250થી વધારે ફિલ્મોમાં કામ કરનાર ગુજરાતી સિનેમાના પીઢ અભિનેતા અરવિંદ રાઠોડનું નિધન, શોકનો માહોલ

ગુજરાતી સિનેમાને આજે ફરી એક મોટી ખોટ પડી છે. કારણ કે દિગ્ગજ એક્ટર અરવિંદ રાઠોડનું 80 વર્ષની ઉંમરે નિધન થયું છે. અરવિંદ રાઠોડ ફોટોજર્નલિસ્ટમાંથી એક્ટર બન્યા હતા. તેમણે ગુજરાતી તથા હિંદી બંને ફિલ્મમાં કામ કર્યું છે. આજે સમાચાર સામે આવ્યા હતા કે ગુજરાતી રંગભૂમિના જાણીતા કલાકાર હવે આ દુનિયામાં નથી રહ્યાં.

ગુજરાતી ફિલ્મના કલાકારનું મોત થતાં ગુજરાતી ફિલ્મ ઈન્ડરસ્ટ્રીઝમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. અરવિંદ રાઠોડે ગુજરાતના અનેક નાટ્યમંચ, ચલચિત્રમાં અભિનય કર્યો છે. અરવિંદ રાઠોડના પિતા દરજી કામ કરતા હોવાની પણ માહિતી મળી રહી છે. જોકે, તેમણે પિતાને વ્યવસાય ના કરવાનો નિર્ણય કર્યો હતો. સ્કૂલ તથા કોલેજમાં એક્ટિંગ ક્ષેત્રે અનેક ઈનામો મેળવનાર અરવિંદ રાઠોડે નાટકમાં કામ કર્યું હતું.

image source

જો અરંવિદના ફિલ્મી કરિયર વિશે વાત કરીએ તો તેમણે ‘જ્હોની ઉસકા નામ’, ‘બદનામ ફરિશ્તે’, ‘મહાસતી સાવિત્રી’, ‘કોરા કાગઝ’, ‘ભાદર તારા વહેતા પાણી’, ‘સોન કંસારી’, ‘સલામ મેમસાબ’, ‘ગંગા સતી’, ‘મણિયારો’, ‘જાગ્યા ત્યારથી સવાર’, ‘મા ખોડલ તારો ખમકારો’, ‘મા તેરે આંગન નગારા બાજે’, ‘અગ્નિપથ’, ‘ખુદા ગવાહ’, ‘અબ તો આજા સાજન મેરે’ સહિત 250થી વધુ ફિલ્મમાં કામ કર્યું હતું.

મળતી માહિતી પ્રમાણે અરવિંદ રાઠોડે 70ના દાયકામાં એક્ટિંગ કરિયર શરૂ કરી હતી. તેમજ અરવિંદ રાઠોડે ટીવી સિરિયલ ‘થોડી ખુશી થોડે ગમ’માં પણ કામ કર્યું હતું. છેલ્લે તેઓ 2018માં ગુજરાતી ફિલ્મ ‘ટેન્શન થઈ ગયુ’માં જોવા મળ્યા હતા. આ ફિલ્મને શ્રીદત્ત વ્યાસે ડિરેક્ટ કરી હતી.

image source

આ સાથે જ જો વાત કરવામાં આવે તો અરવિંદ રાઠોડે બોલિવૂડ-ગુજરાતી એક્ટ્રેસ અરૂણા ઈરાનીના પિતા એફ આર ઈરાનીના નાટક ‘મોટા ઘરની વહુ’માં કામ કર્યા બાદ અમદાવાદમાં કેટલાક નાટકોમાં કામ કર્યું હતું. 1967-68માં વિનોદ જાનીના નાટક ‘પ્રીત પિયુ ને પાનેતર’માં કામ કરવાને કારણે મુંબઈ આવ્યા હતા.

અહીંયા ફોટો જર્નલિસ્ટ તરીકે કામ કરતા અને રાજ કપૂરે ફિલ્મ ‘મેરા નામ જોકર’માં નાનકડી ભૂમિકા આપી હતી. એ રીતે તેમનું નામ નીકળતું ગયું અને લોકો ઓળખતા થયા હતા. પરંતુ એવામાં એમની તબિયત લથડી અને 2015માં અરવિંદ રાઠોડે તાત્કાલિક ઘૂંટણનું ઓપરેશન અમદાવાદમાં કરાવ્યું હતું. આ સમયે તેમના પરિવારના કોઈ સભ્યો હાજર રહ્યાં નહોતા.

image source

ત્યારબાદની વાત કરવામાં આવે તો ગાંધીનગરમાં શો દરમિયાન તેમને પરિસ્થિતિ ઘણી જ ખરાબ થઈ ગઈ હતી. આથી જ તેમણે તાત્કાલિક ઓપરેશન કરાવવું પડ્યું હતું. આ સાથે જ એવી પણ માહિતી મળી રહી છે કે ઓપરેશન બાદ અરવિંદ રાઠોડ થોડાં દિવસ સુધી પોતાના એક નિકટના સંબંધીને ત્યાં રહ્યાં હતાં. અહીંયા આરામ કરીને પછી તેઓ મુંબઈ ગયા હતા.

23 જૂન, 2015ના રોજ ગાંધીનગર ખાતે તેમનું નાટક ‘મારી તો અરજી, બાકી તમારી મરજી’ દરમિયાન તેમણે 12 પેઇનકિલર ગોળીઓ ખાઈને નાટક ભજવ્યું હતું. તેમને પગ વળી જતા હતા. દર્શકોને એવું હતું કે અરવિંદ રાઠોડના પાત્રની ચાલ એવી છે, પરંતુ વાસ્તવમાં અરવિંદ રાઠોડ વ્યવસ્થિત રીતે ચાલી પણ શકતા નહોતા. ડોક્ટરે એક્સરે કરાવીને તાત્કાલિક એડમિટ કર્યાં હતા. જો મળતી માહિતી પ્રમાણે વાત કરીએ તો વિવિધ જાતના 22 રિપોર્ટ કરાવ્યા અને પછી બીજા દિવસે સવારે બંને ઘૂંટણનું રિપ્લેસમેન્ટ કરાવવામાં આવ્યું હતું. તેમના ઘૂંટણ 80% જેટલાં ખરાબ થઈ ગયા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!