નેહા ધુપિયાથી ઐશ્વર્યા રાય સુધી, આ પાંચ અભિનેત્રીઓએ બોડી શેમિંગ પર લોકોને આપ્યો જબરદસ્ત જવાબ

ફિલ્મી દુનિયામાં બોડી શેમિંગ એક એવી કડવી હકીકત છે, જેનો અનેક અભિનેત્રીઓ ભોગ બની છે. અલબત્ત, તમામ અભિનેત્રીઓ તેમના દેખાવને ગ્લેમરસ અને સિઝલિંગ બનાવવા માટે કલાકો સુધી જીમમાં પરસેવો પાડતી હોય છે, પરંતુ જ્યારે પણ કોઈ અભિનેત્રી ગર્ભાવસ્થા પછી તેના બાળકને આ દુનિયામાં લાવે છે, ત્યારે તેને શારીરિક ફેરફારોનો સામનો કરવો પડે છે, જેનું પરિણામ એવું આવે છે કે અભિનેત્રીનું વજન વધે છે અને આ વસ્તુ પણ એકદમ સામાન્ય છે.

image socure

પણ સોશિયલ મીડિયા પર નજર રાખેલા અમુક એક્ટિવ યુઝર્સ માટે આ એક અવસરથી જરાય ઓછું નથી જેમાં એ એક્ટ્રેસને એમના લુક માટે ખૂબ ટ્રોલ કરે છે. ઘણી એક્ટ્રેસ આ આલોચનાને અવગણે છે પણ અમુક એવી પણ અભિનેત્રીઓ હોય છે જે એમને એમના વજનના કારણે ટ્રોલ કરનારને જબરદસ્ત જવાબ આપે છે. આજે અમે તમને જણાવીશું બોલિવુડ ઇન્ડસ્ટ્રીની એ અભિનેત્રીઓ વિશે જે બોડી શેમિંગનો શિકાર થયા પછી સોશિયલ મીડિયા પર યુઝર્સને જબરદસ્ત જવાબ આપતી દેખાઈ હતી જે કારણે એ અભિનેત્રીઓના ખૂબ જ વખાણ થયા હતા.

નેહા ધુપિયા

image socure

નેહા ધુપિયા બૉલીવુડ ઇન્ડસ્ટ્રીમાં એમના બિન્દાસ અંદાજના કારણે ઓળખાય છે. એ ઘણીવાર ટ્રોલ થયા પછી સોશિયલ મીડિયા પર લોકોને જવાબ આપતી દેખાઈ ચુકી છે. નેહા ધુપિયાએ જ્યારે એમની દીકરી મેહરને જન્મ આપ્યો હતો ત્યારે એમનું વજન ઘણું વધી ગયું હતું. એ દિવસોમાં નેહાને ઘણી ટ્રોલ કરવામાં આવી હતી એ પછી એક્ટ્રેસે એક ઇન્ટરવ્યૂમાં લોકોને જવાબ આપ્યો હતો. એમને કહ્યું હતું કે હું આને એક મોટી સમસ્યા તરીકે સંબોધન કરવા માગું છું કારણ કે ફેટ શેમિંગને ફક્ત જાણીતી હસ્તીઓ માટે જ નહીં દરેક માટે બંધ કરવાની જરૂર છે

વિદ્યા બાલન

image socure

વિદ્યા બાલન બોલીવુડની અસલી સિંહણ છે. એ હમેશા ફેન્સની વચ્ચે એમના બિન્દાસ વ્યવહારના કારણે ચર્ચામાં રહે છે. જો કે વિદ્યા બાલનને ઘણીવાર ફેન્સ સોશિયલ મીડિયા પર સ્લિમ થવાની સલાહ આપતા દેખાઈ ચુક્યા છે પણ વિદ્યાએ હંમેશા લોકોને યોગ્ય જવાબ આપીને ચૂપ કરાવી દીધા છે. એક ઇન્ટરવ્યૂમાં વિદ્યાએ કહ્યું હતું કે મને જીવનભર હોર્મોનલ સમસ્યા રહી છે. આ કદાચ મારા કારણે જ થયું છે. જ્યારે હું ટીનેજર હતી તો મને લોકો કહેતા હતા કે તારો ચહેરો આટલો સુંદર છે, તું તારું વજન કેમ નથી ઘટાડતી?

સોનાક્ષી સિન્હા

image socure

સોનાક્ષી સિન્હા તે બોલીવુડ અભિનેત્રી છે જે ઘણીવાર સોશિયલ મીડિયા પર ટ્રોલિંગનો શિકાર બને છે. ચાહકોએ તેના લુક પર ઘણી વખત કઠોર કમેન્ટ કરી છે, જેનો સોનાક્ષીએ બહાદુરીથી સામનો કર્યો છે. અભિનેત્રીએ તેના એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, મારું વજન શાળા સમયથી જ વધારે છે. એક બાળક તરીકે, હું 95 કિલોની હતી. લોકો મને બુલી કહેતા હતા. પણ મેં છોકરાઓની આ પ્રકારની બદમાશીને દિલથી નથી લીધી. હું જાણું છું કે હું મારા વજન અથવા કદ કરતાં ઘણી વધારે છું.

ઐશ્વર્યા રાય

image socure

બોલીવુડ ઇન્ડસ્ટ્રીની સૌથી સુંદર અભિનેત્રી ઐશ્વર્યા રાય પણ બોડી શેમિંગનો શિકાર બની ચુકી છે. જ્યારે અભિનેત્રીએ તેની પુત્રી આરાધ્યાને જન્મ આપ્યો ત્યારે તેનું વજન ઘણું વધી ગયું હતું. આવી સ્થિતિમાં લોકોએ તેમને ખૂબ ટ્રોલ કરી હતી. એક ઈન્ટરવ્યૂમાં ઐશ્વર્યાએ કહ્યું હતું કે, ‘તમે લોકો ઇચ્છો તેટલું મને ટ્રોલ કરી શકો છો.’

ઝરીન ખાન

image socure

હેટ સ્ટોરીની એક્ટ્રેસ ઝરીન ખાન એમના બોલ્ડ લુક માટે ઓળખાય છે. ઝરીનને ઘણીવાર લોકો એમના શરીરના વજન અને આકારના કારણે ટ્રોલ કરે છે. થોડા સમય પહેલા એક્ટ્રેસે સોશિયલ મીડિયા પર એમનો એક ફોટો શેર કર્યો હતો જેના પર લોકોએ ઝરીનને એમની પેટની સ્કિનના કારણે ટ્રોલ કરી હતી. જો કે એક્ટ્રેસે બધાને કરારો જવાબ આપ્યો હતો.’

image socure

ઝરીને લખ્યું હતું કે જે લોકોને પણ એ વાત જાણવી છે કે મારા પેટમાં આખરે શુ થયું છે આ મેસેજ એમના માટે છે. આ એક એવા વ્યક્તિનું નેચરલ પેટ છે જેને અત્યાર સુધી 50 કિલો વજન ઘટાડી લીધું છે. એ હવે આવું દેખાય છે. આ કોઈપણ રિતે ફોટોશોપ કરવામાં નથી આવ્યું અને ન તો કોઈ પ્રકારનું ઓપરેશન કરવામાં આવ્યું છે.