ભારતના આ રાજ્યમાં પોતાના પાલતુ પશુઓને રઝળતા મુક્યા તો પશુપાલક પર લેવાશે કાનૂની પગલાં

કોરોના વાયરસના વધી રહેલા વિકરાળ પ્રભાવને કારણે દેશ-દુનિયામાં લોકો પરેશાન છે અને મુશ્કેલીમાં મુકાયા છે. આવી સ્થિતિમાં જે કારણોસર કે જે ચીજ-વસ્તુઓ દ્વારા કોરોના વાયરસ ફેલાય તેવી લગભગ તમામ ચીજવસ્તુઓનો લોકો પોતે જ સ્વેચ્છાએ બહિષ્કાર કરી રહ્યા છીએ.

image source

અને આ અંગે કેટલીય પ્રકારની અફવાઓ પણ વાયરલ થઇ ચુકી છે. ત્યારે તાજેતરમાં જ ભારતના રાજ્ય અસમની સ્થાનિક સરકારે એક આદેશ કર્યો છે જેમાં જણાવાયું છે કે કોઈ કોરોના વાયરસને કારણે પોતાના પાલતુ પશુઓને રઝળતા ન મૂકી દે અને જો કોઈ એમ કરશે તો તેની સામે કાયદાકીય પગલાં ભરવામાં આવી શકે છે.

image source

નોંધનીય છે કે અસમમાં અનેક પશુપાલક ધારકોએ કોરોના વાયરસ ફેલાવાના ડરે પોતાના પાલતુ પશુઓને દુકાનોમાં પુરી દીધા છે. આ અંગે અસમ પોલીસ દ્વારા રાજ્યના દરેક જિલ્લા પોલીસ વડાઓને આદેશ કરી જણાવ્યું છે તેઓ પોતાના સ્થાનિક ક્ષેત્રમાં આ અંગે માહિતી મેળવે જેથી તેવા લોકો પર કાનૂની કાર્યવાહી કરી શકાય. આ માટે અસમ રાજ્યના મુખ્ય પોલીસ હેડક્વાર્ટર દ્વારા ગુઆહાટી શહેર પોલીસ અધિક્ષક સહીત તમામ પોલીસ અધિક્ષકોને ઉપરોક્ત ગુન્હામાં સંડોવાયેલા લોકોની ઓળખ કરી તેના પર પીપલ ફોર ધ એથિકલ ટ્રીટમેન્ટ ઓફ એનિમલ્સ (PETA) અંતર્ગત કાનૂની પગલાં ભરવાનું કહેવાયું છે.

image source

અસમ પોલીસના આ આદેશના પગલે પેટા ઇન્ડિયા ઇમરજન્સી રિસ્પોન્સ ટીમના એશોશિએટ મેનેજર મિત અન્સારીએ જણાવ્યું હતું કે અસમ પોલીસના અધિકારીઓના ઉપરોક્ત આદેશને કારણે અસમ પોલીસ ધન્યવાદને પાત્ર છે અને તેના કારણે જે લોકો કોરોના વાયરસના આ મુશ્કેલ સમયમાં પોતાના પાલતુ પશુઓ પર દયા નથી ધરાવતા અને અમાનવીય કૃત્ય આચરે છે તેના પર શિક્ષાત્મક પગલાં લઇ શકાશે.

image source

વિશ્વભરમાં કોરોના વાયરસના ફેલાયેલા વિકરાળ પંજામાં અનેક દેશો અર્ધ અથવા આંશિક રીતે સપડાયેલા છે ત્યારે યોગ્ય જાણકારીના અભાવે કેટલીય પ્રકારની અફવાઓ પણ વહેતી થઇ છે જેના કારણે લોકોમાં વિના કારણે ભય ફેલાયો છે. નોંધનીય છે કે આવી જ એક અફવા ફેલાઈ હતી જેમાં પાલતુ જાનવરોના સંપર્કમાં રહેવાથી કોરોના વાયરસ ફેલાય છે તેવી વાત કહેવામાં આવી હતી. જો કે આ સંબંધે અત્યારસુધી કોઈપણ દેશના કોરોના વિશેષજ્ઞોએ આ દાવાનું સમર્થન નથી કર્યું.

source :amarujala

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત