ફોલો કરો આ સ્ટેપ્સ અને ફ્રીમાં કરાવી લો આધાર કાર્ડનું રજિસ્ટ્રેશન, થશે લાભ

આધાર કાર્ડ દરેક ભારતીયો માટે હવે જરૂરી બની ગયું છે. તે એક ખાસ ડોક્યુમેન્ટ ગણાઈ રહ્યો છે. તેને ઓળખપત્રના રૂપમાં ઉપયોગમાં લેવામાં આવે છે. આધાર કોઈ પણ નાણાંકીય લેનદેન અને સરકારી યોજનાઓનો લાભ લેવા માટે જરૂરી છે, ભારતીય વિસ્ષ્ટ ઓળખ પ્રાધિકરણ UIDAI એ આધાર સાથે સંબંધિત સેવાઓ આપવાનો અધિકાર છે. ઉલ્લેખનીય છે કે UIDAIના દ્વારા સમયાંતરે આધાર સાતે સંબંધિત મહત્વની જાણકારી મળી રહે છે. આધાર સાથે જોડાયેલી અનેક વાતો એવી છે જેને વિશે અનેક લોકો જાણતા નથી.

ફ્રી છે આધાર કાર્ડનું રજિસ્ટ્રેશન

image source

આધાર કાર્ડનું રજિસ્ટ્રેશન લોકો માટે ફ્રી છે. આ માટે UIDAIએ ગુરુવારે એક ટ્વિટની કર્યું છે. તેમાં કહેવાયુ ંછે કે આધાર કાર્ડનું રજિસ્ટ્રેશન ફ્રી છે. આધારને અપડેટ કરવા માટે ચાર્જ પહેલાં નક્કી કરી લેવાયો છે. જો આ સિવાય તમારી પાસે કોઈ પણ વ્યક્તિ ચાર્જ માંગે છે તો તમે 1947 પર ફોન કરીને ફરિયાદ કરી શકો છો. આ સિવાય તમે uidai.gov.in પર પણ ફરિયાદ કરી શકો છો.

image source

UIDAIએ હાલમાં કહ્યું છે કે આધારમાં કરાયેલા બાયોમેટ્રિક અપડેટ માટે તમારે 100 રૂપિયાનો ચાર્જ આાપવાનો રહે છે. આ સિવાય જો તમે કોઈ માહિતીમાં ફેરફાર કરવા ઈચ્છો છો તો તે માટે તમારે 50 રૂપિયાનો ચાર્જ આપવાનો રહે છે. તમારી જાણકારી માટે જણાવાયું છે કે 1947 એક આધાર હેલ્પલાઈન નંબર છે. જે ટોલ ફ્રી છે. અહીં કોલ કરીને તમે તમારી સમસ્યાનું નિવારણ કરી શકો છો.

image source

જો આધાર અપડેટ કરવામાં પણ કોઈ તકલીફ આવી રહી છે તો તમે કોલ કરીને ફરીથી પૂછી શકો છો. આ સિવાય જો તમે PVC કાર્ડની પણ સુવિધા મેળવી શકો છો.

image source

PVC આધાર કાર્ડ એટીએમ કાર્ડ જેવું હોય છે. નવા પીવીસી આધાર કાર્ડમાં અનેક નવા સુરક્ષા ફીચર અપાયા છે. પીવીસી કાર્ડ પર આધાર પ્રિંટ કરવા અને ઘરે ઓર્ડર કરવા માટે તમારે 50 રૂપિયા આપવાના રહે છે. આ સિવાય તમે ઘરે જ આધાર કાર્ડ બનાવવા ઈચ્છો છો તો નજીકના સેવા કેન્દ્રો પર જઈને એપોઈન્ટમેન્ટ લઈ શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત