FB LIVE દરમ્યાન રાજકોટના જાણીતા વકીલ અતુલ સંઘવીનું નિધન, ગીતો સાંભળતા સાંભળતા જ ઢળી પડ્યાં

રાજકોટના આ વકીલ સોશિયલ મીડિયા પર લાઈવ થઈ જૂનાં ગીત સંભાળતા હતા, અચાનક હાર્ટ-અટેક આવ્યો ને પળભરમાં દુનિયા છોડીને ચાલ્યા ગયા.

આજકાલ હાર્ટ એટેક એ ખૂબ જ સામાન્ય ઘટના બની ગઈ છે. હજી કાલ સુધી એકદમ સ્વસ્થ દેખાતો હસતો રમતો માણસ આજે દુનિયામાં હતો ન હતો થઈ જાય છે. એનું મોત એના પરિવાર માટે તો જાણે એક સપના સમુ બની જાય છે. ફક્ત એક હાર્ટ એટેક પહાડ જેવા માણસને મોતની વાટે લઈ જાય છે. રાજકોટમાં ગત મધ્યરાત્રિએ આવો જ એકઅઘટિત બનાવ બન્યો.

image source

રાજકોટના જાણીતા વકીલ અતુલભાઈ સંઘવી સોશિયલ મીડિયા પર લાઈવ થયા હતા અને જૂનાં ગીત સાંભળી રહ્યા હતા. એ દરમિયાન અચાનક જ તેમને હૃદય રોગનો હુમલો આવ્યો અને તેઓ એમની જગ્યા પર જ તરફડિયાં મારવા માંડ્યા. આખરે થોડી જ ક્ષણોમાં એ દુનિયા છોડીને ઈશ્વરને પ્યારા થઈ ગયા. જયરર વકીલ અતુલભાઈ સંઘવીને હાર્ટ એટેક આવ્યો એ દરમિયાન સોશિયલ મીડિયા પર લાઈવ નિહાળી રહેલા લોકોએ પણ કમેન્ટ કરી હતી અને ચિંતા વ્યક્ત કરી હતી. હાલ અસંખ્ય લોકો તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યાં છે.

તમને જણાવી દઈએ કે રાજકોટના જાણીતા વકીલ અતુલભાઈ સંઘવીનું 61 વર્ષની વયે નિધન થયું છે. તેઓ દરરોજ સોશિયલ મીડિયા પર લાઇવ થતા અને જૂનાં ગીતો સાંભળી આનંદ માણતા હતા. તેમનો જન્મ રાજકોટમાં તા.30 માર્ચ ને વર્ષ 1961ના રોજ થયો હતો.

image source

તેમને રાજકોટમાં પ્રાથમિક અને હાઇસ્કૂલનું શિક્ષણ મેળવ્યું હતું અને ત્યાર બાદ સરકારી એ.એમ.પી. લો કોલેજમાં કાયદાનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો અને એ પછી તેઓ વર્ષ 1983થી વકીલાતના વ્યવસાયમાં જોડાયેલા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે તેઓ રાષ્ટ્રીયકૃત, સહકારી અને પ્રાઈવેટ બેન્કમાં એડવોકેટની પેનલ પર વર્ષોથી કાર્યરત હતા.

આ ઉપરાંત ગયા વર્ષે કોરોનાના લીધે થયેલા લોકડાઉન દરમિયાન અઢી મહિના સુધી પોલીસ કમિશનર અને બોલબાલા ટ્રસ્ટ સાથે જોડાઈને જરૂરિયાતમંદ લોકોને ભોજન પહોચાડ્યું હતું. આ ઉપરાંત તેમણે ઑક્સિજન પૂરો પાડવાની ઉત્તમ કામગીરી પણ નિભાવી છે. તેઓઓ શહેરના પોલીસકર્મીઓના પરિવારો માટે પણ ઉત્તમ કામો કર્યા છે.તેમની આ સેવાઓને ધ્યાનમાં લઈને તેમને સામાજિક સંસ્થા દીકરાના ઘર દ્વારા કોરોના વોરિયર તરીકે સન્માનિત કર્યા હતા.

તમને જણાવી દઈએ કે અતુલભાઈ રાજકોટ સિટી પોલીસની સુરક્ષા સેતુ સોસાયટીના અનેક મહત્ત્વના પ્રોજેક્ટ સાથે પણ જોડાયેલા છે. તેમણે સિટી પોલીસકર્મીઓ અને પરિવારના આશરે 10 હજાર લોકોના બ્લડ ગ્રુપનો ડેટા એકત્રિત કરવામાં મહત્ત્વનું યોગદાન આપ્યું હતું રાજકોટના જાણીતા વકીલ અતુલભાઈ સંઘવીને નિધનના કારણે લોકોએ એક સારા વકીલની સાથે સાથે એક કોરોના વોરિયર પણ ગુમાવી દીધા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!