Site icon News Gujarat

જાણી લો અંતે ‘તારક મહેતા’..ના પ્રોડ્યુસર અસિત મોદીએ શું કહી દીધું દિશા વાકાણી વિશે…

તારક મેહતા કા…એ કર્યા 12 વર્ષ પૂરા – ‘દીશા વાકાણી આવે તો સારું ન આવે તો શો તો ચાલુ જ રહેશે’ : અસિત મોદી

28 જુલાઈ ના રોજ બાર વર્ષ પહેલાં તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલના પ્રથમ એપિસોડનું પ્રસારણ કરવામા આવ્યું હતું અને ત્યારથી અત્યાર સુધી આ સિરિયલ નોનસ્ટોપ ચાલી રહી છે. અને લોકોના માટે આ સિરિયલના પાત્રો જાણે તેમના પોતાના જ ઘરના સભ્યો જેવા બની ગયા છે. હાલ કોરોના વયારસની મહામારીના કારણે જાહેર કરવામા આવેલા લોકડાઉન તેમજ મહારાષ્ટ્ર રાજ્યમાં વાયરસના કારણે જે ભયંકર મહારમારી ફેલાઈ છે તેના કારણે તેનું પ્રસારણ કેટલાક મહિનાઓ બંધ રાખવુ પડ્યું હતું. જોકે હવે તેનું પ્રસારણ શરૂ કરવામાં આવ્યું છે. પણ હાલ તેના 12 વર્ષ પૂરા થઈ રહ્યા છે અને સંજોગોમા તેઓએ તેના સેલિબ્રેશનમાં ભવ્ય ઉજવણી કરવાનું માંડી વાળ્યું છે.

image source

સિરિયલના પ્રોડ્યુસર અસિત મોદી સિરિયલના 12 વર્ષ પુરા થયા તે ઘડીને પોતાના માટે તેમજ પોતાની ટીમ માટે ખુબ જ આનંદની ઘડી ગણે છે. તેમના જણાવ્યા પ્રમાણે તેઓ આ દિવસને હસો અને હસાવો દિવસ તરીકે ઉજવે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ સિરિયલની ટીમ કેક કાપીને તેની ઉજવણી કરશે. જોકે કોવિડ 19ના કારણે તેઓ તેનું કોઈ ભવ્ય સેલિબ્રેશન કરવા નથી જઈ રહ્યા પણ એક નાનકડું સેલિબ્રેશન તેઓ ચોક્કસ રાખશે. અને આ દરમિયાન તેઓ સોશિયલ ડિસ્ટન્સિંગનો ખાસ ખ્યાલ રાખશે. જો કે તેમના ઉત્સાતહ અને ઉંમગમાં તેના કારણે કોઈ જ ઘટાડો નહીં આવે.

image source

અસિત મોદી સિરિયેલને આટલી બધી સફળતા મળવા બદલ તારક મેહતા..ના ચાહકોનો ખૂબ આભાર માને છે અને તેઓ દર્શકોને વધારે હસાવવાનો પ્રયાસ કરશે તેવી પણ તેમણે વાત કરી છે. તેમના મત પ્રમાણે આ શોની સૌથી સારી વાત તેનો કોન્સેપ્ટ, તેમાં આવતી ઇનોવેટિવ વાર્તા અને તેની રજૂઆતને માને છે.

image source

લગભઘ 4 મહિના બાદ તારક મેહતા…નું શુટિંગ શરૂ થયું છે અને તેનાથી ટીમ ઘણી આનંદીત પણ છે. જો કે હાલ જે મુશ્કેલ સમય પસાર થઈ રહ્યો છે તેવા સંજોગોમાં લોકોને હસાવવા પણ તેમના માટે અઘરા છે. કારણ કે તેઓ પહેલાની જેમ શૂટિંગ નથી કરી શકતા. કારણ કે આ શોમાં અસંખ્ય લીડ એક્ટર્સ છે. સામાન્ય સ્થિતિમા અમે એક સાથે ઘણા બધા એક્ટર્સને સ્ક્રીન પર દર્શાવતા હતા જે હાલ શક્ય નથી. કોવિડ 19ના કારણે સેટ પર દરેકે દરેક બાબતે સાવચેતી રાખવામાં આવી રહી છે. અને આવા સંજોગોમાં લોકોને હસાવવા પહેલા જેટલા સરળ નથી. જો કે ટીમ દ્વારા સંપૂર્ણ પ્રયાસ કરવામાં આવે છે કે લોકોને તેઓ હસાવી શકે અને તે માટે તેઓ ખૂબ મહેનત પણ કરી રહ્યા છે.

એક સાથે વધારે કલાકારોને ભેગા કરવા શક્ય નથી

image source

મહારાષ્ટ્ર સરકાર દ્વારા સિરિયલોને શૂટિંગની છૂટ 13મી જુલાઈથી આપી દેવામા આવી હતી પણ તારક મહેતા….ની ટીમ ખૂબ મોટી હોવાથી તેમનું શૂટિંગ એક અઠવાડિયા બાદ શરૂ થયું. કારણ કે શોના કેટલાક કલાકારો લોકડાઉન દરમિયાન મુંબઈ બહાર ફસાઈ ગયા હતા તો વળી કેટલાકના ઘરમાં વડીલો પણ હોવાથી બધાને ભેગા કરતા સમય લાગી ગયો. સતત 12 વર્ષથી આ શો અવિરત રીતે ચાલી રહ્યો છે.

પણ અચાનક આ શોને કોવિડ 19ના કારણે બ્રેક લાગી ગઈ હતી. અને ચાર મહિનાના વિરામ બાદ બધાને ફરી સેટ પર એકઠા કરવા મુશ્કેલ હતા. પણ હવે બધું સરસ રીતે શરૂ થઈ ગયું છે. જો કે મુંબઈનો વરસાદ પણ શૂટિંગમાં અડચણ ઉભી કરી રહ્યો છે. કારણ કે શો આઉટડોર વધારે હોય છે. અને વરસાદની સિઝનમાં એ વાતનું ખાસ ધ્યાન રાખવું પડે છે.

મોટી ઉંમરના કલાકારો પર પ્રતિબંધ

image source

મહારાષ્ટ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી ગાઇડલાઈન્સ પ્રમાણે 65 વર્ષથી ઉપરની ઉંમરના કલાકારો પર હાલ પુરતો પ્રતિબંધ મુકવામા આવ્યો છે. અને માટે જ આ સિરિયલના મહત્ત્વના પાત્ર એવા નટુકાકા એટલે કે ઘનશ્યામ નાયક હાલ શૂટિંગ પર નથી આવી શકતા. પણ શોના નિર્માતાઓએ એટલી હદે તૈયારી રાખી છે કે નટુ કાકાની જરૂર પડી તો તેઓ તેમના ઘરે બધી જ સાવચેતી રાખીને શૂટિંગ કરવા જશે. આ રીતે તેઓ ઘનશ્યામ નાયકની સાથે જ છે.

દિશા વાકાણી પાછા આવે તો સારું નહીં તો શો ચાલતો જ રહેશે

image source

જ્યારથી તારક મેહતા…માં દયા બેનનું પાત્ર ગાયબ થઈ ગયું છે ત્યારથી શોમાં પહેલા જેવી રંગત નથી રહી તેવું ઘણા બધા ફેન્સનું કહેવું છે. જો કે બીજી બાજુ નિર્માતાનું કહેવું છે કે અઢી વર્ષથી આ પાત્ર વગર શો ચાલી જ રહ્યો છે. અને તેમના કહેવા પ્રમાણે દયા ભાભીના પાત્ર વગર પણ શોની લોકપ્રિયતામાં કશો જ ફરક પડ્યો નથી. અને તે માટે તેઓ દર્શકોનો આભાર માને છે કે તેઓ તેમની ટીમને સમજે છે. તેમના કહેવા પ્રમાણે તેઓ દિશા વાકાણીને શોમાં પરત લાવવા સતત પ્રયાસ કરી રહ્યા છે, પણ જો તેમ છતા તેણી શોમાં નહીં આવે તો શો તો ચાલતો જ રહેશે.

અને હવે નિર્માતાઓ માટે પણ તે કોઈ મહત્ત્વનો પ્રશ્ન નથી રહ્યો. તેમના મત મુજબ દીશા પાછા આવે તો સારી વાત છે નહીંતર શોએ તો આગળ વધવું જ પડશે. તેઓ એમ પણ કહે છે કે તેઓ બીજા દયા ભાભીને લાવશે. જો કે લોકડાઉન દરમિયાન તેમણે તેમને પાછા લાવવા ખૂબ પ્રયાસ કર્યો હતો પણ દરેકની અલગ અલગ સમસ્યા હોવાથી કોઈના પર વધારે પડતું દબાણ કરવું શક્ય નથી હોતું.

તમને જણાવી દઈએ કે બાવરી એટલે કે મોનિકા ભદોરિયાએ પણ કોઈ કારણસર શોને છોડી દીધો છે. અને તે વિષે નિર્માતાઓ જણાવે છે કે બાવરી શોમાં એક ફીલર તરીકેનું પાત્ર હતી તેના રહેવા કે ન રહેવાથી શોના કન્ટેન્ટમા કોઈ જ ફરક પડતો નથી. 12 વર્ષના શોના પ્રસારણ દરમિયાન કેટલાએ કલાકારો આવતા જતા રહે છે. આટલા લાંબા સમય માટે કામ કરવાથી આવું થતું જ રહે છે. અને વ્યુઅર્સ પણ આ વાતને સારી રીતે જાણે છે અને સ્વિકારે પણ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version