કોરોના વેક્સિન માટે આ તારીખથી ડોર ટુ ડોર સર્વે હાથ ધરાશે, મતદાન મથક પ્રમાણે તૈયાર કરવામાં આવશે ડેટા

કોરોના વેક્સિનના વિતરણને લઈને પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. તો બીજી તરફ રાજ્યમાં કોરોનાના કેસમાં હવે ધીમો ઘટાડો જોવા મળી રહ્યો છે. બીજી બાજુ, વેક્સિનની ચાલી રહેલી ટ્રાયલથી સંક્રમણના હાહાકારમાં લોકોને હાશકારો થયો છે. ત્યારે અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં કોરોનાની વેક્સિનની ટ્રાયલ ચાલી રહી છે. ઘરદીઠ સર્વે મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં મ્યુનિસિપલ કમિશનર મારફત અને અન્ય વિસ્તારોમાં જિલ્લા કલેક્ટર તથા જિલ્લા વિકાસ અધિકારી મારફત 10 ડિસેમ્બરથી 13 ડિસેમ્બર દરમિયાન કરવામાં આવશે.

image source

મંગળવારે જ ટીમોની રચના કરી દેવા અપાયું હતું સુચન

નોંધનિય છે કે આ કામગીરી માટે ચૂંટણી દરમિયાન જે રીતે મતદાન મથકદીઠ ટીમની રચના થાય છે, એ રીતે સર્વે ટીમ બનાવીને કામગીરી કરવા જણાવવામાં આવ્યું છે. દરેક મ્યુનિસિપલ કોર્પોરેશનને તથા જિલ્લા તંત્રને આ સર્વે માટે મતદાન મથક પ્રમાણે તાત્કાલિક મંગળવારે જ ટીમોની રચના કરી દેવાનું તેમજ દરેક ટીમને ઓરિયેન્ટેશન આપવાનું જણાવાયું છે. સર્વે ટીમોએ કોમોર્બિડિટીમાં કેન્સર, અવયવ ટ્રાન્સપ્લાન્ટ, કિડનીના રોગો, હૃદયના રોગો, થેલિસિમિયા, સિકલસેલ એનિમિયા, એઈડ્સ, માનસિક રોગો સહિત અસાધ્ય રોગોની માહિતી ધ્યાને લેવા જણાવાયું છે.

image source

ટાસ્ફફોર્સની રચના કરવામાં આવી

તો બીજી તરફ આ સમગ્ર બાબતો અંગે રાજ્યના આરોગ્ય કમિશનરે પરિપત્ર બહાર પાડી તમામ જિલ્લા કલેક્ટરો, જિલ્લા વિકાસ અધિકારીઓ તેમજ મ્યુનિસિપલ કમિશનરોને મોકલાવ્યો છે.વેક્સિનેશન માટે રાજ્યના તમામ 33 જિલ્લા અને 248 તાલુકા અને કોર્પોરેશન કક્ષાએ ટાસ્ફફોર્સની રચના કરવામાં આવી છે. આ આદેશને પગલે રાજ્યના તમામ જિલ્લા કલેક્ટરો, મહાનગરપાલિકાના કમિશનરો અને આરોગ્ય અધિકારીઓએ તૈયારીઓ આરંભી દીધી છે. આ તમામ અધિકારીઓને હેલ્થ વર્કર્સ, કોરોના વોરિયર્સ, વૃદ્ધો અને કો-મોર્બિડિટી ધરાવતા લોકોની યાદી તૈયાર કરવામાં આવી રહી છે.

image source

50 વર્ષથી વધુની ઉંમરના લોકોની યાદી તૈયાર

રાજ્યના અધિકારીઓ કેન્દ્રની ટીમ સાથે કો-ઓર્ડિનેશન કરીને સાથે મળીને કામ કરવામાં લાગી ગયા છે. 50 વર્ષથી વધુની ઉંમરના લોકોની યાદી પણ તૈયાર કરાઈ છે. 50 વર્ષથી વધુની ઉંમરના 2.59 લોકોની યાદી તૈયાર કરાઈ છે. ઉપરાંત 50 વર્ષથી ઓછા પણ જે કો-મોર્બિડ લોકો છે તેની યાદી તૈયાર કરવામાં આવી છે. વેક્સિન આવી ગયા બાદ વેક્સિનને રાખવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે, કોલસ્ટોરેજનું ઓડિટ કરવામાં આવ્યું છે.

image source

4 સ્ટેજમાં આ વેક્સિન આપવામાં આવશે

કોલસ્ટોરેજની કેપેસિટી વધારવાનું કામ ચાલી રહ્યું છે તેમજ વેક્સિન આવી ગયા બાદ લોકોને આપવામાં માટેની પણ વ્યવસ્થા કરી દેવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કોરોના વેક્સિન આપવા માટેની તૈયારીઓ અગાઉથી જ આરંભી દીધી હતી. વેક્સિનના વિતરણ મામલે કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીએ એક મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે 4 સ્ટેજમાં આ વેક્સિન આપવામાં આવશે, જેમાં સૌપ્રથમ હેલ્થ વર્કર્સને રસી આપવામાં આવશે, જેના માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના 40 હજાર જેટલા કર્મચારીઓની યાદી તૈયાર કરી દેવાઈ છે અને આ યાદી રાજ્ય સરકારમાં મોકલી દેવામાં આવી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત