181 કિલો વજન ધરાવતી મહિલા પુત્ર સાથે 2 વર્ષથી બંધ ઘરમાં પૂરાઈ ગઈ હતી, હવે રાજકોટ 181ની મદદથી બહાર કાઢી

રાજકોટમાં કેટલાક સમય પહેલાં એક ઘટના સામે આવી હતી કે 3 ઉચ્ચ શિક્ષિત ભાઈ બહેનને 10 વર્ષ પછી રૂમમાંથી બહાર કાઢ્યા હતા. ત્યારે ફરી એક વખત આવી ઘટના બહાર આવી છે અને ચકચાર મચી જવા પામી હતી. જો વિગતે વાત કરીએ તો રાજકોટમાં ફરી વખત એક સેવાભાવી સંસ્થાએ છેલ્લા 2 વર્ષથી રૂમમાં બંધ 45 વર્ષીય મહિલાને મુક્ત કરાવી અને નવું જીવન આપ્યું છે. સાથે જ તેના ૧૩ વર્ષના પુત્રને અપનાવ્યો અને હવે ઉચ્ચ શિક્ષણ આપવાની પહેલ પણ કરી છે. આ વાત છે રાજકોટની શક્તિ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા ગાંધીગ્રામ વેલનાથ ચોક પાસે આવેલ ગોવિંદનગર શેરી નં. 2માં રહેતા સરલાબેન કાન્તિભાઈ પ્રજાપતિની.

image source

મળતી માહિતી પ્રમાણે વાત કરીએ તો આ બહેન છેલ્લા 2 વર્ષથી ઘરમાં તેમના સંતાન સાથે રહે છે અને તેમના પતિ છેલ્લા લાંબા સમયથી દુબઈ વસવાટ કરતા હોવાનું જાણવા મળ્યું છે. સંસ્થા સાથે વાતચીત થતા એ વાત સામે આવી હતી કે, મહિલાને 2 વર્ષ પૂર્વે સારણગાંઠનું ઓપરેશન થયું હતું ત્યાર બાદ તેમની માનસિક સ્થિતિ બગડી હતી અને પરિણામે તેઓ શૌચક્રિયા પણ તેમની પથારી પર જ કરતા હતા. જ્યારે લોકોને આ વાત વિશે જાણ થઈ તો સોસાયટીના રહેવાસીઓએ 181ને જાણ કરી અને જે મારફતે સંસ્થાને પ્રાથમિક માહિતી મળતા તેઓ પણ મહિલાના ઘરે આવી પહોંચ્યા હતા.

image source

વિગતે વાત કરીએ તો સંસ્થાના ભગવતીબેન વાઘેલાએ આ કેસ વિશે વધુમાં વાત કરતાં જણાવ્યું હતું કે, તેઓએ તેમને સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા જ્યાં તેઓના તમામ રિપોર્ટ નેગેટિવ આવતા ફરી તેમને ઘરે લાવવામાં આવ્યા હતા. તેમના જણાવ્યા મુજબ તેમની ટીમ મહિલાના ઘરની સાફ સફાઈ કરશે અને તેમના ૧૩ વર્ષના પુત્રને ઉચ્ચ શિક્ષણ પણ આપવાની પહેલા કરવામાં આવશે. જો કે હજુ કોઈને એ વાતની પાક્કી જાણકારી નથી કે સરલાબેન કયા કારણોસર આ રીતે આવી સ્થિતિમાં આવી ગયા.

image source

આ પહેલાં જલ્પા પટેલે 3 ભાઈ બહેનને નવી જિંદગી આપી હતી. તેમના વિશે જો વાત કરીએ તો રાજકોટમાં રહેતા જલ્પાબેન પટેલે માર્કેટિંગમાં BBA કર્યું છે. પતિ કેતનભાઈ સુપરમાર્કેટ અને કાર લે-વેચનો બિઝનેસ કરી રહ્યા છે. જલ્પાબેને વાતચીતમાં જણાવ્યું હતું કે મારા પતિનો મને પૂરેપૂરો સપોર્ટ છે. મારે 13 વર્ષનો બાબો અને 7 વર્ષની બેબી છે. હું પણ મારા પતિના બિઝનેસમાં જોડાયેલી છું. આવકના 10 ટકા રકમ હું જરૂરિયાત અને બિનવારસી લોકો પાછળ ખર્ચ કરૂ છું. જલ્પાબેને જણાવ્યું હતું કે અમારે જ્યારે આવા લોકોની મદદ કરવી હોય ત્યારે પૈસાની જરૂર હોય તો અમે કોઈ પાસે રોકડા પૈસા માગતા નથી. સોશિયલ મીડિયાના માધ્યમથી પોસ્ટ મૂકીએ છીએ અને લોકો મદદે આવે છે. ક્યારેક દવાની જરૂર હોય, ક્યારેક કપડાંની જરૂર હોય તો ક્યારેક અનાજની જરૂર હોય ત્યારે અમે આ રીતની પોસ્ટ સોશિયલ મીડિયામાં વાઈરલ કરીએ છીએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત