Site icon News Gujarat

12 કલાકની પૂછપરછ,40 સવાલ, જાણો આશિષ મિશ્રાની ધરપકડની પુરી કહાની

લખીમપુર ખીરી હિંસા કેસમાં નામજોહ આરોપી આશિષ મિશ્રાની ધરપકડ કરવામાં આવી છે. કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રાના પુત્ર આશિષ મિશ્રાની 12 કલાકની પૂછપરછ બાદ ધરપકડ કરવામાં આવી હતી.

સહારનપુરના ડીઆઈજી ઉપેન્દ્ર અગ્રવાલે જણાવ્યું કે અજય મિશ્રા ટેનીના પુત્ર આશિષ મિશ્રાની ધરપકડ કરવામાં આવી છે. તે તપાસ દરમિયાન સહકાર આપતો ન હતો અને કેટલાક સવાલોના જવાબ પણ નથી આપ્યા. આશિષ મિશ્રાને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આશિષ 3 ઓક્ટોબરના રોજ 2:36 થી 3:30 દરમિયાન ક્યાં હતો તેનો જવાબ આપી શક્યો ન હતો.

image soucre

આશિષ મિશ્રાની શનિવારે સવારે 11 વાગ્યાથી 6 લોકોની ટીમે પૂછપરછ કરી હતી. આ દરમિયાન આશિષને 40 પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. લખીમપુરમાં ક્રાઈમ બ્રાન્ચ ઓફિસમાં મેજિસ્ટ્રેટની સામે આશિષ મિશ્રા સાથે સવાલ- જવાબ કરવામાં આવ્યા હતા. પરંતુ તપાસમાં સહકાર ન આપવા બદલ આશિષની ધરપકડ કરવામાં આવી હતી. આશરે 12 કલાક સુધી ચાલેલી પૂછપરછ બાદ આશિષની ધરપકડ કરવામાં આવી છે.

આશિષ પ્રથમ સમન્સ પર પહોંચ્યો ન હતો

image soucre

મહત્વનું છે કે, ક્રાઈમ બ્રાન્ચે આશિષ મિશ્રાને સમન્સ પાઠવ્યા હતા. ક્રાઈમ બ્રાંચ વતી, આશિષ મિશ્રાને બોલાવવામાં આવ્યા હતા અને 9 ઓક્ટોબરના દિવસે 11 વાગ્યા પહેલા હાજર થવાનું કહેવામાં આવ્યું હતું. લખીમપુર પોલીસ સમન્સ સાથે કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રા ટેનીના ઘરે પહોંચી ત્યારે ત્યાં કોઈ નહોતું. પોલીસ રાજ્યમંત્રીના ઘરે બીજી નોટિસ ચોંટાડીને આવી હતી. ક્રાઈમ બ્રાન્ચે આશિષ મિશ્રાને ફરીથી સમન્સ પાઠવ્યું હતું. કારણે કે ક્રાઈમ બ્રાન્ચે આશિષને અગાઉ સમન્સ પાઠવ્યું હતું ત્યારે તે પહોંચ્યો ન હતો.

અજય મિશ્રાએ પોતે બચાવ કર્યો હતો

image soucre

આશિષ નેપાળ ભાગી ગયો હોવાની પણ ચર્ચા હતી. જોકે, આશિષના પિતા અને કેન્દ્રીય મંત્રી અજય મિશ્રા ટેની પોતે આગળ આવ્યા હતા અને કહ્યું હતું કે તે ક્યાંય ગયો નથી. આશિષ પુરાવા સાથે તપાસ ટીમ સમક્ષ હાજર થશે.

આશિષની ધરપકડ કરવાની પહેલેથી જ માંગ

લખીમપુર ખીરીમાં થયેલી હિંસાના મામલે આશિષ મિશ્રા સામે આક્ષેપો થઈ રહ્યા હતા. વિપક્ષ સતત આશિષ મિશ્રાની ધરપકડ કરવાની માંગ કરી રહ્યો હતો. આ સિવાય વિપક્ષ કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રાને પણ પદ પરથી હટાવવાની માંગ કરી રહ્યું છે.

વિવાદની શરૂઆત કેવી રીતે થઈ?

રવિવાર (3 ઓક્ટોબર) ના રોજ, ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્ય શેડ્યૂલ મુજબ લખીમપુર ખીરીના પ્રવાસે હતા. કાર તેમને રિસીવ કરવા જઈ રહી હતી. આ વાહનો કેન્દ્રીય મંત્રી અજય મિશ્રાના પુત્ર આશિષ મિશ્રાના હોવાનું કહેવાય છે. રસ્તામાં ખેડૂતોએ તિકુનિયા વિસ્તારમાં વિરોધ શરૂ કર્યો. જેના કારણે અથડામણ થઈ હતી.

image soucre

બાદમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે આશિષ મિશ્રાએ ખેડૂતો પર ગાડી ચઢાવી દીધી, જેમાં 4 લોકો માર્યા ગયા હતા. ખેડૂતોના મોત બાદ મામલો વધ્યો અને હિંસા ફાટી નીકળી. હિંસામાં ભાજપના નેતાના ડ્રાઈવર સહિત ચાર લોકોના મોત થયા છે. આ હિંસામાં કુલ 8 લોકોના મોત થયા હતા

Exit mobile version