94 વર્ષ જૂની આ બેંક બંધ થવા જઈ રહી છે, ગ્રાહકો અને રોકાણકારો માટે આ થયા મોટા ફેરફાર, જલદી જાણી લો નહિંતર….

તમને જણાવી દઈએ કે રિઝર્વ બેંક દ્વારા દેશની લક્ષ્મી વિલાસ બેંક પર કેટલાક પ્રતિબંધ લાગાવવામાં આવ્યા હતા ખાસ કરીને આ બેંક રોકડ સંકટથી મુશ્કેલીમાં મુકાઈ છે. પણ હવે આ બેંકે ડીબીએસ બેંકમાં જોડાઈ જવાનો એટલે કે વિલય પામવાનો મર્જ થવાનો નિર્ણય લીધો છે. તમને જણાવી દઈ કે લક્ષ્મી વિલાસ બેંક 94 વર્ષ જુની છે પણ હવે તેના નામનો અંત આવશે. ગઇ કાલે એટલે કે 27 નવેમ્બર
2020ના રોજ લક્ષ્મી વિલાસ બેંકનું નામ સંપૂર્ણપણે ખતમ થઈ ગયું છે. અને તેના શેરને પણ સ્ટોક એક્સજેન્જમાંથી કાઢી નાખવામાં આવશે.

લાખો ગ્રાહકો પર થશે આ મર્જરની અસર

image source

લક્ષ્મી વિલાસ બેંકનું નામ બદલાઈ ગયું છે અને તેના લાખો ગ્રાહકો અને કર્મચારીઓ પર તેની અસર થવાની છે. કેબિનેટ દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો હતો તેને લે કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે સાંત્વના આપી છે કે આ બેંકના 20 લાખ ગ્રાહકોને આ નિર્ણથી રાહત મળશે. આ ગ્રાહકો 27મી નવેમ્બરથી એટલે કે શુક્રવારથી પોતાના ખાતાને ડીબીએસ બેંક ઇન્ડિયાના ગ્રાહકો તરીકે વાપરી શકશે. બેલઆઉટ પેકેજ હેઠળ લક્ષ્મી વિલાસના જમાકર્તાઓને પોતાના બધા જ રૂપિયા મળી જશે. અને તેમને જો બેંકમાં પુરા પૈસા રાખવા હોય તો તેઓ તેમ પણ કરી શકે છે.

શા માટે લેવામાં આવ્યો આ મોટો નિર્ણય

image source

આ નિર્ણય થાપણદારોના હિતમાં લેવામાં આવ્યો છે. રિઝર્વ બેંક દ્વારા જણાવવામાં આવ્યું છે કે બેંક તરફથી વિશ્વસનીય પુનરોદ્ધાર યોજના રજુ કરવામાં આવ્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. અને સાથે સાથે નાણા સેક્ટર તેમજ બેંકિંગના હિતોનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. તેમણે એ પણ જણાવ્યુ હતું કે આ સિવાય તેમની પાસે બીજો કોઈ વિકલ્પ નહોતો રહ્યો. હાલ કેનેરા બેંકના પૂર્વ બિન કાર્યકારી ચેરમેન ટી.એન. મનોહરણને લક્ષ્મિ વિલાસ બેંકના વ્યવસ્થાપક તરીકે નિમવામાં આવ્યા છે.

લક્ષ્મિ વિલાસ બેંક પર આ કારણે આવ્યું સંકટ

image source

2019માં જ્યારે આ બેંકના ગ્રોથને તેની લોન બુક સાથે સરખાવીને જોવામાં આવ્યા ત્યારે ખ્યાલ આવ્યો કે તે સતત ખરાબ પર્ફોમન્સ મળી રહ્યું છે. અને છેલ્લા પાંચેક વર્ષથી આ બેંકના રિટેલ, MSME અને SMEની મોટી લોનો આપવાનું શરૂ કર્યું હતું અને તેના કારણે બેંક મુશ્કેલીમાં મુકાઈ હતી.

image source

બીજી બાજુ ભારતીય અર્થતંત્ર પણ હાલ થોડું મંદ ચાલી રહ્યું હોવાથી લોન NPA બની ગઈ હતી. તમને જણાવી દઈએ કે એક અંદાજ પ્રમાણે 3થી 4 હજાર કરોડ કોર્પોરેટ લોન છે. અને બેંકને 2018-19ના વર્ષમાં 894 કરોડનું તોતિંગ નુકસાન થયું હતું.

image source

આ બેંકની સ્થાપના 1926માં થઈ હતી. આ બેંકની 16 રાજ્યોમાં 566 જેટલી શાખાઓ છે. અને  તેના 918 જેટલા એટીએમ પમ છે. આમ આ કોઈ નાની બેંક નહીં પણ મોટી બેંક હતી. જો કે બેંકે સંકટમાં હોવા છતાં પોતાના ગ્રાહકોને ધરપત આપી છે કે તેમના રૂપિયાને આ સંકટની કોઈ જ અસર નહીં તાય. અને બેંકના જમાકર્તા, બોન્ડધારકો, ખાતા ધારકો તેમજ લેણદારોની સંપત્તી હાલ સંપૂર્ણપણે સુરક્ષિત છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત