Site icon News Gujarat

એશિયાનુ સૌથી વિશાળ વુમન માર્કેટ છે આ, પાંચસો વર્ષથી યથાવત ચાલુ છે આ માર્કેટ, વાંચો આ લેખ અને મેળવો વધુ માહિતી…

મીરાબાઈ ચાનુ એ ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીત્યા બાદ અચાનક સમગ્ર દેશનું ધ્યાન મણિપુર ની મહિલાઓ તરફ ગયું છે. તમને જાણીને નવાઈ લાગશે કે અહીંની મહિલાઓ હંમેશા પુરુષો કરતા આગળ રહી છે. આનું સૌથી મોટું ઉદાહરણ ઈમા કેથલ માર્કેટ છે.

image soucre

પૂર્વોતર રાજ્ય મણીપુરના ઇમ્ફાલ શહેરમાં એકસો પચાસ વર્ષ થી ચાલતા ખરીદી બજારમાં માત્ર મહિલાઓ નું જ રાજ ચાલે છે. તેને સ્થાનિક ભાષામાં ઇમા કેઇથલ કહે છે, જેનો અર્થ માતા નું માર્કેટ એવો થાય છે. આ ઇમા કેઇથલ મહિલાઓ દ્વારા સંચાલિત દુનિયા નું સૌથી મોટું માર્કેટ છે. જેમાં દરરોજ ચાર હજાર મહિલાઓ આવીને શાકભાજી, હેન્ડલૂમ કપડા, ફર્નિચર સહિતની તમામ જીવન જરુરીયાતની ચીજવસ્તુઓ વેચે છે.

image soucre

ઈમ્ફાલના ખાવેરબંધ બજારમાં આવેલું આ બજાર શહેરના દિલની ધડકન છે. પંદર મી સદીમાં બનેલ એશિયાનું આ સૌથી મોટું મહિલા બજાર સંપૂર્ણ પણે પાંચ હજાર મહિલાઓ દ્વારા ચલાવવામાં આવે છે. આ બજાર એક સંસ્થાની જેમ કામ કરે છે, અને તેના પોતાના અધિકારો છે.

image soucre

ઘણી મહિલાઓ ની તો તેમની પેઢીઓથી દુકાન છે. અહીં તમામ પ્રકાર ની વસ્તુઓ વેચાય છે, જેમાં હસ્તકલાનો સામાન, રમકડાં, કપડાં, સૌંદર્ય પ્રસાધનો, ખાદ્ય પદાર્થો, મસાલા, શાકભાજી, માંસ અને તે તમામ વસ્તુઓ જે ઘરોમાં વપરાય છે તે વેચાય છે. આ બજારમાં પુરુષો ની કોઈ ભૂમિકા નથી.

image soucre

આ બજાર પાંચસો વર્ષ જૂનો ઈતિહાસ ધરાવે છે. તે સમય થી જ્યારે ઈમ્ફાલમાં ચલણ નહોતું, ત્યારે પણ અહીં ની મહિલાઓ એકબીજા સાથે સામાન ની આપલે કરતી હતી. બજાર ની ત્રણ ઈમારતોમાં શું કરવું અને શું ન કરવું તેના પણ નિયમો બનાવવામાં આવ્યા છે. બજારમાં કડક નિયમ એ છે કે પુરુષો અહીં ન તો વેપાર કરી શકે છે અને ન તો કોઈ માલ વેચી શકે છે. હા પુરુષો ને અહીં સામગ્રી ખરીદવા માટે પ્રવેશ આપવામાં આવે છે.

એક મીડિયા રિપોર્ટ અનુસાર આ બજાર સંપૂર્ણ પણે મહિલાઓ નું હોઈ શકે છે, કારણ કે મણિપુર ના મેઈતી જાતિ ના પુરુષો ચીની અને બર્મીઝ સાથે મોટાપાયે યુદ્ધમાં રોકાયેલા હતા. તેથી, પરિવાર ની સંભાળ રાખવાની જવાબદારી મહિલાઓ પર આવી હતી. અહીં માત્ર આર્થિક વ્યવહાર જ થતા નથી, પરંતુ ઘણી વખત મહિલાઓ અહીં રાજકીય વલણ પણ અપનાવે છે.

image soucre

અહીં કેટલીક મહિલાઓ ને દુકાન માટે જગ્યા પણ ફાળવવામાં આવી છે, જે વિધવા છે, કુંવારી છે અથવા જેમના પતિઓ ની હત્યા કરવામાં આવી છે. આ બજાર એકદમ પ્રખ્યાત હોવાથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ તેને જોવા આવે છે. અહીં સામાન્ય રીતે મહિલા દુકાનદારો ફંકટમાં પરંપરાગત વસ્ત્રોમાં જોવા મળે છે. આ મહિલાઓ આ બજાર દ્વારા એટલી કમાણી કરે છે કે તેઓ પોતાનું ઘર ખૂબ સારી રીતે ચલાવી શકે છે.

Exit mobile version