દર 15 વર્ષ પછી બદલાઇ જાય છે ટેક્નોલોજી, સ્માર્ટફોન હવે થઈ ગયો જૂનો, તો જાણી લો હવે કયા ડિવાઇસનો આવી ગયો જમાનો

ટેક્નોલોજી ઝડપથી બદલાઈ રહી છે. જો આપણા બાળપણથી અત્યાર સુધીની વાત કરીએ તો ટેક્નોલોજી સાથે જોડાયેલા કેટલાએ પરિવર્તન આપણે જોયા છે. બાળપણથી લઈને અત્યાર સુધીમાં રેડિયોથી લઈને સ્માર્ટફોન સુધી આપણે લાંબી સફર કરી છે. આજે સ્માર્ટ ફોનની સ્થિતિ એવી છે કે આખી દુનિયામાં લોકોની નજર પોતાના ફ્રી સમયમાં સ્માર્ટફોન પર જ ટકેલી રહે છે, જેને પણ જુઓ, તે પોતાનો મોટા ભાગનો સમય સ્માર્ટફોન પર જ પસાર કરે છે, જો કે એવું દેખાય છે કે ટેક ઇન્ડસ્ટ્રીનો ટ્રેન્ડ દર 15 વર્ષે બદલાઈ જાય છે. જેમ કે શરૂઆતમાં મેનફ્રેમ આવ્યું, ત્યાર બાદ પર્સનલ કંપ્યુટર આવ્યું, ત્યાર બાદ ઇન્ટરનેટે ટકોરા માર્યા અને પછી મોબાઈલ ફોન આવી ગયા અને પછી આવ્યા સ્માર્ટફોન્સ જેની ટેક્નોલોજી દર છ મહિને બદલાતી રહે છે.

image source

આજે ભલે આજના મોડેલ પોતાનું મહત્ત્વ ખોઈ બેઠા હોય તેવું લાગે પણ જ્યારે તે આવ્યા હતા ત્યારે દુનિયામાં તો જાણે હાહાકાર મચી ગયો હતો. તે દરેકનું એક નવું બજાર ખુલ્યું જે એટલુ મોટું હતું કે તેમાં રોકાણો થવા લાગ્યા અને કંપનીઓ તેમાં ખેંચાતી ગઈ આમ ટેક્નોલોજી આગળ નીકળતી રહી. જોકે આ દરમિયાન જૂના મોડેલ દૂર નથી ગયા. મેનફ્રમ આજે પણ એક મોટો વ્યવસાય ધરાવે છે અને માટે આઈબીએમ છે, પીસી અત્યારે પણ એક મોટો વ્યવસાય છે માટે માઇક્રોસોફ્ટ છે. પણ હવે તે એજન્ડા સેટ નથી કરતા. હવે તેમને લઈ કોઈ હલચલ નથી થતી. હવે મલ્ટીટચ સ્માર્ટ ફોનને આવ્યે પણ 15 વર્ષ થવા આવ્યા છે અને S કર્વથી બહાર થઈ રહ્યા છે. તેમાં દરેક સંભવિત ટેક્નિકનો સમાવેશ
કરવામાં આવ્યો છે. એપલ અને ગુગલે પોતાની નવી પ્રોડક્ટથી લોકોને હંમેશા ચકિત કર્યા છે. જોકે હવે નવા આઈફોનને જુઓ તો તેમાં કોઈ મોટો રોમાંચ જોવા નથી મળતો, કારણ કે વહે એવુ લાગી રહ્યું છે કે તે સ્થિરતાની સ્થિતમાં પહોંચી ગયો છે. તેવામાં પ્રશ્ન એ ઉભો થાય છે કે આવનારી પેઢી શું હશે ?

એટલે કે હવે સ્માર્ટફોન પછી શું આવશે.

VR, AR કે બન્ને હોઈ શકે છે ફ્યૂચર ડિવાઇઝ

image source

વિશ્વની પોપ્યુલર ટેક્નોલોજીના પત્રકાર બેનેડિક્ટ ઇવાન્સે પોતાના બ્લોગ પોસ્ટમાં આ વાતની જણાકીર આપી છે. ઇવાન્સ કહે છે કે ડિવાઇઝ મોડેલ જે કદાચ સ્માર્ટફોનને બદલી શકે છે, તે વીઆર અથવા તો એઆર કે પછી બન્ને છે. તે સ્માર્ટફોનથી વધારે લોકો સુધી પોહંચી શકે છે, પણ તે તેમ છતાં એક્સપીરિયંસની જગ્યા ચોક્કસ લઈ શકે છે. આપણી પાસે વીઆર ડિવાઇઝ છે જે ગેમ અને કેટલાક ખૂબજ સૂક્ષ્મ ઔદ્યોગિક ઉપયોગ માટે સારા છે. એવી આશા છે કે હાર્ડવેર અને સોફ્ટવેર યુનિવર્સલી વધી શકે છે. પણ તે હજુ સુધી સ્પષ્ટ નથી કે હાર્ડવેર રોડમેપનુ પાલન કરવા માટે આ બધું જરૂરી છે, કે

image source

વીઆરને ગેમ્સ કંસોલ ઉદ્યોગના ઉઁડા અને સાંકડા ભાગથી ઓર વધારે વિકસવા માટે કેટલાક મૂળભૂત પરિવર્તનની જરૂર છે.

image source

બીજી બાજુ એઆર ગ્લાસીસની વાત કરીએ તો તેમાં હજુ ઘણી બધી સંભાવનાઓ જોવા મળી રહી છે. શું આપણે ઓપ્ટિક્સ બનાવી શકીએ છીએ, જે વાંચવાના ચશ્મા જેવા દેખાતા હોય. આ ચશ્માને પહેરવાથી એવું લાગે છે જાણે આંખો આગળ દેખાતી દુનિયા તદ્દન વાસ્તવિક છે. એવું કંઈક જો આપણે વીઆરમાટે કરી શકીએ તો તે જાદુઈ હોઈ શકે છે, પણ તે કેટલા કામનું છે ? આજે આ વીઆરને જોવું 2005માં એક મલ્ટીટચ ડેમો જોવા જેવું છે. તે સ્પષ્ટ રીતે કેટલીક વસ્તુઓ માટે સારું છે, પણ શાના માટે ?

image source

જોકે આ બધું આવનારા પગલા વિષે વિચારવા માટે ખોટું માનસિક મોડેલ પણ હોઈ શકે છે. સાથે સાથે આ સીક્વંસ જોવા પર – ‘મેઇનફ્રેમ – પીસી -નેબ- સ્માર્ટફોન’, આપણને કદાચ એ પણ વિચારવું જોઈએ કે આ બધા પાછળ શું ચાલી રહ્યુ હતું, એટલે કે ‘ડેટાબેઝ-ક્લાયન્ટ/સર્વર- ઓપન સોર્સ – ક્લાઉડ’. આ એક એવી પ્રગતિ છે જેની હંમેશા કોઈ અનુભુતિ નથી થતી પણ તે તેટલી જ મહત્ત્વની છે. એ ખુબ જ સ્પષ્ટ છે કે આપમે મશીન લર્નિંગની આસપાસના ટેક્નીકલ ઉદ્યોગોનો રીમેક બનાવી રહ્યા છીએ, અને કદાચ ઓર વધારે ઉદ્યોગોની સાથે પણ આવું જ કરવામા આવી રહ્યું છે. કદાચ એ જ કારણ છે કે સ્માર્ટફોન બાદ જલદી જ કંઈક બીજું સામે આવશે. એવું નથી લાગતું કે મશીન લર્નિંગ બાદ કંઈ જ નહીં આવે, કારણ કે નવાચાર અને નિર્માણ એક સતત પ્રક્રિયા છે. જો કે આ બધી જ બાબતો સંભાવના
આધારિત છે, એવુ જરૂરી નથી કે આવનારી કાલમાં આવું જ કંઈક થાય.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત