આ વ્યક્તિએ રામ મંદિર માટે આપ્યું 11 કરોડ રૂપિયાનું દાન, કારોબાર જાણીને વિચારતા રહી જશો

આપણે સૌ જાણીએ છીએ કે અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના નિર્માણની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. આ અભિયાનની શરૂઆત માટે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે 5 લાખ 100 રૂપિયાનો ચેક આપીને શરૂઆત કરી હતી.

image source

આ સાથે જ આ ખાસ મંદિરના નિર્માણ માટે ગુજરાતના એક હીરા કારોબારી ગોવિંદભાઈ ઢોલકિયાએ 11 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે. તેઓએ આ ધન રાશિ અયોધ્યામાં બની રહેલા શ્રીરામ મંદિરના નિર્માણ માટે આપી છે. રામ મંદિર તીર્થ ક્ષેત્ર અને આરએસએસ દેશભરમાંથી ધન એકઠું કરી રહ્યા છે. આ અભિયાન દોઢ મહિના સુધી ચાલશે. તેમાં કોઈ પણ વ્યક્તિ પોતાની ઈચ્છા અનુસાર દાન કરી શકે છે.

સામાન્ય માણસથી લઈને ઉદ્યોગપતિઓ આપી રહ્યા છે દાન

image source

આ અભિયાન હેઠળ 27 ફેબ્રુઆરી સુધી દેશભરમાં લગભગ 13 કરોડ પરિવાર સુધી પહોંચવાનું લક્ષ્ય રખાયું છે. આ પરિવારોની પાસેથી ફંડ લેવાનું લક્ષ્ય છે. લોકો જે પણ રૂપિયા આપશે તેને મંદિરના નિર્માણમાં ઉપયોગમાં લેવાશે. આ અભિયાનમાં સામાન્ય વ્યક્તિથી લઈને ઉદ્યોગપતિઓ દાન આપી રહ્યા છે. આ કડીમાં ગુજરાતના વ્યાપારી ગોવિંદભાઈ ઢોલકિયાએ 11 કરોડ રૂપિયાનું ફંડ આપ્યું છે. ગોવિંદભાઈ સૂરતના હીરાના વેપારી છે અને રામકૃષ્ણ ડાયમંડના માલિક છે. તેઓ વર્ષોથી આરએસએસ સાથે જોડાયેલા છે. 1992માં થયેલા રામ મંદિરની પહેલમાં પણ તેઓ સામેલ થયા હતા.

ઈચ્છા શક્તિ અનુસાર આપી શકાય છે દાન

image source

આ સિવાય સૂરતમાં કેમિકલ ઈન્ડસ્ટ્રીના માટે જાણીતા મહેશ કબૂતરવાલાએ 5 કરોડ રૂપિયા અને લવજી બાદશાહે 1 કરોડ રૂપિયાનું દાન આપ્યું હતુ. ઉત્તરપ્રદેશના રાયબરેલી નિવાસી સુરેન્દ્ર સિંહે પણ એક કરોડનું દાન આપ્યું છે. આ સિવાય અનેક વેપારીઓએ 5થી લઈને 21 લાખ રૂપિયાનું દાન આપ્યું છે. બીજેપીના ગોરધન ઝડફિયાએ અને ભાજપના કોષાધ્યક્ષ સુરેન્દ્ર પટેલે પણ રામ મંદિરના નિર્માણ માટે 5-5 લાખ રૂપિયાનું દાન આપ્યું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત