રૂપિયા 1,2 અને 5ની નોટ માટે ભારત સરકારે બનાવ્યો ખાસ નિયમ, તમારા માટે જાણવો છે જરૂરી

સમયની સાથે સાથે દરેક દેશ પોતાની કરન્સીમાં પણ ફેરફાર કરતા રહે છે. ભારત તેનાથી અલગ નથી. ડિમોનેટાઈઝેશનની મદદથી અચાનક જૂની નોટ બંધ કરીને નવી નોટ આવી તે આપણે સૌ જાણીએ છીએ. સમયની સાથે ભારતમાં છપાતી નોટનું રૂપ પણ અનેકગણું બદલાયું છે. અનેક વાર જૂની નોટોને રોકી દેવાઈ છે અને કેટલીકનું ચલણ તો ધીરે ધીરે બંધ થઈ ગયું છે. 1, 2 અને 5 રૂપિયાની જૂની નોટને લઈને ખાસ યોગ્ય જાણકારી મળી રહી નથી પણ આરબીઆઈને લાગે છે કે આ નોટની હવે ખાસ જરૂર નથી. હાલમાં પણ અનેક લોકો પાસે આ ત્રણ નંબરની નોટ છે. એવામાં લોકો અસમંજસમાં રહે છે કે આવી નોટોનું શુ કરવું.

image source

ભારતમાં અનેક વર્ષોથી અનેક પ્રકારની નોટો છપાઈ રહી છે. દેશમાં રિઝર્વ બેંકને નોટ છાપવાની પરમિશન છે. શરૂથી જ આ ઓર્ગેનાઈઝેશન નોટ છાપી રહ્યુ છે. દેશમાં અત્યારસુધીમાં અનેક નોટ અને સિક્કા બંધ થયા છે. હાલના સમયમાં રિઝર્વ બેંક 10,20, 50,100, 200, 500 અને 2000 રૂપિયાની નોટ છાપે છે. તેને બેંકનોટ પણ કહેવામાં આવે છે. તેને આરબીઆઈ છાપે છે. આ સિવાય કોી પણ આા નોટ છાપી શકતું નથી.

image source

થોડા સમય પહેલાં સુધી 1, 2 અને 5 રૂપિયાની નોટ છપાતી હતી. હવે એમ કહીને તેને રોકી દેવાઈ છે કે તેની જરૂર નથી કારણ કે વધતી મોંઘવારી સામે આટલી રકમમાં કંઈ આવતું નથી. પરંતુ કેટલાક લોકો પાસે હજુ પણ આ નોટ છે. ક્યારેક લોકો દુકાનમાં આ નોટ આપે છે તો દુકાનદારો તેને લેતા નથી અને કહે છે કે હવે આ નોટ ચાલતી નથી.

image source

અહીં તમને જણાવી દઈએ કે આ નોટ હજુ પણ ચલણમાં છે. તેને સ્વીકાર કરવાની કોઈ ના પાડી શકે નહીં. જો કોઈ ના પાડે તો તમે તેની વિરુદ્ધમાં ફરિયાદ કરી શકો છો.

નોટની સાથે સંકળાયેલો છે આવો ઈતિહાસ

image source

નોટને થાપવાની શરૂઆતની વાત કરવામાં આવે તો અત્યાર સુધીમાં સૌથી મોટી જે નોટ છપાઈ હતી તેની કિંમત 10000 રૂપિયાની હતી. 1938માં પહેલી વાર આ નોટ છપાઈ હતી. તેને 1946માં રદ્દ કરવામાં આવી હતી. 1954માં ફરીથી તેને છાપવાનું શરૂ કર્યું પણ 1978માં ફરીથી તેને બંધ કરવામાં આવી. આ સિવાય 1000ની નોટ પણ હવે બંધ થઈ ચૂકી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત