…અને આ વાત જાણીને આશુતોષ ગોવારીકરના ફેન્સ થઇ જશે ખુશ-ખુશ, અને નાચવા લાગશે ઘરમાં જ કારણકે

ફિલ્મ પાનીપતને લઈને ખૂબ જ વખાણ પામનાર નિર્દેશક આશુતોષ ગોવારીકરે પોતાની હવે પછીની ફિલ્મ પર કામ શરૂ કઈ દીધું છે. જેમ ગઈ ફિલ્મમાં એમને અભિનેત્રી ક્રિતી સેનનને એક દમદાર રોલ આપીને એમની અભિનય ક્ષમતાને દર્શકોની સામે ખૂબ જ શાનદાર રીતે રજૂ કરી, એમ જ આશુતોષ આ વખતે એક એવી અભિનેત્રી પર મહેનત કરવાની તૈયારી કરી રહ્યા છે, જેમની અત્યાર સુધીની છબી ઇન્દુ કી જવાણીથી આગળ ન વધી શકી.

image source

જાણકારી અનુસાર આશુતોષ ગોવારીકર પોતાની હવે પછીની ફિલ્મ કિયારા આડવાણીને લઈને બનાવવાના છે. આ વાર્તા જાણીતા લિજ્જત પાપડ બનાવનારની કથા પર હશે. આ વાર્તા આમ તો સાત સ્ત્રીઓની છે પણ એમાં એક મુખ્ય ભૂમિકા નિભાવવા માટે કિયારાને સિલેક્ટ કરવામાં આવી છે.

image source

થોડા દિવસ પહેલા ઓટીટી પર રિલીઝ થયેલી અક્ષય કુમારની ફિલ્મ લક્ષ્મી માટે જેટલો મજાક અક્ષય કુમારના થયો એટલો જ કિયારા આડવાણીનો પણ થયો. સોશિયલ મીડિયા પર સતત વાતો થઈ રહી છે કે આખરે કિયારા આ ફિલ્મ કેમ હતી જ્યારે કે એમને ફિલ્મમાં કોઈ ડાયલોગ બોલવા માટે પણ નથી મળ્યો. એ પછી જ્યારે એમની આવનારી ફિલ્મ ઇન્દુ કી જવાનીનું ટ્રેલર રિલીઝ થયું ત્યારે સોશિયલ મીડિયા પર લક્ષ્મી ફિલ્મની વાતને જ પુનરાવર્તિત કરવામાં આવી.

image source

ઇન્દુ કી જવાનીનું ટ્રેલર જોયા પછી લોકોએ સોશિયલ મીડિયા પર કિયારાનો મજાક ઉડાવતા કહ્યું કે આ એ ફિલ્મ છે જેમાં કિયારા આડવાણીને થોડા ડાયલોગ બોલવાનો મોકો મળી રહ્યો છે. હવે એમનું નામ આશુતોષ ગોવારીકરની આ ફિલ્મમાં મુખ્ય રૂપે જોડાયું છે તો કિયારા પાસે તક છે પોતાના આલોચકોનું મોઢું બંધ કરવાની. આશુતોષ અને કિયારાની આ ફિલ્મનું કામચલાઉ શીર્ષક કર્ર્મ કર્ર્મ જણાવવામાં આવી રહ્યું છે. આશુતોષની ટીમ આ ફિલ્મ પર લગભગ છેલ્લા એક વર્ષથી કામ કરી રહી છે.

આશુતોષે ફિલ્મની પટકથા પુરી કરી લીધી છે અને એનું નિર્દેશન એ પોતાના સહાયકો ગ્લેન બરેટો અને અંકુશ મોહલા સાથે મળીને જ કરવાના છે. આશુતોષને લિજ્જત પાપડના સંસ્થાપકોની વાર્તાનો આઈડિયા એમના સહાયકો જ આપ્યો હતો. એ પછી આશુતોષે એ ગુજરાતી ગુહિણીઓની જિંદગી પર ફિલ્મ બનાવવાના અધિકાર મેળવી લીધા છે. ફિલ્મનું શૂટિંગ એ આવતા વર્ષે ઓગસ્ટમાં શરૂ કરશે. ત્યાં સુધી એમને ફિલ્મોના બાકીના કલાકારોનું પણ સિલેક્શન કરવાનું છે.

image source

લિજ્જત પાપડની શરૂઆત વર્ષ 1959માં મુંબઈમાં રહેનારી સાત સ્ત્રીઓએ પોતાના પરિવારના ભરણ પોષણ સારી રીતે કરવાની નિયતથી શરૂ કરી હતી. આ સાત સ્ત્રીઓનું નામ જસવંતીબેન પોપટ, જયા બેન વિથલાની, પાર્વતીબેન થોડાની, ઉજામબેન કુંડલીયા, બાનુંબેન તન્ના, સી ગવાડે અને લાગુ બેન ગોકાની છે. આ સાત બહેનોએ પોતાનું કામ એક દિવસમાં પાપડના ચાર પેકેટ બનાવવાથી શરૂ કર્યું હતું. થોડા જ મહિનામાં એ બસ્સો સુધી પહોંચી અને આજના સમયમાં લગભગ 45 હજાર સ્ત્રીઓ એમના માટે કામ કરે છે. આ પ્રેરણાદાયક વાર્તા માટે આશુતોષ ગોવારીકરની પહેલી પસંદ કિયારા આડવાણી જ હતી. એમને લાગે છે કે કિયારા જ એ અભિનેત્રી છે જેમાં નમ્ર સ્વભાવ અને સખત સ્વભાવ બન્ને બતાવવાની ક્ષમતા છે. આશુતોષને જોઈએ કે મધ્યમ વર્ગીય સ્ત્રીઓની લડવાની એ પ્રવૃત્તિને કોઈ અભિનેત્રી સારી રીતે પડદા પર બતાવી શકે. એમના માટે ફક્ત કિયારા જ આ કરી શકે છે.

image source

આશુતોષની છેલ્લી બંને ફિલ્મો ઇતિહાસ પર આધારિત હતી. મૉહેન્ડજો દરો અને પાનીપતની ચર્ચા એના મેકિંગ માટે ખૂબ ક થઈ. એ પહેલાં ખેલ હમ ભી જાન સે માં પણ આશુતોષે ખૂબ જ મહેનત કરી હતી. વર્ષ 2008માં આવેલી જોધા અકબર આશુતોષની અત્યાર સુધીની સૌથી મકતી હિટ ફિલ્મ ગણવામાં આવે છે. લગાન અને સ્વદેશ જેવી ફિલ્મો બનાવવાનો શ્રેય પણ આશુતોષને જ જાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત