Site icon News Gujarat

ગરમીમાં અનેક સ્કિન પ્રોબ્લેમ્સથી બચવું હોય તો અઠવાડિયામાં એક વાર ચહેરા પર લગાવો મુલતાની માટી, મળશે અનેક ફાયદાઓ

આજે નહીં તો કાલ દરેક વ્યક્તિને વૃદ્ધ થવું જ છે. વૃદ્ધત્વને રોકી શકાતું નથી. પરંતુ વૃદ્ધાવસ્થાના નિશાનો ચેહરા પર આવે ત્યારે, વિવિધ ઉપાયો અપનાવવામાં આવે છે. ખાસ કરીને મહિલાઓ ક્યારેય ઇચ્છતી નથી કે તેમની ઉંમર ચહેરા પર દેખાય. આવી સ્થિતિમાં ત્વચાને બેદાગ અને ટાઈટ કરવા માટે સ્કિન ટાઇટિંગ અથવા ત્વચાની અન્ય કોઈ ટ્રીટમેન્ટ લેવામાં આવે છે. જે દરેક મહિલા કરી શકતા નથી.

image source

આવી સ્થિતિમાં, જો તમે ઇચ્છો તો તમે મુલતાની માટીનો ઉપયોગ કરી શકો છો. મુલતાની માટીના ફેસ પેકમાં કુદરતી ગુણધર્મો છે જે તમારી ત્વચાને ઠંડુ રાખવામાં મદદ કરે છે. તેમાં સોડિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, હાઇડ્રેટેડ એલ્યુમિનિયમ સિલિકેટ જેવા તત્વો છે. જે તમારી ત્વચાને સ્વસ્થ રાખે છે અને ત્વચાના કોષોને પણ સ્વસ્થ રાખે છે.

મુલતાની માટી એક શક્તિશાળી હીલિંગ માટી છે જે સીબુમ, પરસેવો, તેલ અને સંચિત છિદ્રોમાંથી ગંદકી જેવી અશુદ્ધિઓને શોષી લે છે. મુલતાની માટી તમને ડાઘ, પિમ્પલ્સ તેમજ ત્વચાની અનેક સમસ્યાઓથી છુટકારો મેળવવામાં મદદ કરી શકે છે. માત્ર આ જ નહીં, આ ફેસ-પેકનો ઉપયોગ કરવાથી ઉનાળા દરમિયાન તમારે ત્વચા સંબંધિત કોઈપણ સમસ્યાનો સામનો કરવો નહીં પડે.

image source

ઉનાળાની ઋતુમાં મુલતાની માટીની પેસ્ટ ચહેરા પર 20 મિનિટ માટે લગાવો અને પછી તેને શુધ્ધ પાણીથી ધોઈ લો. તમે આ ફેસપેકનો ઉપયોગ અઠવાડિયામાં એકવાર કરી શકો છો. તમે તમારી ત્વચા મુજબ મુલતાની માટીના ફેસ-પેકનો ઉપયોગ કરી શકો છો.

સામાન્ય ત્વચા માટે મુલતાની માટી ફેસપેક

ટમેટાંનો પલ્પ અને કાચું દૂધ મુલતાની માટીમા નાંખો અને તેને સારી રીતે મિક્સ કરી. હવે આ પેસ્ટ ચેહરા પર લગાવો અને જ્યાં સુધી પેસ્ટ સુકાઈ ન જાય, ત્યાં સુધી રહેવા દો. ત્યારબાદ તમારો ચેહરો સાફ પાણીથી ધોઈ લો. આ ફેસપેકનો ઉપયોગ ચેહરા પર કરવાથી તમારા ચેહરા પર ગ્લો વધે છે.

image source

તૈલીય ત્વચા માટે મુલ્તાની માટી ફેસપેક

તૈલીય ત્વચા દૂર કરવા માટે મુલતાની મીટ્ટીમાં ચંદન પાવડર અને ગુલાબજળ મિક્સ કરીને એક પેસ્ટ બનાવો.હવે આ પેસ્ટ ચેહરા પર લગાવો અને આ પેસ્ટ સુકાવા દો. ત્યારબાદ તમારા ચેહરાને સાફ પાણીથી ધોઈ લો. આ ફેસ-પેકનો ઉપયોગ કરવાથી તમારી તૈલીય ત્વચા દૂર થશે.

શુષ્ક ત્વચા માટે મુલ્તાની માટીનું ફેસપેક

મુલ્તાની માટીમાં દહીં અને મધ મેળવીને એક પેસ્ટ બનાવો અને બ્રશની મદદથી આ પેસ્ટ ચહેરા પર લગાવો. ત્યારબાદ તમારો ચેહરો 10 મિનિટ પછી ધોઈ લો.

image source

કોમ્બિનેશન ત્વચા માટે મુલતાની માટીનું ફેસપેક

મુલ્તાની માટીમાં કાચું દૂધ, મધ અને એલોવેરા જેલ મિક્સ કરીને ફેસપેક બનાવો. હવે આ ફેસપેક તમારી ત્વચા અને ગળા પર લગાવો. જ્યાં સુધી પેસ્ટ ન સુકાઈ જાય ત્યાં સુધી તેને ચેહરા પર રહેવા દો. પછી તમારા ચેહરાને સાદા પાણીથી ધોઈ લો.

સેંસટિવ ત્વચા માટે મુલતાની માટી ફેસપેક

મુલતાની માટીમાં દૂધ અને એલોવેરા જેલ મિક્સ કરીને એક ફેસપેક બનાવો. હવે આ ફેસપેકને ચેહરા પર લગાવો અને થોડા સમય સુધી રહેવા દો. ત્યારબાદ તમારા ચેહરાને સાદા પાણીથી ધોઈ લો.

image source

ખીલની સમસ્યા દૂર કરવા માટે મુલતાની માટીનું ફેસપેક

તુલસી અને લીમડાના પાવડર સાથે મુલતાની માટીમાં થોડી હળદર અને ગુલાબજળ ઉમેરીને એક સરળ પેસ્ટ બનાવો. ત્યારબાદ આ પેસ્ટને તમારા ચેહરા પર લગાવો અને થોડા સમય સુધી રહેવા દો. હવે તમારો ચેહરો સાદા પાણીથી ધોઈ લો. આ પેસ્ટનો નિયમિત ઉપયોગ કરવાથી તમારા ચેહરા પરના ખીલ દૂર થશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version