આથિયાએ શેર કરી કે.એલ.રાહુલ સાથે એકદમ ક્લોઝ તસવીર, પિતા સુનીલ શેટ્ટીએ બન્ને વચ્ચેના અફેરને લઈ કહ્યું કે…

બોલિવૂડ અભિનેતા સુનીલ શેટ્ટીની પુત્રી અને અભિનેત્રી આથિયા શેટ્ટી ઘણીવાર તેની તસવીરોને લઈને હેડલાઇન્સમાં રહે છ. તાજેતરમાં તે કે.એલ. રાહુલ સાથેની તસવીરો વાયરલ થવાને કારણે ચર્ચાનો વિષય બની છે. જો કે, આ પહેલીવાર નથી જ્યારે તેણે કેએલ રાહુલ સાથે તસવીર શેર કરી હોય, પરંતુ તે ઘણી વાર તેની સાથે ફોટો શેર કરે છે. પરંતુ તાજેતરમાં શેર કરેલો ફોટો ચર્ચામાં આવ્યો છે.

image source

જેની ખાસ વાત એ છે કે આથિયાએ રાહુલના જન્મ દિવસના ખાસ પ્રસંગે રાહુલ સાથેની તેની તસવીર કરી છે. આથિયાએ ફોટો દ્વારા રાહુલના જન્મ દિવસની શુભેચ્છા પાઠવી છે. આને કારણે બંને પ્રશંસકો ફરીથી તેના અફેર અંગે ચર્ચાઓ કરી રહ્યા છે અને એ ચર્ચા હવે તીવ્ર બની છે. ફોટો શેર કર્યા પછી આથિયાએ કેપ્શનમાં લખ્યું કે, તમારા માટે આભારી, જન્મ દિવસની શુભેચ્છા.

image source

આ સિવાય અહાન શેટ્ટીએ પણ ઈન્સ્ટા પર કે.એલ.રાહુલના જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. તેણે એરપોર્ટની તસવીર શેર કરી છે. જેમાં તેણે કેપ્શનમાં હેપ્પી બર્થડે લખ્યું હતું. બીજી તરફ તાજેતરના એક ઇન્ટરવ્યુમાં સુનિલ શેટ્ટીએ કહ્યું હતું કે, ‘કેએલ રાહુલ અદ્ભુત છે. હું હંમેશાં માનું છું કે તે આપણા દેશના સૌથી સક્ષમ ક્રિકેટરમાંનો એક છે. લોકો તેને અન્ય રીતે લઈ શકે છે પરંતુ હું ઘણાં વર્ષોથી કહી રહ્યો છું કે તે ટેકનીકની રીતે એકદમ પરફેક્ટ છે.

image source

સુનીલ શેટ્ટીને જ્યારે આથિયા અને રાહુલ વચ્ચેના સંબંધ વિશે પૂછ્યું ત્યારે તેણે કહ્યું, ‘હું તેની સાથે રિલેશનશિપને લઈ નથી. તમારે આથિયાને આ વિશે પૂછવું જોઈએ. તમે આવીને મને કહેજો કે શું સાચું છે, અમે પછી એ વિશે વાત કરીશું. જો તમને જાતે આ વિશે નથી ખબર, તો પછી તમે મને કેવી રીતે પૂછી શકો છો.

image source

ઉલ્લેખનીય છે કે બોલિવૂડ એક્ટ્રેસ આથિયા શેટ્ટી અને ક્રિકેટર કેએલ રાહુલ વચ્ચેની રિલેશનશિપના સમાચાર છેલ્લા લાંબા સમયથી ચર્ચામાં છે. પરંતુ, તેઓ બંનેએ ક્યારેય પણ પોતાના સંબંધો પર ખુલીને ચર્ચા નથી કરી પણ તેઓ ઘણીવખત આઉટિંગ્સ અને ડિનર ડેટ પર જોવા મળે છે. આ સાથે જ આથિયા શેટ્ટી અને કેએલ રાહુલ સોશિયલ મીડિયા પર એકબીજાની પોસ્ટ પર કોમેન્ટ કરતા રહે છે.

image source

બોલિવૂડ એક્ટર સુનીલ શેટ્ટીની દીકરી આથિયા શેટ્ટીએ વર્ષ 2015માં આવેલી ફિલ્મ ‘હીરો’થી બોલિવૂડમાં ડેબ્યુ કર્યું હતું. આ સિવાય તે ફિલ્મ ‘મુબારકા’, ‘નવાબઝાદે’ અને ‘મોતીચૂર ચકનાચૂર’માં જોવા મળી હતી. આથિયા શેટ્ટીની ફિલ્મો બોલિવૂડમાં કોઈ ખાસ કમાલ દેખાડી શકી નથી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *