કોરોના વાયરસનુ નવુ રૂપ: 4 વાર નેગેટિવ રિપોર્ટ આવ્યા બાદ પણ શરીરમાં મળ્યું કઈક એવું કે…

દેશમાં સામે આવી રહ્યું છે કોરોના વાયરસનું નવું રૂપ, 4 વાર નેગેટિવ રિપોર્ટ આવ્યા બાદ પણ શરીરમાં મળ્યું કઈક એવું…

વૈશ્વિક મહામારી કોરોના વાયરસથી હાલ દરેક દેશ ત્રસ્ત છે. લાખો લોકો કોરોના વાયરસથી સંક્રમિત થઈ ચૂક્યા છે અને કેટલાય લોકોએ આ મહામારીમાં પોતાનો જીવ પણ ગુમાવ્યો છે. વિશ્વના વૈજ્ઞાનિકોના ઘણા પ્રયાસો પછી પણ હજી સુધી આ બીમારીની ના કોઈ દવા શોધાઈ કે ના કોઈ વેકસીન.

image source

આપણા દેશના પણ દિવસે ને દિવસે સંક્રમિત લોકોની સંખ્યા વધી રહી છે. જે ખરેખર એક ચિંતાનો વિષય છે. આવા સમયમાં દેશમાં પહેલીવાર કોરોના વાયરસનું એક નવું જ રૂપ સામે આવ્યું છે. દેશના સૌથી મોટા અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થા (એમ્સ) દિલ્હીમાં દાખલ થયેલ એક દર્દી છે જેનો 4 વખત કોરોના રિપોર્ટ કરવામાં આવ્યો અને એ વ્યક્તિ 4 વખત નેગેટિવ આવ્યા છે.પણ તેના શરીરમાં કોરોના વાયરસના વિરુદ્ધ એન્ટીબોડી મળ્યા છે. તમને જણાવી દઈએ કે આ એન્ટીબોડી કોઈ વ્યક્તિના શરીરમાં ત્યારે જ બને છે જ્યારે તે કોરોનાથી સંક્રમિત થયો હોય.આપણા શરીરમાં આ એન્ટીબોડી બનવા માટે લગભગ 5થી 7 દિવસનો સમય લાગે છે. આ એન્ટીબોડી કોરોના સંક્રમિત દર્દીના શરીરમાં સંક્રમણના વિરુદ્ધ લડવાનું કામ કરે છે.

image source

વાત જાણે એમ છે કે દિલ્હી એમ્સના જીરીએટિક વિભાગમાં એક મહિલા દર્દી અનેક દિવસથી દાખલ થયેલ છે. 80 વર્ષના આ મહિલા ડાયાબિટીસ, હાઈપરટેન્શનથી તો પીડાઈ જ રહ્યા છે પણ આ સિવાય 15 દિવસથી તેઓને નબળાઈની ફરિયાદ પણ હતી.નિદાન દરમિયાન જાણવા મળ્યું કે મહિલામાં ટીએલસીની સંખ્યા ઘટી રહી છે.

image source

ડોક્ટરોના સંક્રમણ સંદિગ્ધ થતા આ મહિલાની 12 દિવસમાં 4 વાર આરટી-પીસીઆરની મદદથી કોરોના વાયરસની તપાસ કરાવાઈ હતી. પણ આશ્ચર્યજનક વાત એ છે કે એક પણ તપાસમાં આ મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો નથી. આ દરેક તપાસ દિલ્હી એમ્સની અત્યાધુનિક સુવિધાઓથી લેસ પ્રયોગશાળામાં કરવામાં આવી હતી.

image source

ચાર ચાર વાર રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ પણ એ મહિલા દર્દીમાં લક્ષણ એ ના એ જ રહેવાના કારણે એક સમયે ડોક્ટર્સ પણ વિચારમાં પડી ગયા હતા. ત્યાર બાદ એમ્સના ડોક્ટરોએ આ મહિલા દર્દીને કોરોના સંક્રમિત ગણીને તેની સારવાર શરૂ કરી અને પાંચમી વાર એ મહિલાના એન્ટીબોડીની તપાસ કરવામાં આવી. અને હેરાન કરનારી વાત એ છે કે આ તપાસમાં તેના શરીરમાં એન્ટીબોડી મળ્યા હતા. જો કે તાજેતરમાં યૂકેમાં વૈજ્ઞાનિકોએ જે ડેક્સામેથાસોન દવાને કોવિડ ઉપચારમાં ઉપયોગી ગણાવી હતી તે દવા ભારતમાં પરવાનગી મળ્યા બાદ મહિલા દર્દીને એમ્સના ડોક્ટરોએ લગભગ 10 દિવસ સુધી આાપી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત