ઐશ્વર્યા શર્માએ કરી વિરાટ સાથેનો એકદમ ક્લોઝ તસવીરો શેર, જોઈને તમે પણ શરમાઈ જશો

લોકપ્રિય ટીવી સિરિયલ ‘ગુમ હૈ કિસી કે પ્યાર મેં’ ફેમ અભિનેતા નીલ ભટ્ટ અને અભિનેત્રી ઐશ્વર્યા શર્મા લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. બંનેએ થોડા દિવસ પહેલા સાત ફેરા લઈને નવા જીવનની શરૂઆત કરી હતી. બંનેના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી.લગ્ન બાદ નીલ ભટ્ટ અને ઐશ્વર્યા શર્માએ મુંબઈમાં ભવ્ય રિસેપ્શન પણ આપ્યું હતું, જ્યાં અભિનેત્રી રેખાને જોઈને બધાની આંખો ફાટી ગઈ હતી. તો લગ્ન પછી નીલ અને ઐશ્વર્યાની કેટલીક રોમેન્ટિક તસવીરો સામે આવી છે, જેમાં બંને એકબીજા પર પ્રેમ વરસાવતા જોવા મળે છે. આ તસવીરો જોઈને લાગે છે કે આ તેની ફર્સ્ટ નાઈટની તસવીરો છે.

image source

વાત જાણે એમ છે કે, ઐશ્વર્યા શર્માએ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલીક તસવીરો શેર કરી છે, જેણે ચાહકોનું ધ્યાન ખેંચ્યું છે કારણ કે આ પહેલીવાર છે જ્યારે ઐશ્વર્યા શર્માએ નીલ ભટ્ટ સાથે આટલી બધી રોમેન્ટિક તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં નીલ ભટ્ટ અને ઐશ્વર્યા શર્મા બેડ પર એકબીજા પર પ્રેમ વરસાવી રહ્યાં છે. આ દરમિયાન બંને એકબીજાની આંખોમાં ખોવાઈ જાય છે અને એક તસવીરમાં નીલ તેની સુંદર પત્નીના કપાળ પર કિસ કરી રહ્યો છે.

image source

આ તસવીરો સાથે ઐશ્વર્યા શર્માએ ક્યૂટ કેપ્શન આપ્યું છે. તેણે લખ્યું છે, ‘જરા જરા’ આ સાથે અભિનેત્રીએ હાર્ટ ઇમોજી પણ મૂક્યું છે. ઐશ્વર્યા શર્મા અને નીલ ભટ્ટની આ તસવીરો પર ફેન્સ ઘણી બધી પ્રતિક્રિયા આપી રહ્યા છે. ઘણા યુઝર્સે લખ્યું છે કે, ‘નજર ન લાગે.’ તો કેટલાકે તેમને બેસ્ટ કપલ કહ્યા છે. આ સિવાય એક યુઝરે બંનેની ખેંચવાનો પણ પ્રયાસ કર્યો છે. યુઝરે લખ્યું છે કે, ‘સઈને કહેવું પડશે કે, વિરાટ સર પાખી સાથે છે.’

image soucre

આ પહેલા ઐશ્વર્યા શર્માએ તેની રિસેપ્શન પાર્ટીની કેટલીક તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હતી, જેમાં તે રેખા સાથે જોવા મળી હતી. પહેલી તસવીરમાં રેખા સાથે નીલ ભટ્ટ અને ઐશ્વર્યા શર્મા જોવા મળ્યા હતા. તો બીજી તસવીરોમાં નીલ અને ઐશ્વર્યા શર્માના નજીકના લોકો રેખા સાથે પોઝ આપતા જોવા મળે છે.

image soucre

તમને જણાવી દઈએ કે ઐશ્વર્યા શર્મા અને નિલ ભટ્ટના રિસેપ્સનમાં ગુમ હે કિસી કે પ્યાર મેં શોના બધા જ કલાકારો પણ સામેલ થયા હતા અને બધાએ ભેગા મળીને ખૂબ જ મસ્તી કરતા દેખાયા હતા