અટકેલી વીંટી કાઢવામાં મદદ કરે છે વેસેલિન, જાણી લો 9 અન્ય ઉપયોગો

શિયાળો આવતાંની સાથે તમારી સ્કીન સૂકાવવા અને ફાટવા લાગે છે. આ સમયે તમે સ્કીન લોશનની સાથે પેટ્રોલિયમ જેલી એટલે કે વેસેલિનનો મોટાભાગે ઉપયોગ કરો છો. ફાટેલા હોઠ હોય કે હાથપગ દરેક જગ્યાએ તમે તેને લગાવી લો છો. તેને તમે તમારી કિટમાં પણ રાખવાનું પસંદ કરો છો.

image source

આજે અમે તમારા માટે વેસેલિનના એવા ઉપયોગ લાવ્યા છીએ જેને તમે ભાગ્યે જ અજમાવ્યા હશે. તો જાણી લો કયા છે વેસેલિનના ખાસ ઉપાય જે તમારા નાના કામને સરળ બનાવે છે.

અટકેલી વીંટી કાઢવા

image source

આંગળીમાં વીંટી ફસાઇ ગઇ છે અને નીકળીતી નથી તો તેની આસપાસ વેસેલિન લગાવો. હવે ધીમે ધીમે તેને હલાવો. તે ઝડપથી નીકળી જશે.

ઇયરિંગ્સ કાઢવા

image source

અનેક લોકો પોતાના કાનની પાછળના ભાગમાં વેસેલિન લગાવે છે. તેનાથી ત્યાં ચિકાશ બની રહે છે અને ઇયરિંગ્સ કાઢવા કે પહેરાવામાં સરળતા રહે છે. દર્દ થતું નથી.

જૂતાં કે બેગને ચમક આપવા

ગ્લોસી જૂતાં, પર્સ કે અન્ય ચામડાની ચીજો પર વેસેલિન લગાવી શકાય છે. તે કોઇપણ ચીજને ચમકાવવાની સરળ રીત છે. તે લગાવીને તેની પર કપડું ઘસો. ચમક આવી જશે.

ઘસાઇ ગયેલા કે વાગવાના ડાઘ પર

image source

કપડાના ઘસાવવાથી પડેલા ડાઘ હોય કે દાઝેલાના ડાઘ વેસેલિન મદદ કરે છે. તેની પર વેસેલિન લગાવવાથી બળતરા ઓછી થાય છે અને સ્કીન ગ્લોસી રહેવાથી ખેંચાણ અનુભવાતું નથી.

પાઉડરી આઇ શેડો માટે

અનેક મહિલાઓ ક્રીમી આઇશેડો પસંદ કરે છે. તેમના માટે બેસ્ટ ઉપાય છે કે તમે પાઉડરી આઇશેડો લગાવતાં પહેલા પાંપણ પર થોડું વેસેલિન લગાવી લો. પછી મેકઅપ કરો.

પરફ્યુમની સ્મેલ લાંબો સમય રાખવા માટે

image source

શરીર પર પરફ્યુમની સ્મેલ લાંબો સમય રાખવા તમે વેસેલિન વાપરી શકો છો. પરફ્યૂમ યુઝ કરતા પહેલાં તે જગ્યા પર વેસેલિન લગાવો. સ્મેલ લાંબો સમય સાથ આપશે.

સ્પિલ્ટ્સ હેરની કેર કરવા

તમારા હાથ પર થોડું વેસેલિન લો અને તેને વાળના એન્ડ્સ પર લગાવો. થોડી વાર રહેવા દો. તે તમારા વાળને સ્પિલ્ટ્સથી કેર કરે છે.

મેકઅપ રિમૂવર તરીકે

image source

એક કોટન બોલને વેસેલિનમાં ડિપ કરો અને તેનાથી તમારા મસ્કરા કે લાઇનરને સાફ કરો. આંખોની આસપાસનો ભાગ પણ સાફ કરો. તે રિંકલ્સને મોઇશ્ચરાઇઝ કરે છે અને સ્કીનની કેર કરે છે.

ક્યૂટિકલ્સ ક્લીઅર કરે

image source

જ્યારે તમે રિમૂવરથી નેલપોલિશ સાફ કરો છો ત્યારે તમારા ક્યુટિક્લ્સ સારી રીતે સાફ કરીને તમને તેને મોઇશ્ચરાઇઝ કરતાં નથી. આ સમયે તમે તેની પર વેસેલિન લગાવી લો. તે સરળતાથી મોઇશ્ચર થશે અને સ્કીન સારી રહેશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત