહ્યું હતું કે, વૈદિક પરંપરા પ્રમાણે યોગ સદીઓ જૂનો અને ભારતની જ તે દેન છે. જ્યારે ભગવાન શ્રીકૃષ્ણએ ગીતામાં કહ્યું હતું કે, વૃક્ષોમાં તે પીપળો છે તેથી આપણે પીપળાના વૃક્ષને પવિત્ર માનીએ છીએ. આ બંને કારણોના લીધે તેમણે યોગ અને પીપળાની પવિત્રતાનો સંયોગ કરવાનું વિચાર્યું અને આ નમૂનો તૈયાર કર્યો. સૂર્ય નમસ્કાર કરવાથી શરીર રોગમુક્ત રહે છે. જે આજના સમયની માંગ પણ છે.

image source

જણાવી દઈએ કે ડિંપલ જરીવાલાએ તેની આ કલાના કારણે ઈન્ડિયા રેકોર્ડ બુકમાં સ્થાન પણ મેળવ્યું છે. તેમણે સૌથી નાના શૂઝ, સ્લીપર, સેન્ડલ, સૌથી નાના ડેસ્ક ટોપ કેલેન્ડર, સૌથી નાનો શર્ટ, સૌથી નાનું ટી શર્ટ, સૌથી નાનું ટી પોટ જેવી અનેક વસ્તુઓ બનાવી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત