Site icon News Gujarat

લ્યો બોલો ! આ ખેડૂતે આટલા એકર જમીન કૂતરાના નામે કરી દીધી, કારણ જાણશો તો ચોંકી જશો

મધ્યપ્રદેશના છીંદવાડા જિલ્લામાં 50 વર્ષીય ખેડૂત ઓમ નારાયણનો પાલતુ કૂતરો (જેનુ નામ જેકી છે છે) 2 એકર જમીનનો માલિક છે. આ જમીનની કિંમત લાખોમાં છે. તમને જણાવી દઈએ કે આ કોઈ કૌભાંડ નથી પરંતુ આ જમીન કૂતરાને વારસામાં મળી છે. અને જે કોઈ આ કૂતરાની સેવા કરશે તે આ જમીનનો માલિક બનશે.

2 એકર જમીન પાળેલા કૂતરા જૈકીના નામે કરી દીધી

image source

પ્રાપ્ત માહિતી અનુસાર છિંદવાડા જિલ્લાના બાડી બડા ગામમાં રહેતા એક ખેડૂત ઓમ નારાયણે તેમની વસિયતમાં 2 એકર જમીન પાળેલા કૂતરા જૈકીના નામે કરી દીધી છે, બાકીની 16 એકર જમીન પત્નીના નામે લખી છે. તમને થશે આ ખેડૂતે પોતાના દીકરાઓના નામે કેમ જમીન ન કરી તો તમને જમાવી દઈએ કે દિકરાઓ વૃદ્ધાવસ્થામાં સેવા નથી કરતા જેને કારણે આ ખેડૂતે આ નિર્ણય લીધો છે.

જૈકીની સેવા કરનારને સંપત્તિના આગામી હકદાર ગણવામાં આવશે

image source

જો વસિયતને વાંચવામાં આવે તો ઓમ વર્માએ તેની જમીન જેકીને નામે કરવાનું કારણ જણાવ્યું છે. વસિયતમાં જણાવ્યાં અનુસાર તેની પત્ની ચંપા તેની દેખરેખ રાખે છે, તેથી 16 એકર જમીન તેની પત્ની ચંપાના નામે કરી છે, જ્યારે 11 મહિનાનો જેકી હંમેશા તેની સાથે રહે છે અને તેની સંભાળ રાખે છે, જેના કારણે તે મિલકતનો બીજો ભાગ જેકીના નામે કરી દીધો છે. ઓમ નારાયણ પાસે 18 એકર જમીન છે.

image source

50 વર્ષના ખેડૂત કિસાન ઓમ નારાયણ વર્માએ વસિયતમાં લખ્યું છે કે મારી સેવા મારી પત્ની અને પાળેલો કૂતરો કરે છે, તેથી મારા જીવતાજીવ તે બંને મને વધારે પ્રિય છે. મારા મરણ પછી મારી સમગ્ર સંપત્તિ અને જમીન-મિલકતના હકદાર મારી પત્ની ચંપા અને જૈકી રહેશે. એ ઉપરાંત જૈકીની સેવા કરનારને સંપત્તિના આગામી હકદાર ગણવામાં આવશે. આ વાત સામે આવ્યા બાદ સમગ્ર પંથકમાં ચકચાર મચ જવા પામી છે. ઘણા લોકોએ આ ખેડૂતના નિર્ણયને યોગ્ય ગણાવ્યો છે. તેમનું કહેવુ છે કે જો દિકરાઓ ઘડપણમાં માતાપિતાની સેવા ન કરે તો તેમને સંપત્તિ આપવાનો કોઈ અર્થ નથી.

ઓમ નારાયણે બે વાર લગ્ન કર્યા હતા

image source

ઓમ નારાયણના પરિવાર વિશે વાત કરીએ તો તેમને બે પત્ની છે. ગ્રામીણોનું કહેવું છે કે તેમના બે વાર લગ્ન થયાં હતાં. પહેલી પત્ની ધનવંતી વર્મા, જેનાથી ત્રણ દીકરી અને એક દીકરો છે. બીજી પત્ની ચંપા છે. તેનાથી બે દીકરી છે. પાંચેય દીકરીઓ-દીકરો તેમની સેવા નથી કરતાં. તેમની વચ્ચે પારિવારિક વિવાદ પણ ચાલી રહ્યો છે, તેથી ઓમ વર્માએ આ નિર્ણય લીધો છે. જો કે નિર્ણય બાદ તેમના સંતાનોની પ્રતિક્રિયા હજુ સામે આવી નથી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version