2 ઓગસ્ટથી બુધનો થશે કર્ક રાશિમાં પરિભ્રમણ શરૂ, જાણો કઈ 8 રાશિઓને થશે લાભ

2 ઓગસ્ટના ગ્રહ ગોચરમાં બુધ-કર્ક રાશિમાં સતત 17 દિવસ પરિભ્રમણ કરશે. જેના કારણે ગુરૂ ગ્રહ વક્રીથી માર્ગી થશે પણ રાશિ પરિવર્તન નહીં કરે. ગુરૂ, શનિ અને રાહુ-કેતુને છોડીને તમામ ગ્રહ પોત પોતાની રાશિ બદલશે. ઓગસ્ટમાં આ રીતની ગ્રહોની સ્થિતિ અનેક રાશિઓને શુભ પરિણામ આપી શકે છે.

ઉલ્લેખનીય છે કે જ્યારે 1 ઓગસ્ટથી શુક્ર-મિથુન રાશિમાં પરિભ્રમણ કરશે અને અહીં તે 31 દિવસ સુધી એટલે કે 1 મહિનો રહેશે. આ સમયે સૂર્ય-કર્ક રાશિમાં તા.16 ઓગસ્ટ સુધી ભ્રમણ કરશે. મળતી માહિતી અનુસાર ગ્રહોના આ પરિભ્રમણના કારણે કોઈ ધંધાકીય મોટા સ્કૅન્ડલ બહાર આવતાં વધુ જોવા મળે, અમેરિકા-ચીન વચ્ચે વિવાદમાં વધારો થાય, અર્થતંત્રમાં કંઈક અંશે નાણાકીય વ્યવહારો વધે અથવા તો ટેકનોલોજીના માઘ્યમથી છેતરપિંડી, ફ્રોડના કિસ્સાઓ વધે. આ તમામ સ્થિતિને ધ્યાનમાં રાખ્યા બાદ પણ આ પરિભ્રમણ દરેક રાશિના જાતકોને પોતાની ચંદ્ર રાશિથી કેવું પરિણામ આપશે તે આ રીતે જાણી શકાય છે.

જાણો તમામ 12 રાશિઓને બુધ ગ્રહના કર્ક રાશિમાં થતા પરિભ્રમણથી લાભ વિશે. આ 17 દિવસમાં તમારી રાશિ પર કેવી સાનૂકુળ અને વિપરિત અસરો થશે તે અત્યારથી જાણો.

મેષ રાશિ (અ,લ,ઈ):- સામાજિક વ્યવહારમાં કરવી પડી શકે છે. લગ્નજીવનમાં નવો પ્રેમસંબંધ બંધાવવાના કારણે સમસ્યા થશે. નાના ભાઈભાંડુ તરફથી શુભ સમાચાર મળે. પરિવારમાં સુમેળ રાખવાની કોશિશ કરો.

વૃષભ રાશિ (બ,વ,ઊ):- પારિવારિક મતભેદના કારણે કજિયા થઈ શકે. રોજિંદા ખર્ચામાં વધારો થાય. સંતાન તરફથી અચાનક શુભ સમાચાર મળે.

મિથુન રાશિ( ક,છ,ઘ):- અધૂરા કાર્યો પૂરા થશે પણ તેમાં સમય લાગશે. માતા સાથે બગડેલા સંબંધો સુધરે. લેખન-વાંચન-કૌશલ્યમાં વધુ રસ રુચિ વધે. આ સમયે તમે લોકપ્રિયતા મેળવશો.

કર્ક રાશિ (હ,ડ):- સ્વાસ્થ્ય સંબંધી સમસ્યા વધે. ખાસ કરીને સ્કીન પ્રોબ્લેમ્સમાં વધારો થશે. નોકરીમાં સારા સમાચાર મળશે અને નવી ડીલના કારણે વેપાર-વ્યવસાય વધે.

સિંહ રાશિ (મ,ટ):- મુશ્કેલ સ્થિતિમાં યુવામિત્રોથી મદદ મળે. શેરબજારમાં અચાનક ધન પ્રાપ્તિ થઇ શકે. કુટુંબમાં માંગલિક પ્રસંગ આવે અને દરેક બાજુ આનંદનું વાતાવરણ રહે.

કન્યા રાશિ (પ,ઢ,ણ):- આપના દ્વારા ધર્મક્ષેત્રે શુભ સમાચાર મળશે. નવું શીખવા સમજવા માટે અતિ ઉત્તમ સમય. નાના પ્રયાસોથી બચતમાં વધારો કરી શકશો.

તુલા રાશિ (ર,ત):- વેપારી વર્ગ માટે આ સમયે શુભદાયી રહેશે. જૂના ખોવાયેલાં કાગળો મળી જાય. સ્વાસ્થ્ય માટે સમય સારો રહેશે.

વૃશ્ચિક રાશિ (ન,ય):- ખોટા વાદ વિવાદમાં ઉતરવાનું ટાળવું, નવા રોકાણ તમારા માટે લાભદાયી હોઈ શકે છે. માટે તેમાં ધ્યાન કેન્દ્રિત કરો. છેતરપીંડિનો ભોગ બનવાના યોગ હોઈ સાવધ રહેવું.

ધન રાશિ (ભ,ધ,ફ,ઢ):- આ સમયે તમને માનસિક ટેન્શન વધારે રહી શકે છે. કોર્ટ કચેરીના કામ તમને અગવડતાનો અનુભવ કરાવશે, નોકરિયાત વર્ગને થોડી રાહત મળી શકે છે.

મકર રાશિ (ખ,જ):- પારિવારિક પ્રશ્નો આ સમયે તમને વધારે હેરાન કરશે. સતત ટેન્શનના કારણે લગ્ન જીવનમાં ઝઘડાનું પ્રમાણ વધશે. તમારે આ સમયે પોતાના પર કાબૂ મેળવવાનો છે.

કુંભ રાશિ(ગ,સ,શ):- ખોટા ખર્ચા બંધ કરીને બચત પર ધ્યાન કેન્દ્રીત કરવું. આ સમય નોકરિયાત વર્ગના પ્રમોશન માટે સારો છે. શક્ય છે આ વર્ષે તમને સારું ઈન્ક્રીમેન્ટ મળે. તમારા કામની કદર થશે.

મીન રાશિ (દ,ચ,ઝ,થ):- ઘરમાં નાના બાળકોને સ્વાસ્થ્યની તકલીફ થશે. જો તમે કોઈ અભ્યાસ અધૂરો મૂક્યો છે તો તે પૂર્ણ થશે. મિત્રોની પૂરતી મદદ મળશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત