કોરોના સંકટમાં સરકારે આ મોટી બેંક વેચવાની મંજુરી આપી, હવે શું થશે ખાતાધારકોનું?

સરકારે આપી IDBI બેન્ક વેચવાની મંજૂરી, જલ્દી બનશે પ્રાઇવેટ બેન્ક, શેરમાં જોરદાર ઉછાળો.

મંત્રીમંડળે આ વર્ષના બજેટમાં કરેલી ઘોષણા અનુસાર આઈડીબીઆઈ બેંકની ભાગીદારી સિલેક્ટેડ નિવેશકને વેચવા અને એને બેંકનો પ્રબંધ સોંપવાનો પ્રસ્તાવને સૈદ્ધાંતિક રીતે સ્વીકૃતિ આપી દીધી છે. આઇડીબીઆઈ બેંકમાં કેન્દ્ર સરકાર અને એલઆઇસીની કુલ ભાગીદારી 94 ટકાથી વધુ છે. એ પછી આજે આઇડીબીઆઈ બેંકના શેરમાં જોરદાર તેજી જોવા મળી રહી છે.

image source

સવારે 11.47 વાગે 2.60 અંક એટલે કે 6.85 ટકા ઉપર 40.55ના લેવલ પર બિઝનેસ કરી રહ્યો હતો. જ્યારે છેલ્લા વર્કિંગ ડેમાં એ 37.99ના લેવલ પર બંધ થયો હતો. કારોબાર દરમિયાન એમાં 15 ટકા સુધીનો ઉછાળો આવ્યો છે અને આ 43. 50 ટકા સુધી પહોંચ્યો હતો. હાલના સમયમાં બેંકનું બજાર પુંજીકરણ 435. 68 અરબ રૂપિયા છે.

પાંચ વર્ષ પછી ફાયદામાં આવો બેન્ક.

તમેં જણાવી દઈએ કે આઇડીબીઆઈ બેન્ક પાંચ વર્ષ પછી ફાયદામાં આવી છે. 31 માર્ચ 2021એ પુરા થયેલા નાણાકીય વર્ષમાં બેંકે 1369 કરોડ રૂપિયાનો નફો કમાયો હતો. જ્યારે એના એક વર્ષ પહેલા નાણાકીય વર્ષ 2019- 20માં બેંકને 12887 કરોડ રૂપિયાનું નુકશાન થયું હતું.

એલઆઇસી પાસે 49.21 ટકા શેર.

image source

એલઆઇસી પાસે બેંકના 49.21 ટકા શેર છે અને સાથે જ એ એની પ્રવર્તક છે તેમજ એની પાસે બેંકના પ્રબંધનના નિયંત્રણ છે. એક ઓફિશિયલ જાહેરાતમાં કહેવામાં આવ્યું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ આઇડીબીઆઈ બેંકનું રણનૈતિક વેચાણ મંજરું કરી દીધું છે.

ભારતીય રિઝર્વ બેન્ક સાથે થશે ચર્ચા વિચારણા.

એમ કહેવામાં આવ્યું છે કે ભારતીય રિઝર્વ બેન્ક સાથે ચર્ચા વિચારણા કરીને એ નક્કી કરવામાં આવશે કે આ બેંકમાં કેન્દ્ર સરકાર અને એલઆઇસીની કેટલી ભાગીદારી વેચવામાં આવે.

image source

આ છે સરકારનું લક્ષ્ય.

તમને જણાવી દઈએ કે નાણાં મંત્રી નિર્મલા સીતારમને 2021 22માં બજેટ મૂકતી વખતે ઘોસના કરી હતી કે ચાલુ નાણાકીય વર્ષમાં વિનિવેશ કાર્યક્રમમાં સાર્વજનિક ક્ષેત્રની અમુક બેંકોનું ખાનગીકરણ પણ કરવામાં આવશે. બજેટમાં વિનિવેશથી 1.75 લાખ કરોડ રૂપિયા ભેગા કરવાનું લક્ષ્ય છે.

એઆઈબીઈએએ સરકારના નિર્ણયનો કર્યો વિરોધ.

image source

જો કે અખિલ ભારતીય બેન્ક કર્મચારી સંઘે આઇડીબીઆઈ બેંકના ખાનગીકરણ કરવા સાથે જોડાયેલા સરકાંરના નિર્ણયનો વિરોધ કરતા એને એક પ્રતિગામી પગલું કહ્યું છે. સંઘે કહ્યું કે સરકારને બેંકની પુંજી શેરનો 51 ટકા ભાગ પોતાની પસાર રાખવો જોઈએ. બેન્ક સંઘના એક બયાનમાં કહ્યું કજર કર બેન્ક એટલા માટે મુશ્કેલીમાં આવી કારણ કે અમુક કોર્પોરેટર ખાનદાને એનું ઋણ પરત ન કર્યું અને એની સાથે દગો કર્યો. એટલે સમયની જરૂર છે કે ઋણ પરત ન કરનાર કરજદારો વિરુદ્ધ કાર્યવાહી કરીને પૈસાની વસૂલી કરવામાં આવે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!