રાજ્યના પૂર્વ નાણામંત્રી અરવિંદ સંઘવીનું નિધન, કોંગ્રેસ પાર્ટીમાં શોકની લહેર

કોરોના કાળમાં અનેક નેતાઓને ગુમાવ્યા બાદ આજે વધુ એક દિગ્ગજ નેતાએ દુનિયાને અલવિદા કહી દીધું છે. ગુજરાત રાજ્યના પૂર્વ નાણામંત્રી રહી ચુકેલા અરવિંદભાઈ સંઘવી નું આજે નિધન થયું છે. તેમના નિધન કોંગ્રેસ પક્ષના નેતાઓ અને મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીએ પણ શોકની લાગણી વ્યક્ત કરી હતી.

મુખ્યમંત્રી વિજયભાઈએ ગુજરાતના પૂર્વ નાણાં અરવિંદ ભાઈ સંઘવી ના દુઃખદ અવસાન અંગે શોક વ્યક્ત કરી સદગત ને શ્રદ્ધાંજલી પાઠવી હતી. મુખ્યમંત્રી એ જણાવ્યું હતું કે પૂર્વ નાણામંત્રી સંઘવી એ જાહેર જીવનમાં એક પીઢ અને પરિપક્વ જન સેવક તરીકે આપેલા યોગદાન સરાહનીય છે. મુખ્યમંત્રીએ આ સાથે તેમના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી.

મુખ્યમંત્રી ઉપરાંત ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ પણ અરવિંદ સંઘવીના નિધન પર ટ્વીટ કરી શોક વ્યક્ત કર્યો હતો. તેમણે ટ્વીટમાં લખ્યું હતું કે, ” ગુજરાતના પૂર્વ નાણામંત્રી કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ નેતા અરવિંદ સંઘવીજીના નિધનના સમાચારથી અત્યંત દુખી છું. ઈશ્વર તેમની આત્માને શાંતિ પ્રદાન કરે અને સંઘવી પરીવારને આ આઘાત સહન કરવાની શક્તિ આપો. વિનમ્ર શ્રદ્ધાંજલિ “.

મહત્વનું છે કે કોંગ્રેસના નેતા અરવિંદભાઈ સંઘવીને થોડા સમય પહેલા કોરોના થયો હતો. કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યા બાદ તેમની સારવાર કરવામાં આવી હતી અને તેઓ કોરોના મુક્ત પણ થઈ ચુક્યા હતા. અરવિંદ સંઘવી કોંગ્રેસના વરિષ્ઠ નેતા હતા અને તેઓ ગુજરાત સરકારમાં નાણામંત્રી રહી ચુક્યા છે.

કોંગ્રેસના વરિષ્ઠ નેતાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં કોંગ્રેસ પક્ષમાં ચિંતા ફરી વળી હતી. કારણ કે આ પહેલા કોંગ્રેસના ઈમરાન ખેડાવાલા, બદરુદીન શેખ, સી જે ચાવડા, નિરંજન પટેલ, કાંતિ ખરાડી, ચિરાગ કાલરિયા, ગેનીબેન ઠાકર, રઘુ દેસાઈ, ભરતસિંહ સોલંકી, પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા પણ કોરોના સંક્રમિત થયા હતા. આ સાથે જ ભાજપના પણ અનેક નેતાઓ કોરોનાની ચપેટમાં આવી ચુક્યા હતા.

કોરોનાની બીજી લહેરમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યો છે. કોરોનાની બીજી લહેર રાજ્ય માટે ઘાતક સાબિત થઈ હતી. એકાએક દર્દીઓની સંખ્યા એટલી વધી કે ઓક્સિજન, ઈન્જેકશન સહિત કોરોનાની દવાની પણ અછત સર્જાઈ હતી. જો કે કોરોનાની બીજી લહેર હવે શાંત થઈ છે અને કાબૂમાં આવી છે તેમ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું. જો કે આ રાહતના સમાચાર સાથે એક દુખદ સમાચાર પણ સામે આવ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *