Site icon News Gujarat

આથિયા શેટ્ટીને ખૂબ જ ગમે છે બોયફ્રેન્ડ કેએલ રાહુલના કપડાં, વિશ્વાસ ન આવતો હોય તો જોઈ લો આ ફોટા

બોલિવૂડ અભિનેત્રી આથિયા શેટ્ટી ભલે થોડા દિવસોથી ફિલ્મોમાં જોવા ન મળી હોય પરંતુ તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને પોતાની તસવીરો ફેન્સ સાથે શેર કરતી રહે છે. પોતાના અભિનય અને સુંદરતા સિવાય અથિયા શેટ્ટી પોતાની અંગત જિંદગીને કારણે પણ ચર્ચામાં રહે છે. તેનું નામ ઘણીવાર ક્રિકેટર કેએલ રાહુલ સાથે જોડવામાં આવ્યું છે, પરંતુ થોડા દિવસો પહેલા, અથિયા શેટ્ટીના જન્મદિવસ પર કેએલ રાહુલની પોસ્ટ પરથી તે સ્પષ્ટ થઈ ગયું કે બંનેએ તેમના સંબંધો પબ્લિકલી જાહેર કરી દીધા છે. અથિયા શેટ્ટીના ભાઈ અહાન શેટ્ટીની ફિલ્મ તડપના પ્રીમિયરમાં કેએલ રાહુલ પણ આથિયા શેટ્ટીના આખા પરિવાર સાથે જોવા મળ્યો હતો. હવે ફરી એકવાર તેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જે દર્શાવે છે કે આથિયા શેટ્ટીને બોયફ્રેન્ડ કેએલ રાહુલના કપડા ખૂબ જ પસંદ છે.

image soucre

ક્રિકેટર કેએલ રાહુલ અને આથિયા શેટ્ટીના ફોટામાં બંને વચ્ચે જબરદસ્ત બોન્ડિંગ જોવા મળે છે, પરંતુ આ સમયે સોશિયલ મીડિયા પર જે ફોટો વાયરલ થઈ રહ્યા છે તે દર્શાવે છે કે આથિયા શેટ્ટીને બોયફ્રેન્ડ કેએલ રાહુલના કપડા ખૂબ પસંદ છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા ફોટોમાં આથિયા શેટ્ટી તેના બોયફ્રેન્ડ રાહુલની હૂડી પહેરેલી જોવા મળી રહી છે. ફેન્સ કોમેન્ટ દ્વારા આ તસવીર પર પોતાનો પ્રેમ વરસાવી રહ્યા છે

image soucre

આ બંને ફોટામાં જોઈ શકાય છે કે આથિયા શેટ્ટી અને તેના બોયફ્રેન્ડ કેએલ રાહુલે એક જેવી જ ટી-શર્ટ પહેરી છે. આ બંને તસવીરો રાહુલ અને આથિયાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવી છે.

image soucre

આ પહેલા કેએલ રાહુલ પણ આથિયા શેટ્ટીના ભાઈની ડેબ્યુ ફિલ્મ તડપના પ્રીમિયરમાં પહોંચ્યો હતો, જ્યાં આથિયા શેટ્ટીનો આખો પરિવાર પણ હાજર હતો. અથિયાના પિતા સુનીલ શેટ્ટી, માતા માના શેટ્ટીએ પણ પ્રીમિયરમાં રાહુલ સાથે ફોટોગ્રાફ્સ માટે પોઝ આપ્યો હતો

image soucre

તમને જણાવી દઈએ કે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) ના શ્રેષ્ઠ બેટ્સમેનોમાંના એક રાહુલને આઈપીએલ 2022 માટે મેગા હરાજી પહેલા પંજાબ કિંગ્સ દ્વારા તાજેતરમાં રિલીઝ કરવામાં આવ્યો હતો. પંજાબ કિંગ્સે મયંક અગ્રવાલ અને અર્શદીપ સિંહને જાળવી રાખ્યા છે.પંજાબના કોચ અનિલ કુંબલેએ જણાવ્યું કે ફ્રેન્ચાઇઝી કેએલ રાહુલને પોતાની સાથે રાખવા માંગતી હતી, પરંતુ તેઓએ આગળ વધવાનું નક્કી કર્યું. અહેવાલો અનુસાર, રાહુલ હવે IPL 2022માં લખનૌની નવી ફ્રેન્ચાઇઝીનું નેતૃત્વ કરવા માટે તૈયાર છે.

Exit mobile version