Site icon News Gujarat

છેલ્લા 50 વર્ષમાં સૌથી ઝડપી ફરી રહી છે પૃથ્વી, આવશે જોરદાર મુશ્કેલીઓ, વૈજ્ઞાનિકો પણ મૂંંઝવણમાં

પૃથ્વી છેલ્લા 50 વર્ષોથી કોઈ પણ સમયની સરખામણીએ ઝડપથી ફરી રહી છે. વૈજ્ઞાનિક હવે આ વાતથી પરેશાન છે કે તેને કેવી રીતે મેનેજ કરવામાં આવે. હાલના સમયમાં પૃથ્વી સામાન્ય ગતિથી થોડી ઝડપથી ચાલી રહી છે. પૃથ્વી 24 કલાક પહેલાં પોતાની ધરી પર એક ચક્કર પુરુ કરી રહી છે. પૃથ્વીમાં આ પરિવર્તન ગયા વર્ષના મધ્યમાં આવ્યું હતું. તો ચાલો જાણીએ કે પૃથ્વીની કેટલી ઝડપથી ફરી રહી છે ? તેની આપણા જીવન પર શું અસર થશે ?

image source

પૃથ્વી 24 કલાકમાં પોતાની ધરી પર એક ચક્કર લગાવે છે. પણ ગયા વર્ષના જૂનથી લઈને અત્યાર સુધીમાં પૃથ્વી પોતાની ધરી પર ઝપથી ફરી રહી છે. તેના કારણે ધરતી પર હાજર બધા જ દેશોનો સમય બદલાઈ જાય છે. સાયન્ટિસ્ટને પોત-પોતાની જગ્યાએ હાજર એટોમિક ક્લોકનો સમય બદલવો પડશે. એટલે કે આ વખતે સાયન્ટિસ્ટને નેગેટિવ લીપ સેકન્ડ પોત-પોતાની ઘડિયાળોમાં જોડવો પડશે. વર્ષ 1970થી અત્યાર સુધીમાં કુલ મળીને 27 લીપ સેકન્ડ જોડવામાં આવી છે.

image source

બ્રિટિશ વેબસાઇટ ડેલી મેલમાં પ્રકાશિત સમાચાર પ્રમાણે છેલ્લા કેટલાક દાયકાઓથી ધતી 24 કલાકથી વધારે સમય લઈને પોતાની ધરી પર ફરી રહી હતી પણ ગયા વર્ષે જૂનથી 24 કલાકથી ઓછા સમયમાં એક ચક્કર લગાવી રહી છે. પૃથ્વી હાલના સમયે 24 કલાકમાં 0.5 મિલિસેકન્ડ ઓછો સમય લઈને ફરી રહી છે. એટલે કે આપણા 24 કલાકમાં 0.5 મિલિસેકન્ડ ઘટી ગઈ છે.

છેલ્લા 50 વર્ષોથી પૃથ્વીના ફરવાનો એકદમ ચોક્કસ આંકડો કાઢવામા આવી રહ્યો છે. 24 કલાકમાં 86,400 સેકન્ડ્સ હોય છે. એટલે કે તેટલી સેકન્ડમાં આપણી પૃથ્વી એક ચક્કર પુરુ કરે છે. પણ ગયા વર્ષે જૂનથી 86400 સેકન્ડમાં 0.5 મિલિસેકન્ડનો ઘટાડો થયો છે. 19મી જુલાઈ 2020નો દિવસ 24 કલાકથી 1.4602 મિલીસેકન્ડ નાનો હતો.

image source

2020 પહેલાં સૌથી નાનો દિવસ 2005માં હતો. પણ ગયા 12 મહિનાઓમાં આ રેકોર્ડ કુલ 28 વાર ટૂટ્યો છે. સમયમાં આવેલું આ પરિવર્તન માત્ર એટોમિક ક્લોક પર જ જોઈ શકાય ચે. પણ તેના કારણે ઘણી બધી મુશ્કેલીઓ આવી શકે છે. આપણી સંચાર વ્યવસ્થામાં ઘણી મુશ્કેલીઓ આવી શકે છે. કારણ કે આપણા સેટેલાઇટ્સ અને સંચાર યંત્ર સોલર ટાઇમ પ્રમાણે સેટ કરવામાં આવે છે. આ સમય તારા, ચંદ્ર અને સૂરજની પોઝિશન પ્રમાણે સેટ કરવામાં આવે છે.

image source

પેરિસ સ્થિત ઇટરનેશનલ અર્થ રોટેશન સર્વિસના વૈજ્ઞાનિક સમની સાથે સામંજસ્ય બનાવી રાખવા માટે 70ના દાયકાથી અત્યાર સુધીમાં 27 લીપ સેકન્ડ જોડી ચૂક્યા છે. છેલ્લી વાર વર્ષ 2016માં લીપ સેકન્ડ જોડવામાં આવી છે. પણ હવે આ વખતે લીપ સેકન્ડ ઘટાડવાનો એટલે કે હટાવવાનો સમય આવ્યો છે. એટલે કે નેગેટિવ લીપ સેકન્ડ જોડવી પડી રહી છે.

image source

નેશનલ ફિઝિકલ લેબોરેટરીના સીનિયર રિસર્ચ સાયન્ટિસ્ટ પીટર વ્હિબ્બર્લીએ કહ્યું કે આ વાત તો સાચી છે કે પૃથ્વી પોતાના નક્કી સમય કરતાં ઓછા સમયમાં એક ચક્કર પુરુ કરી રહી છે. તેવું છેલ્લા 50 વર્ષોમાં પહેલીવાર થું છે. એવું બની શકે કે ધરતી પર રહેતા લોકોએ સમય સાથે ચાલવા માટે નેગેટિવ લીપ સેકન્ડ જોડવી પડે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version