કંઇક આવી જીંદગી જીવી રહ્યા છે ‘રામાયણ’ના રાવણ, વાંચીને તમને પણ લાગશે નવાઇ

રામાયણ સિરિયલનો એ ખતરનાક રાવણ, જુઓ આજે તેનું જીવન આ રીતે વીતાવી રહ્યો છે.

image source

કોરોના વાયરસ ને કારણે લોકડાઉન થતા આ દરમ્યાન રામાનંદ સાગરની પ્રખ્યાત સીરિયલ રામાયણ ખૂબ ધૂમ મચાવી રહી છે. પ્રેક્ષકો આ સિરિયલ માટે આજે પણ એટલા જ ઉત્સાહિત છે જેટલા તે સમયે 90 ના દાયકામાં હતા. તેમજ, આ સિરીયલ ફરીથી દૂરદર્શન પર શરૂ થઈ ત્યારથી, આ સિરિયલના બધા પાત્રો પણ ચર્ચામાં આવવા લાગ્યા છે. આ સીરીયલના તમામ પાત્રોને સાચા માનીને લોકોએ તેમની પૂજા કરતા હતા અને રાવણને ધિક્કારતા હતા. પરંતુ શું તમે જાણો છો કે આજકાલ આ સિરિયલમાં રાવણની ભૂમિકા ભજવનાર અભિનેતા અરવિંદ ત્રિવેદી ક્યાં છે અને શું કરી રહ્યા છે?

image source

90 ના દાયકામાં, જ્યારે પણ રામાયણમાં રાવણનો અવાજ સંભળાતો ત્યારે લોકો ફક્ત તેના પર ગુસ્સે જ થતા હતા.બધાનું માનવું છે કે રાવણનું પાત્ર અરવિંદ ત્રિવેદી કરતાં કોઈ સારુ કરી શકે જ નહીં. પરંતુ શું તમે જાણો છો કે અરવિંદ ત્રિવેદી આ પાત્ર ભજવવા માંગતા ન હતા. ઘણા સમય પહેલા અરવિંદ ત્રિવેદીએ પોતાના એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, જ્યારે તેમને રામાનંદ સાગરની રામાયણ સીરિયલ વિશે ખબર પડી ત્યારે તેઓ તેમને કેવટનું પાત્ર ભજવવા માટે કહેવા ગયા હતા, પરંતુ અરવિંદ ત્રિવેદીને જોઈને રામાનંદ સાગરને તેમને સ્ક્રીપ્ટ જ પકડાવી દીધી હતી.

image source

જે વાંચ્યા પછી અરવિંદ ત્રિવેદી કોઈ જવાબ આપ્યા વિના જ ત્યાંથી ચાલવા લાગ્યા હતા. રામાનંદ સાગરે ખબર નહિ અરવિંદ ત્રિવેદીમાં શું જોયું કે, તેમણે અરવિંદ ત્રિવેદીને રોકીને કહ્યું કે આપણને આપણો રાવણ, લંકેશ મળી ગયો છે. આ સાંભળીને અરવિંદ ત્રિવેદીને એકદમ આશ્ચર્ય થયું હતું. આશ્ચર્યમાં તેમણે રામાનંદ સાગરને કહ્યું કે પણ હું તો હજી કાંઈ બોલ્યો જ નથી. અરવિંદ ત્રિવેદીની આ વાત સાંભળીને તેમણે કહ્યું કે, હું તમારી વર્તણુક જોઈને જ સમજી ગયો હતો કે તમે જ રાવણ બની શકો એમ છો. આ રીતે અરવિંદ ત્રિવેદીને રાવણનું અમર પાત્ર મળ્યું હતું.

image source

આની સાથે તમને એ જાણીને પણ આશ્ચર્ય થશે કે, રામાયણમાં રાવણનું પાત્ર ભજવનાર અરવિંદ ત્રિવેદી વાસ્તવિક જીવનમાં રામજીના પરમ ભક્ત છે. તમને એ પણ જણાવી દઈએ કે, અરવિંદ ત્રિવેદી ઉર્ફે રાવણ મૂળરૂપે મધ્યપ્રદેશના રહેવાસી છે. તેમણે પોતાની કરિયરની શરૂઆત ફિલ્મોથી કરી હતી. તેમની પહેલી ફિલ્મનું નામ પરાયા ધન હતું. હિન્દી ફિલ્મોની સાથે સાથે તેમણે અનેક ગુજરાતી ફિલ્મોમાં પણ અભિનય કર્યો હતો.

image source

તમને જાણીને આશ્ચર્ય થશે કે, અરવિંદ ત્રિવેદીએ 300 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. આટલી બધી ફિલ્મોમાં કામ કર્યા પછી પણ આખું ભારત તેમને રાવણના નામથી જ જાણે છે. અરવિંદને તેની ગુજરાતી ફિલ્મોમાં ઘણા એવોર્ડ મળ્યા છે અને આ માટે ગુજરાત સરકાર દ્વારા તેમનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત અરવિંદ ત્રિવેદીએ 1991 માં ભાજપની ટિકિટ પર ગુજરાતની સાબરકાંઠા લોકસભા બેઠક પરથી ચૂંટણી લડી હતી અને જીત પણ મેળવી હતી.

image source

હમણાં વધતી ઉંમરને કારણે તેઓ ચાલવા ઉઠવામાં અસમર્થ છે, તેઓ હવે 81 વર્ષના થયા છે. આથી જ તેમની તબિયત ખરાબ રહે છે. આ દિવસોમાં, તે પોતાનો મોટાભાગનો સમય રામના નામનો જાપ કરવામાં જ વિતાવી રહ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત