હિમેશ રેશમિયાને લાફો મારવા માંગતી હતી આશા ભોંસલે, પણ પછી આ વાતથી થઇ ગયા નારાજ અને…

હિમેશ રેશમિયાને લાફો મારવા માંગતી હતી આશા ભોંસલે, આ વાતથી થઈ ગઈ હતી નારાજ.

હિન્દી ફિલ્મ જગતની મહાન ગાયિકા આશા ભોંસલે કોઈ પરિચયની મોહતાજ નથી. કિશોર કુમારની જેમ એમને નિર્વિવાદ રૂપથી બોલીવુડની સૌથી વર્ષેટાઇલ સિંગર માનવામાં આવે છે. તો બીજી બાજુ પોતાના ગીતોથી ફેન્સને દીવાના કરનાર હિમેશ રેશમિયા હિન્દી ફિલ્મોમાં ઓલરાઉન્ડરના નામે ઓળખાય છે. હિમેશ રેશમિયા હિન્દી ફિલ્મોના જાણીતા સંગીતકાર છે.

image source

હિમેશ રેશમિયા હાલના દિવસોમાં ઇન્ડિયન આઇડલ 12માં જજ તરીકે દેખાઈ રહ્યા છે. આમ તો હિમેશ રેશમિયા બધા સાથે ખૂબ જ પ્રેમથી વર્તે છે અને બધા એમને ઘણું પસંદ કરે છે. પણ એકવાર સિંગર હિમેશ રેશમિયાએ આરડી બર્મનને લઈને એક વાત કહી દીધી હતી કે શાંત સ્વભાવ માટે જાણીતી ગાયિકા આશા ભોંસલેએ એમને લાફો મારવાની ધમકી આપી દીધી હતી.

image source

વાત જાણે એમ હતી કે હિમેશ રેશમિયા પોતાના વિશે વાત કરી રહ્યા હતા કે ક્યારેક ક્યારેક એ નાકમાંથી ગાય છે, ગીતમાં અવાજની જરૂરિયાત અનુસાર, જેમ કે એમને આશિક બનાયા આપને ગાયું હતું. આ વાતની વચ્ચે એમને આરડી બર્મન સાહેબનું નામ લઈ લીધું.

image source

સિંગર હિમેશ રેશમિયાએ કહ્યું હતું કે હાઈ પિચ ગાવાથી નેઝલ વોઇસનો ટચ આવી જાય છે અને આવું ફેમસ કંપોઝર સિંગર આરડી બર્મન સાથે પણ થતું હતું. હિમેશે પોતાની ગાયિકી વિશે ટિપ્પણી કરતા આ વાત કહી હતી. હિમેશની આ ટિપ્પણી આશા ભોંસલેને ન ગમી. એમને હિમેશ રેશમિયાને લાફો મારી દેવાની ધમકી આપી દીધી હતી.

આશા ભોંસલેની આ નારાજગી પછી હિમેશ રેશમિયાને એમની ભૂલનો અહેસાસ થયો અને એમને પોતાની આ ટિપ્પણી પર ચોખવટ કરતા માફી પણ માંગી. એ પછી આશા ભોંસલેએ એમને માફ કરી દીધા હતા અને પછી એ હિમેશ રેશમિયા સાથે એક મ્યુઝિક શોમાં પણ જજ તરીકે આવી હતી.

image source

આશા ભોંસલેની મોટી બહેન લતા મંગેશકરને જો સ્વર કોકિલા કહેવામાં આવે છે તો નિશ્ચિત જ 10 હજારથી વધુ ગીતો ગાનારી આશા ભોંસલેને બહુમુખી પ્રતિભાવાળી ગાયિકા માની શકાય છે. રિકોર્ડિંગ દરમિયાન એ પોતાની સ્વસ્ફુર્ત હરકતોથી ગીતને અલગ જ અંદાજ આપીને ઊંચાઈ પ્રદાન કરતી હતી. આશાજીએ ઘણા એવા ગીતો ગાયા છે જે હિન્દી ફિલ્મોમાં મીલનો પથ્થર સાબિત થયા છે.

હિમેશ રેશમિયા ફક્ત સિંગર જ નહીં પણ અભિનેતા અને નિર્માતા પણ છે. એમને વર્ષ 2007માં ફિલ્મ આપકા સુરૂરથી પોતાના અભિનય સફરની શરૂઆત કરી હતી. હિમેશ રેશમિયા હિન્દી સિનેમાના પહેલા એવા સિંગર અને મ્યુઝિક ડાયરેકટર છે જેમને એમના પહેલા જ ડેબ્યુ ગીત માટે ફિલ્મફેર બેસ્ટ ડેબ્યુ સિંગરનો એવોર્ડ મળ્યો હતો. એ પછી એમને કર્ઝ, રેડિયો, ખિલાડી 786, એક્સપોઝ, તેરા સુરૂર સહિત અન્ય ફિલ્મોમાં પણ કામ કર્યું પણ એમને સફળતા ન મળી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!