SBIના ગ્રાહકો ભૂલથી પણ ના કરતા આ વાતને ઇગ્નોર, નહિં તો ATMમાંથી પૈસા ઉપાડ્યા વગર ઘરે આવવુ પડશે પાછા, જાણો બદલાયેલા આ નિયમ વિશે

બેન્કિંગ ક્ષેત્રમાં દિવસેને દિવસે સાઈબર ક્રાઈમના કિસ્સાઓ વધી રહ્યા છે. ઓનલાઈન બેન્કિંગ અને એટીએમની જેટલી સુવિઘા મળે છે તેની સામે ફ્રોડથી થતું નુકશાન પણ છે. ખાસ કરીને લોકડાઉન દરમિયાન ATM ફ્રોડના કેસ ઝડપથી સામે આવી રહ્યા છે. જેને ધ્યાનમાં રાખીને હવે દેશની સૌથી મોટી બેન્ક- સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા(SBI)એ વન ટાઈમ પાસવર્ડ એટલે કે OTP આધારિત ATM કેશ વિડ્રોઅલની સુવિધા 24×7 લાગુ કરવાનો નિર્ણય લીધો છે. આ સુવિધા સમગ્ર દેશના SBI ATM પર 18 સપ્ટેમ્બરથી લાગુ થશે.

image source

પૈસા ઉપાડવા માટે હવે બદલાઈ ગયા નિયમો

હવે જો તમે 18 સપ્ટેમ્બર એટલે કે શુક્રવારથી 10 હજાર કે તેનાથી વધુ પૈસા ઉપાડવા જાવ તો એટીએમમાં તમને કાર્ડ અને અમાઉન્ટ એન્ટર કર્યા પછી બેન્ક તરફથી રજિસ્ટર્ડ મોબાઈલ પર એક OTP મોકલવામાં આવશે. આ OTPને ડેબિટ કાર્ડના પિન સાથે એન્ટર કરવાનો રહેશે, ત્યારે જ તમે ATMમાંથી પૈસા કાઢી શકશો.

image source

ATM ફ્રોડથી બચવા શરૂ કરાઈ આ યોજના

એસબીઆઈના એમડી સીએસ સેટ્ટીએ જણાવ્યું કે ટેક્નિકલ સુધારા અને સેફ્ટીના કિસ્સામાં SBI પહેલેથી આગળ રહી છે. મને આશા છે કે 24×7 OTP બેઝ્ડ કેશ વિડ્રોઅલની સુવિધાથી સુરક્ષા સ્તર વધુ મજબૂત બનશે. સમગ્ર દિવસ દરમિયાન આ સુવિધા લાગુ કરાવવાથી SBIના ડેબિટ કાર્ડ હોલ્ડર છેતરપિંડીથી, કાર્ડ સ્કિમિંગ, કાર્ડ ક્લોનિંગ જેવાં જોખમોથી બચી શકશે.

image source

હવે પૈસા ઉપાડવા માટે ઓટીપીની જરૂર પડશે

જો હવે તમે એટીએમમમાં પૈસા ઉપાડવા માટે જાવ તો તમારો મોબાઈલ ખાસ સાથે રાખજો. જેમા તમારો મોબાઈલ નંબર રજીસ્ટર હોય. હવે SBIના ATMમાંથી 10 હજાર રૂપિયાથી વધુ રકમ વિડ્રો કરવા માટે દિવસે પણ OTPની જરૂર પડશે. અત્યાર સુધી રાતના 8 વાગ્યાથી સવારના 8 વાગ્યા સુધી 10 હજાર કે એનાથી વધુ રકમ વિડ્રો કરવા પર જ OTPની જરૂર પડતી હતી. બેન્કે 1 જાન્યુઆરીથી નવો નિયમ લાગુ કર્યો હતો. આના કારણે 10 હજાર રૂપિયા કે તેનાથી વધુ રકમ ઉપાડવા માટે OTP બેઝ્ડ કેશ વિડ્રોઅલને રાતે 8 વાગ્યાથી સવારના 8 વાગ્યા સુધી લાગુ કરવામાં આવશે.

image source

6.6 કરોડથી વધુ ગ્રાહકો મોબાઈલ બેન્કિંગ અને ATMનો ઉપયોગ કરે છે

SBI દેશની સૌથી મોટી બેન્ક છે. દેશની સૌથી મોટી બેન્ક SBIની સમગ્ર દેશમાં 22 હજારથી વધુ શાખાઓ આવેલી છે. આ ઉપરાંત SBIની 30થી વધુ દેશોમાં પણ શાખા છે. SBIના 6.6 કરોડથી વધુ ગ્રાહક મોબાઈલ બેન્કિંગ અને ATMની સુવિધાનો ઉપયોગ કરે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત