Site icon News Gujarat

આ શબ્દ પરથી નામ પડ્યું છે બજેટ, જાણો પહેલું બજેટ ક્યારે રજૂ કરાયું હતું

આવતીકાલે એટલે કે 2 ફેબ્રુઆરીએ બજેટ રજૂ થવાનું છે ત્યારે આપણે સૌએ તેનો અર્થ જાણી લેવાની જરૂર છે. બજેટ શબ્દ મૂળ તો મધ્ય યુગનાં અંગ્રેજી ‘બોગેટ’ (Bougette)માંથી બન્યો છે. અન્ય ભાષાની વાત કરીએ તો ફ્રેંચ ભાષામાં બોગેટનો અર્થ ચામડાની બેગ એવો કરવામાં આવે છે. તમે જોયું હશે કે બજેટને એક ખાસ બેગમાં રજૂ કરવામાં આવે છે.

કોણ નક્કી કરે છે બજેટ

image source

આજે બજેટના ઇતિહાસ અને એની સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતોની વાત કરીશું જેમાં બજેટ ક્યારે રજુ કરવું એ ભારતનાં રાષ્ટ્રપતિ નક્કી કરે છે.

એક અઠવાડિયા સુધી કર્મચારીઓને મોકલી દેવાય છે એકાંતમાં

જે સરકારી કર્મચારીઓ બજેટની સાથે તેની ટીમમાં કામ કરે છે તેમને બજેટ રજૂ કરવાના અને તૈયાર કરવાની પ્રોસેસ સમયે અલગ કરી દેવામાં આવે છે. પરિવાર કે બહારની કોઇપણ વ્યક્તિ સાથે કોઇ જ સંપર્ક કરવાની તેમને છૂટ નથી હોતી.

image source

બેગમાં બજેટ લાવવાની પરંપરા આ સમયથી શરૂ થઈ

બજેટને રજૂ કરતી સમયે તેને એક ખાસ પ્રકારની બેગમાં લાવવામાં આવે છે. આ વર્ષે કોરોનાને ધ્યાનમાં રાખીને બજેટને ઓનલાઈન રજૂ કરાયું હતું. તેની કોપી દરેકને ફોનમાં આપવામાં આવી હતી. પરંતુ બજેટને બેગમાં લાવવાની પરંપરા ૧૮૬૦થી એટલે કે કહી શકાય કે બ્રિટિશરોનાં સમયથી ચાલી આવે છે જેમાં નાણાં અધિકારી કે નાણાંમંત્રી ‘બજેટ બૉક્સ’ લઇને રજુઆત કરે છે. ભારતનું સૌથી પહેલું બજેટ ૭ એપ્રિલનાં રોજ ૧૮૬૦માં ઇસ્ટ ઇન્ડિયા કંપનીનાં જેમ્સ વિલ્સને, બ્રિટીશ ક્રાઉન સમક્ષ રજુ કર્યું હતું. આ પછી જ્યારે ભારત સ્વતંત્ર થયું ત્યારે સ્વતંત્ર ભારતનું સૌથી પહેલું બજેટ નાણાં મંત્રી આર. કે, શનુખમ ચેટ્ટીએ ૧૯૪૭માં રજુ કર્યુ હતું.

જાણો કોણ તૈયાર કરે છે બજેટ

image source

ભારતનુ કેન્દ્રીય બજેટ ઘણા વિભાગોની પરસ્પર વિચાર-વિમર્શ કર્યા પછી તૈયાર થાય છે. બજેટ તૈયાર થાય છે ત્યારે તેમાં નાણાં મંત્રાલય, નીતિ આયોગ અને સરકારના અન્ય મંત્રાલય શામેલ કરવામાં આવે છે. વિત્ત મંત્રાલય ખર્ચ પછી આધાર પર ગાઇડલાઇન જાહેર કરે છે.

પાંચ પ્રકારના હોય છે બજેટ:

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version