ખાતુ ખાલી થાય એ પહેલાં ચેતી જજો, જાણો આ ગઠિયો વૃદ્ધોને ટાર્ગેટ કરી કેવી રીતે ATMમાંથી ઉપાડી લેતો પૈસા

હાલમાં એક ખતરનાક સમાચાર સામે આવ્યા છે અને એ દરેકે જાણવા ફરજિયાત છે. કારણ કે એટીએમનો ઉપયોગ બધા જ કરે છે અને આ વાત પણ એટીએમને લગતી જ છે. અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાંચે એક રીઢા ઠગને ઝડપીને અનેક ગુનાઓનો ભેદ ઉકેલ્યો છે. આ શખ્સ એ રીતે ચોરી કરતો કે તમે જાણીને તમારા હોશ ઉડી જશે. કારણ કે આ શખ્સ લોકોને ઠગીને લાખો રૂપિયા પડાવી લીધા હતા. જો વિગતે વાત કરીએ તો માત્ર અને માત્ર સિનિયર સિટિઝનોને જ ATMમાંથી રૂપિયા કાઢી આપવાની મદદના નામે આ માણસ ATM કાર્ડ બદલીને લાખો રૂપિયાની ઠગાઈ કરતો હતો. આ લબરમૂછિયો એવી રીતે ઠગ કરતાં ઝડપાઈ ગયો છે અને એનું નામ છે રાજવીર ભટ્ટ.

image source

મળતી માહિતી પ્રમાણે આ શાતિર ઠગ છેલ્લા બે મહિનામાં જ માત્ર અમદાવાદ નહીં પરંતુ સુરત, વડોદરા, દમણ, મુંબઈ અને છેક અજમેર સુધી આંટા મારીને આ રીતે 19 સિનિયર સિટિઝન સાથે છેતરપિંડી કરી છે. રાજવીરે સિનિયર સિટિઝનોને લૂંટીને ભેગા કરેલા આ બધા પૈસા મુંબઈની વૈભવી હોટેલોમાં રોકાવા તેમજ ડાન્સબારમાં યુવતીઓ પર ઉડાવી દીધા હોવાની વાત બહાર આવી છે. આ બધું કઈ રીતે સામે આવ્યું એના વિશે વાત કરીએ કે, અમદાવાદના સાબરમતી પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ થઈ હતી કે, ભીકનરાવ બાબુરાવ યેવલે નામના સિનિયર સિટીઝનના બેંક ખાતામાંથી 15થી 22 ઓક્ટોબર દરમિયાન કોઈએ રૂ. 1.70 લાખ બારોબાર ઉપાડી લીધા છે.

image source

આ ફરિયાદ થઈ અને કહાનીની શરૂઆત થઈ. તો આવો જાણીએ કે કઈ રીતે થયું આ બધું. તો આ ફરિયાદની બે મહિના ચાલેલી લાંબી તપાસના અંતે શહેર ક્રાઈમ બ્રાંચે રાજવીર ભટ્ટ નામના આરોપીને દબોચી લીધો છે. રાજવીરે પૂછપરછમાં માત્ર વૃદ્ધો સાથે અલગ અલગ જગ્યાએ છેતરપિંડીના 19 ગુના પણ કબૂલ્યાં હતાં. આરોપીએ આ તમામ પૈસાથી મુંબઈની વૈભવી હોટેલ જઈને ડાન્સબારમાં રૂપિયા ઉડાડ્યા હોવાનું પણ કબૂલ્યું હતું.

image source

આ સિવાય વાત કરીએ કે આરોપી રાજવીરે ઓક્ટબર 2020થી અત્યાર સુધીમાં 19થી વધુ ગુનાઓ કર્યા છે. જેમાં અમદાવાદ, વડોદરા, સુરત, નડિયાદ, બારડોલી, ગાંધીનગર, અજમેર, મુંબઈમાં પણ આવી રીતે ગુનાઓ કર્યા છે અને ફરિયાદ પણ થઈ છે.

image source

જો આ માણસે કઈ રીતે રૂપિયા ઉડાવ્યા એના વિશે વાત કરીએ તો આરોપી છેતરપિંડી કરી મુંબઈમાં ડાન્સ બારમાં રૂપિયા ઉડાવતો હતો અને વૈભવી હોટેલમાં રહેતો હતો. પરંતુ આ શખ્સની સ્ટોરી કંઈક અલગ જ છે, તે પહેલાથી જ ચોરી કરતો હતો. આરોપી પહેલા મોજ શોખ પુરા કરવા માટે ઘરમાંથી નાની મોટી ચોરીઓ કરતો હતો. જેથી આરોપીના પિતા હસમુખભાઈ ભટ્ટે 10 વર્ષ પહેલાં ઠપકો આપતા રાજવીર ઘરેથી નીકળી ગયો હતો. ત્યારબાદ મોજા અને અન્ય વસ્તુનું વેચાણ કરતો હતો.

image source

જ્યારે તે આવા નાના નાના કામ કરતો ત્યારે આ આરોપીને ધ્યાનમાં આવ્યું કે સિનિયર સિટીઝનોને ATMમાંથી રૂપિયા કાઢવામાં તકલીફ પડે છે. આને પગલે તેણે ફક્ત સિનિયર સિટિઝનોને જ નિશાન બનાવવાની શરૂઆત કરી હતી. રાજવીરની એક જ મોડસ ઓપરેન્ડી હતી અને તેની પર તેને પૂરેપૂરો કોન્ફિડન્સ હતો. પોલીસ સમક્ષ કબૂલાતમાં તેણે જણાવ્યું હતું કે, પહેલાં તે ATMમાં મદદ કરવાના બહાને જઈને વડીલોને પૈસા ઉપાડવામાં મદદ કરતો અને તે બહાને તેમના કાર્ડનો પિન જાણી લેતો અને ઘટનાને અંજામ આપ્યો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત