ફાસ્ટેગ લગાવવાની ડેડલાઇનથી લઇને આ બધા જ મહત્વના કામની જાણી લો તારીખો વિશે, નહિં તો…

ATM વિડ્રોઅલના નિયમથી લઈને ફાસ્ટેગને વાહનો પર લગાવવાની ડેડલાઈન તારીખ સુધી ફેબ્રુઆરી મહિનામાં આપના મહત્વના કામને પુરા કરવા માટેની મહત્વની તારીખો.

ફેબ્રુઆરી, ૨૦૨૧ની તા. ૧ ફેબ્રુઆરી, ૨૦૨૧ અને તા. ૧૫ ફેબ્રુઆરી, ૨૦૨૧ તારીખ ઘણી મહત્વની છે. તા. ૧ ફેબ્રુઆરી, ૨૦૨૧ના રોજ બજેટ પ્રસ્તુત થવાનું છે જેમાં ઘણા બધા નિયમોમાં પરિવર્તન કરવામાં આવ્યો છે. તા. ૧૫ ફેબ્રુઆરી, ૨૦૨૧ સુધીમાં આપે ફોર- વ્હિલ પર ફાસ્ટેગ લગાવવાનું જરૂરી છે. હવે જાણીશું ફેબ્રુઆરી મહિનાના આવતી એ તારીખો વિષે જે આપના માટે ઘણી મહત્વની હોઈ શકે છે.

image source

તા. ૧ ફેબ્રુઆરી, ૨૦૨૧ સોમવાર:

-કોરોના વાયરસ સંક્રમણની મહામારી આવ્યા બાદ પ્રથમ બજેટ રજુ કરવામાં આવશે.

-સતત ૧૦ મહિના બાદ સામાન્ય જનતા માટે મુંબઈ લોકલ શરુ કરવામાં આવશે.

-સિનેમા થિયેટર્સ હોલમાં ૫૦% વધારે દર્શકોને બેસવાની દેવાની પરવાનગી આપવામાં આવશે.

image source

-સ્વિમિંગ પુલમાં દરેક વ્યક્તિને પ્રવેશ કરવાની પરવાનગી આપવામાં આવશે.

-રેલ્વે દ્વારા ફરીથી ઈ- કેટરિંગ સર્વિસને શરુ કરી દેવામાં આવશે. મુસાફરો ecatering.irctc.co.in પર પોતાના માટે ભોજન બુક કરાવી શકશે.

-PNB ના ગ્રાહકો non- EMV ATM એટલે કે એવું મશીન જેની મદદથી પૈસા ઉપાડતા સમયે કાર્ડ બ્લોક થતું નથી.

તા. ૨ ફેબ્રુઆરી. ૨૦૨૧. મંગળવાર.

image source

-CBSE બોર્ડના ધો. ૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષાઓની તારીખની જાહેરાત કરવામાં આવશે. ધો. ૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષાઓ તા. ૪ મે, ૨૦૨૧થી તા. ૧૦ જુન, ૨૦૨૧ સુધી ચાલી શકે છે.

તા. ૫ ફેબ્રુઆરી, ૨૦૨૧. શુક્રવાર.

-ભારત- ઈંગ્લેન્ડ વચ્ચે ચેન્નઈ શહેરમાં પ્રથમ ટેસ્ટ રમાશે.

image source

-૧૦ મહિના અને ૨૬ દિવસ બાદ ભારત દેશમાં ઇન્ટરનેશનલ ક્રિકેટની વાપસી.

તા. ૧૩ ફેબ્રુઆરી, ૨૦૨૧. શનિવારના રોજ ચેન્નઈમાં બીજી ટેસ્ટ રમાડવામાં આવશે.

તા. ૧૫ ફેબ્રુઆરી, ૨૦૨૧. સોમવાર.

-તા. ૧૫ ફેબ્રુઆરી, ૨૦૨૧ સોમવારના દિવસથી આખા દેશમાં આવેલ નેશનલ હાઈવે પર આવેલ તમામ ટોલ પ્લાઝા પર ફોર- વ્હીલર્સ માટે ફાસ્ટેગ લગાવવો ફરજીયાત કરી દેવામાં આવશે.

image source

તા. ૧૬ ફેબ્રુઆરી, ૨૦૨૧. મંગળ વાર :

-તા. ૧૬ ફેબ્રુઆરી, ૨૦૨૧ના રોજ વસંત પંચમીના દિવસે માતા સરસ્વતીનું પૂજન કરવાનું ખુબ જ મહત્વ રહેલું છે.

-વસંતપંચમીના એક દિવસ પહેલા એટલે કે, તા. ૧૫ ફેબ્રુઆરી, ૨૦૨૧ના રોજથી આપ રજા લેશો તો આપને એકસાથે ૪ દિવસ જેટલી રજા મળી જશે.

તા. ૧૮ ફેબ્રુઆરી, ૨૦૨૧. ગુરુવાર.

-IPL મીની ઓકશન ચેન્નઈ શહેરમાં થવાનું છે જેમાં ૮ ટીમ ૧૯૬ કરોડ રૂપિયા ખર્ચે તૈયાર તેવી સંભાવના.

-NASAનું હેલીકોપ્ટર પરસેવરેન્સની મંગળ ગ્રહ પર ઉતરાણ કરવાની સંભાવના છે.

image source

તા. ૨૪ ફેબ્રુઆરી, ૨૦૨૧. ગુરુવાર.

-ભારત- ઈંગ્લેન્ડની વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ અમદાવાદ શહેરના મોટેરા સ્ટેડિયમમાં રમવાની છે.

-અમદાવાદના મોટેરા સ્ટેડિયમની ૧.૧૦ લાખ દર્શકની ક્ષમતા ધરાવતું દુનિયાનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ છે. મોટેરા સ્ટેડિયમમાં ૧૧ પીચ આવેલ છે.

તા. ૨૭ ફેબ્રુઆરી, ૨૦૨૧. શનિવાર.

-તા. ૨૭ ફેબ્રુઆરી, ૨૦૨૧ શનિવારના રોજ માધ પૂર્ણિમાના દિવસે ગંગા સ્નાનનું ખુબ જ મહત્વ ધરાવે છે. અલાહાબાદ શહેરમાં માધ પૂર્ણિમાના રોજ માધ મેળો સમાપ્ત થાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત