Site icon News Gujarat

ફક્ત 210 રૂપિયા જમા કરો અને મહિને મળશે 5000 રૂપિયાનું પેન્શન, જાણો કેવી રીતે મળશે ખાસ યોજનાનો લાભ

ઓછા રોકાણમાં પેન્શનની ગેરેંટી માટે અટલ પેન્શન યોજના એક સારો વિકલ્પ છે. અટલ પેન્શન યોજનાના આધારે તમે સરકાર પાસેથી મહિને 1000થી 5000 રૂપિયા સુધીનું પેન્શન મેળવી શકો છો અને 40 વર્ષની ઉંમર સુધી આ અટલ પેન્શન યોજનાને માટે અરજી કરી શકાય છે. તો જાણો દરેક નિયમોને ધ્યાનમાં રાખીને કઈ રીતે આ અટલ પેન્શન યોજનાનો લાભ લઈ શકાય છ.

વર્ષે મળશે 60000 રૂપિયા

image source

અટલ પેન્શન યોજનાનો હેતુ દરેક તબક્કાના પેન્શનના દાયરામાં લાવવાનો છે. પેન્શન નિધિ વિનિયામક અને વિકાસ પ્રાધિકરણે સરકારની પાસેથી અટલ પેન્શન યોજનાના આધારે અધિકતમ ઉંમરને વધારવાની માગણી કરી છે. યોજનાના આધારે એકાઉન્ટમાં દર 6 મહિને 1239 રૂપિયા રોકાણ કરવાથી તમને 60 વર્ષની ઉંમરે તમને આજીવન 5000 રૂપિયાનું મહિને અને વર્ષે 60000 રૂપિયાનું પેન્શન મળશે તેની ગેરેંટી આપવામાં આવે છે.

દર મહિને આપવાના રહેશે 210 રૂપિયા

image source

હાલના નિયમો અનુસાર જો 18 વર્ષની ઉંમરમાં યોજનાથી વધારેમાં વધારે 5000 રૂપિયા મહિને જોડાય છે. આ રીતે દર મહિને 210 રૂપિયા આપવાના રહે છે. આ રૂપિયા દર 3 મહિને 626 રૂપિયા અને 6 મહિને 1239 રૂપિયા થાય છે. મહિનામા 1000 રૂપિયા પેન્શન મેળવવા માટે તમે 18 વર્ષની ઉંમરમાં રોકાણ કરો છો તો માસિક 42 રૂપિયા આપવાના રહે છે.

ઓછી ઉંમરમાં જોડાવવાથી મળશે વધારે ફાયદો

image source

માની લો કે જો 5000 રૂપિયા પેન્શન માટે તમે 35ની ઉંમરે જોડાઓ છો તો તમે 25 વર્ષ સુધી એટલે દર 6 મહિને 5323 રૂપિયા જમા કરાવો છો. એવામાં તમે કુલ રોકાણ 2.66 લાખ રૂપિયાનું કરો છો. જેના આધારે તમને મહિને 5000 રૂપિયાનું પેન્શન મળશે. જ્યારે 18 વર્ષની ઉંમરે જોડાવવાથી તમારું કુલ રોકાણ ફક્ત 1.04 લાખ રૂપિયા થશે. એક જ પેન્શનને માટે લગભગ 1.60 લાખ રૂપિયા રોકાણ કરવાનું રહેશે.

સ્કીમ સાથે જોડાયેલી છે આ અન્ય વાતો

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version